________________
ચિતન કરવાની કલા
૨૦૩ આજે જે ધ્યાન કેન્દ્રો ખુલવા માંડયા છે તે ધ્યાન કેન્દ્ર છે કે ચિંતન કેન્દ્ર તે તમે જ વિચારી લેજે. તદ્દન સામાન્ય વ્યવહારનું ઉદાહરણ લે.
જેમકે તમે ગાયનું ધ્યાન ધરે છે તે ગાયને ચાર પગ–બે શીંગડાગળે ગોદડી–સ્વભાવે ગરીબડી વગેરે ધ્યાન કહેવાય. પણ તે વિચારતા વિચારતા તમે એવું ચિંતન શરૂ કરી દે કે ગાય ભેંસ કરતાં ઓછું દૂધ આપે છે. ભેંસનું ઘી ઉત્તમ છે. ગિરની ભેંસ વધુ વખણાય છે વગેરે, તે ત્યાં ગાયનું ધ્યાન નથી. પણ ચિત્તની ચિન્તનાત્મક વૃત્તિ જ ગણાય છે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાયાગ વડે તે ધ્યાનમાં જ લીન હતાં, છતાં ચિંતન અને ધ્યાનની ભૂમિકા વચ્ચે કેટલો મટે તફાવત છે. તે દર્શાવતું ઉત્તમ દષ્ટાન્ત પુરું પાડે છે.
સંધ્યાકાલે રાજવી પ્રસન્નચંદ્ર ઝરૂખામાં બેઠા છે. નગરનું રૂપ નીહાળતાં નીહાળતાં નાના નાના પ્રકાશી રંગવાળા વાઢેળે જેમાં તે જોઈ હર્ષિત થયેલા રાજવી હજી સુંદરતાને માણે તેટલી વારમાં તે સંધ્યાને ખિલેલ રંગ જોત–જેતામાં નાશ પામે ત્યારે ચિંતન શરૂ થયું– સ્થિર નહીં આ સંસારે પ્રાણ તન ધન યૌવન વાન જિમ સંધ્યાના વાદળનો રંગ જિમ ચંચલ ગજ કાન
અરે ! આ સંસ્થાના વાદળાના રંગની સુંદરતા કયાં ગઈ? ખરેખર સંધ્યાના રંગની જેમ આ દેહ પણ અનિત્ય છે. આ પ્રમાણે ચિંતન કરતા વૈરાગ્ય વાસિત બની, પોતાના બાલ્યવયના પુત્રને ગાદી સોંપી દીક્ષા ગ્રહણ કરી, તત્કાળ કેશ લોચ કર્યો, ચાત્રિ ગ્રહણ કર્યું.
પ્રસન્નચંદ્ર રાજર્ષિ વિહરતા વિહરતા એક વખત રાજગૃહી નગરીના ઉધાનમાં કાર્યોત્સર્ગ મુદ્રા ધરી ઉભા છે [નોંધ:- પગ ઉપ૦ પગ ચઢાવી બે હાથ આકાશ તરફ ઊંચા રાખી–સૂર્ય સામે દૃષ્ટિ લગાડીને–એવા ઉલ્લેખ સજઝાયમાં છે.]
આવા સમયે ભગવાન રાજગૃહી નગરીનાં ગુણશીલ ઉદ્યાનમાં સમેસર્યા તે જાણુને શ્રેણિક રાજા મેટા આડંબરપૂર્વક પ્રભુને વંદન કરવા નીકળ્યા છે. મુનિને આ ઉગ્ર તપ તપતાં જોઈ શ્રેણિક મહાસજા હાથીની અંબાડી પરથી નીચે ઉતર્યા પ્રસન્નચંદ્ર રાજર્ષિને વંદન