________________
ચેતન તું એકાકી રે
૨૬૭ જ જવું પડેલું. તેના શરીર પર મરણ વખતે એક દેર પણ રહ્યો ન હતા.
શાન્ત સુધારસમાં શ્રી વિનયવિજયજી મહારાજા જણાવે કે જેમ નમિ રાજાએ એકતવ ભાવના ભાવતા સંસાર છે હતો તે તું પણ એકત્વ ભાવના ભાવ
- ચેતન તું એકાકી રે – મિથિલા નગરીમાં નમિ નામને એક રાજા થઈ ગયો. અનેક રાણીઓને પરણેલા છે તેને સુખ સંપત્તિનો કઈ પાર નથી.
અચાનક આ નમિ રાજાને શરીરે દાહ ઉપ–ભયંકર રોગઅશાતા વેદનીય કર્મના જબરજસ્ત ઉદયે શરીર રોગોનું ઘર બન્યું. આખું શરીર બળ્યા કરે છે. ખંજવાળ પણ બહુ આવ્યા કરે. કઈ ઉપાયે શાંતિ થતી નથી.
મહિના પર મહિના વીતવા લાગ્યા. વૈદ્ય હકીમ જેણે જે ઉપાય બતાવ્યા તે અજમાવ્યા રાણીઓએ રાજાને શરીરે ચંદનનું વિલેપન શરૂ કર્યું. કોઈ હાથે, કેઈ પગે, કઈ માથે એ રીતે ચંદનનું વિલેપન કરતાં રહે છે. તે વિલેપન થકી ઠંડક થતાં સંતાપ શમ્ય અને નમિરાજાને ઉંઘ આવવા લાગી.
નિરવ શાંતિમાં શણુઓના હાથમાં પહેરેલા કંકણના અવાજે વડે ઉંઘમાં ખલેલ પહોંચે છે. રાજાને માંડ ઉંઘ આવે ત્યાં કંકણનો ખખડાટ અશાતા ઉભી કરે. રાજા ગુસ્સે થઈ ગયા ખખડાટ સાંભળી. “કાઢી નાખે આ કંકણ ને
રાણી કહે સ્વામીનાથ! શું પરણ્યા પછી કંકણ નીકળે? આ તે સૌભાગ્ય કંકણ કહેવાય, છતાં ઉંઘમાં બહુ વિક્ષેપ થતો હોય તે માત્ર એક કંકણ હાથ ઉપર રાખી બીજાં બધાં કંકણ કાઢી નાખીએ.
રાજાને તે ઉંઘ આવી ગઈ. જાગ્યા ત્યારે પૂછયું શું બધાં કંકણ કાઢી નાખ્યાં ! રાણી કહે ના કંકણ તે છે પણ એક જ છે માટે અવાજ થતો નથી. આટલા શબ્દોની રાજા પર જાદુઈ અસર થઈ.
એક છે માટે શાંતિ છે- અનેક છે ત્યાં કે લાહલ છે.”
“એક શબ્દ નમિ રાજષી એકત્વ ભાવનામાં સરી પડ્યા. સમજાઈ ગયું તેને આમ સ્વરૂપ ચેતન તું એકાકી રે મહાભિનીક્રમણ કર્યું અને નમિ રાજર્ષિ થઈ ગયા પ્રત્યેક બુદ્ધ,