Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 366
________________ પરહિત ચિતા ૩પ૭ મિત્રો પૈસા ખરચીને ન મળી શકે તે તે સ્વયં જે આત્માએ માગે હોય તે જ આપણા મિત્ર બની શકે, અને એવા માગી આત્મા સાધુ મુનિરાજ જ હોઈ શકે, તેઓ જ પરમાર્થ ભાવે તમારા હિતની ચિંતા કરે છે. સાચો માર્ગ દેખાડે છે. જો કે અરિહંત પરમાત્મા સમાન પરમેચ્ચ મિત્ર તે કઈ જ ન બની શકે, પરંતુ સાધનાના માર્ગમાં સહાયક એવા સાધુ જ વર્તન માન કાલે મહાન ઉપકારી છે. તે જ સાચા ધર્મ મિત્ર છે અને હિંસા જુઠ-ચેરી–અબ્રહ્મ-પરિગ્રહ વગેરે પાપને માર્ગે જતા અટકાવનાર સાધુજન જ છે. કોધ-માન-માયા-લાભને માર્ગે જતાં બચાવનાર પણ તે છે. તેથી સાચા કલ્યાણમિત્ર સાધુ મુનિરાજ સિવાય કઈ હોઈ શકે જ નહીં. તુલસીદાસજી કહે છે એક ઘડી આધી ઘડી આધી સે ભી આધ તુલસી સંગત સાધુકી હરે કટિ અપરાધ સાધુ સંતની છેડી સંગત પણ આત્માનું કલ્યાણ કરે છે અને ઘણાં અપરાધમાંથી બચાવે છે. શ્રી ગૌતમ સ્વામીના ઉપદેશ થકી એક ખેડૂત પ્રતિબંધ પામે. તુરંત વૈરાગ્ય મય બની તેણે દીક્ષા અંગીકાર કરી. શ્રી વીર પ્રભુના દર્શનાથે ચાલ્યા. ત્યારે ખેડુતે પ્રશ્ન કર્યો કે આપણે ક્યાં જવાનું છે ? ગૌત્તમ સ્વામી બા આપણ પરમકૃપાળુ પરમગુરૂને વંદન કરવા જઈ રહ્યા છીએ. ખેડુત ખુશ થઈ ગયો. વાહ! તમારા વળી ગુરુ! કેવા હશે એ ! મને મન અભાવ વધતો ગયો. જ્યાં સમવસરણ નજીક આવ્યું એટલે પેલા ખેડુત મુનિ બોલ્યા, આ તમારા ગુરુ ? જે આ તમારા ગુરુ મહારાજ હોય તે આ તમારે ઓદ્યો અને આ તમારી મુહપત્તિ, મૂકીને ખેડુત તે ભાખ્યા. ગૌતમ સ્વામીને પારાવાર આશ્ચર્ય થયું. ભગવંત કહે, સાંભળે ગૌતમ ત્રિપૃષ્ઠ વાસુદેવના મારા ભવમાં આ જીવ સિંહ તરીકે ફરતો હતો, ત્યારે મેં એનું જડબું ફાડી ચીરી નાખેલા તેથી તેને મારા પર છેષ છે. અને તે મારા સારથી તરીકે તેને આશ્વાસન આપેલું તેથી તારા ઉપર પ્રીતિ છે.

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402