________________
૩૧૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
-
-
-
-
-
-
-
(૩) વૈયાવચ્ચ :–શાસ્ત્રકારોએ આચાર્ય–ઉપાધ્યાય વગેરે દશ પ્રકારે વૈયાવચ્ચ કરવાનું વિધાન કર્યું છે.
ખરેખર વૈયાવચ્ચને ગુણ અપ્રતિપાતી કહ્યો છે. સેવાભક્તિથી અદ્ભુત નિર્જરા થાય છે. “જેમ પુષ્પચુલા સાદવજી કેવળજ્ઞાનને પામ્યા તેમ.”
(૪) સ્વાધ્યાય –સ્વાધ્યાયને અર્થ તે આત્મ કેન્દ્રી અધ્યયન થાય પણ તેના પ્રકારોની દષ્ટિએ વાચના–પૃછના-પરાવર્તના–અનુપ્રેક્ષા ધર્મકથા રૂપ સ્વાધ્યાય સુવિદિત છે.
ખરેખર સ્વાધ્યાયનું મહત્ત્વ કેટલું આંકયુ હશે કે સાધુની દિનચર્યાને અડધો ભાગ તે માત્ર સ્વાધ્યાયમાં જ મુકે. પ્રથમ અને અંતિમ પ્રહરમાં સ્વાધ્યાય ગોઠવ્યો છે.
માષતુષ મુનિને પૂર્વકૃત અંતરાયકર્મ ઉદયમાં આવેલું. જ્ઞાન ચડે નહીં ત્યારે ગુરુ મહારાજે માત્ર બે પદ આપ્યા.
मा रुष मा तुप કઈ પર રોષ ઠેષ કરીશ નહીં. કેઈ પર તેષ (રાગી કરીશ નહીં. માં દા માં તુ ગેખવા અને અર્થને અવધારવા જણાવ્યું છે. બાર—બાર વર્ષના પ્રયતન છતાં આટલું પદ યાદ ન રહ્યું અને ભાવતુu માતુષ કર્યા કરતા હતા.
૧૨ વર્ષ આયંબિલ સાથે સ્વાધ્યાય તપ કરતાં એક સમયે જ્ઞાનાવરણય કર્મ હટી ગયું, ઘાતી કર્મોની નિર્જરા થતા કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તે પણ સ્વાધ્યાયના બળે.
આપણે પણ નિર્જરા ભાવના ભાવતા ચિંતવીએ કે સ્વાધ્યાય થકી કરો કમ ચકચૂર' ને અદશ જ્યારે સિદ્ધ કરીશું?
(૫) ધ્યાન :-ચિત્તની એકાગ્રતા કે ચોગ નિરોધ તે દયાન ધ્યાનાકનના દ્યતે જર્મ: થાન રૂપી અગ્નિ વડે કર્મ બળે છે. એટલે ધ્યાન તપ ને કર્મ નિર્જરાનું શ્રેષ્ઠ સાધન માન્યું.
છદ્મસ્થને એક અંતમુહૂર્ત પર્યન્ત ચિત્તની સ્થિરતારૂપ દેયાન હોય છે અને કેવળીને યોગ નિરોધરૂપ ધ્યાન હોય છે.
શુભ દયાનના પ્રભાવે ઈલાચીકુમારને કેવળજ્ઞાન થઈ ગયું.
ઈલાચીકુમાર નટ થઈ નેધારે બનીને નાચ કરે છે. મારા નાચથી રાજા ખુશ થઈને મને ધન આપે તે હું નટડીને પરણું. તેને ધન થકી નટડી સાથે જીવનના રંગરાગ માણવા છે. પણ રાજાએ નટડીમાં લેભાયો