________________
સગુ તારુ કોણ સાચું રે
૨પ૭
૦ ત્રસકાય :– વિકલેન્દ્રિય જી. ૦ બેઈદ્રિય વાળા જેમને ત્વચા અને મોટું હોય ૦ તેઈદ્રિય – તવચા–મુખ સાથે નાક પણ હોય. ૦ ચઉરિદ્રય – વરા–મુખ–નાક અને આંખ હોય.
આ જ તીવ્ર સુધા અને તૃષાની વેદના વડે ભટક્તા હોય છે. આહાર શોધતા શોધતા તેઓ પાણીમાં પડે અગ્નીમાં પડે અન્ય રસમાં પડે ત્યાં તેના પ્રાણ ચાલ્યા જાય છે.
પવન-વર્ષા કે વસ્ત્રને ઝપાટે મરણ પામે ચકલા, કાગડા કે સર્પાદિ વડે આ જીવોનું ભક્ષણ થઈ જાય, માણસ વડે સંઘાટ્ટન, કિલામણ કે મૃત્યુ આવે. મળમૂત્રમાં ઉપજવું અને મરવું સડેલા ધાન્યમાં દબાઈ જાય, તડકે તપાવાઈ જાય આ સ્થિતિમાં બિચારા જીવને બચાવનાર કોણ?
૦ તીર્થંચ પંચેન્દ્રિય – મત્સ્ય ગળાગળ ન્યાય મુજબ મેટા માછલાં નાનાને ગળી જાય, માછીમાર પડે, ખાબોચીયામાંકે ઉનાળામાં તરફડી મરે તેવા જળચરને કેટલું દુઃખ ભેગવવાનું ?
સ્થળચરો પણ વનમાં જાય, તરસ-ટાઢ, પવન–વર્ષાના દુઃખો પામે, ખાવાપીવાનુ ન મળે મેટા પશુ કે શીકારી મારી નાખે, કોઈ માંસાહારી કાપે–છેદે આ બધાં દુઃખાની યાતના રહે.
બેચરો–ઉડતા પક્ષીને પણ બીજા પક્ષી કે શિકારી દ્વારા મરવાનું દુઃખ, ઈડા ફુટી જાય વગેરે કેટલાંયે દુઃખ પડે ત્યાં તેમનું રક્ષણ કોણ કરે.
નરક ગતિમાં અને દુઃખ –
સુગ્રીવ નગરમાં બળભદ્ર રાજાને મૃગા નામે પટરાણી, તેને બલશ્રી નામે કુમાર હતો પણ તે મૃગાપુત્ર નામે જ પ્રસિદ્ધ થયેલ. યૌવન વયે પરણલે મૃગાપુત્ર એક વખત ગોખમાં બેસી તરફ નગરને નિરખે છે. ત્યાં ચેકમાં એક મુનિ જેયા મુનિને નિરખતાં નિરખતાં જાતિ સ્મરણ જ્ઞાન થયું. જ્ઞાન થતાં ચારિત્રની સ્મૃતિ તાજી થઈ એટલે માતા-પિતા પાસે દીક્ષા લેવા રજા માંગી.
માતાપિતા એ પૂછયું, બેટા તું દીક્ષામાં શું સમજે? તે તે કેવળ સુખ જ જોયું છે. તેને ચારિત્રમાં પડતા કષ્ટની શી ખબર પડે?
ત્યારે મૃગાપુને નારકની યાતનાનું વર્ણન કર્યું, માતા-પિતાએ
૧૭