________________
જેમ સંધ્યાના વાદળને રંગ
૨૩૩ યોગશાસ્ત્રનાં ચોથા પ્રકાશના કલેક પ૭માં જણાવે કે સવારે છે તે મધ્યાહને નથી અને જે મધ્યાહને છે તે રાત્રે નથી. ખરેખર સંસા૨માં પદાર્થોની અનિત્યતા જ છે. - અનાદિ કાળથી જીવ નિગોદમાં વસે છે. એક નિગોદ શરીરમાં સિદ્ધ કરતાં અનંત ગુણ જીવ છે તે બધાની પિતપોતાના કામણદેહ સંયુક્ત અવગાહના એક દેહમાં છે. એ રીતે સૂક્ષમબાદર નિગઢ જીવનાં દેહ તથા પૃથ્વીકાય વગેરે પાંચ રસ્થાવરથી સમસ્ત લોક આંતરા રહિત ભરેલું છે. પુણ્યની જોગવાઈ થાય ત્યારે ત્રસપણું પામે, ત્રસ એટલે વિકસેન્દ્રિયપણું પામ્યા તો વિકલેન્દ્રિયમાંથી પચેન્દ્રિયપણું મળવું મુશ્કેલ
કદાચ પુણ્ય ભેગે પંચેન્દ્રિયપણું મળ્યું છે તેમાં માનવ ભવ મળવો મુશ્કેલ, કદાપિ માનવભવ મળી જાય તો પણ આયુષ્ય-ચૌવન પરિવાર લક્ષ્મી એ બધું અનિત્ય છે. ક્ષણભંગુર છે તે ટકવાનું નથી.
આ બધાં કારણોસર કહ્યું છે કે જે સવારે છે તે બપોરે નથી, બપોરે છે તે રાત્રે નથી.
सर्वम् क्षणिकम् सर्वम् शून्यम् सर्व मनित्यम् ૦ આયુષ્ય : એક વિદ્યાથી M. Com. ર્યા પછી ૧૯૭૬-૭૭માં ગણિત અને અંગ્રેજી વિષય લઈ બી. એડ. કેલેજમાં ભણતો હતો. ખંભાળીયા ગામને રહેવાસી અલીઆબાડામાં પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા લેવાઈ. પ્રથમ વર્ગ સાથે પાસ થયે. વેકેશનમાં ખંભાળીયા ગયે ત્યારે એક વખત બગીચામાંથી ફરી સાયકલ પર આવી રહ્યો હતો. હજી તે વાત કરી રહ્યો હતો કે બીજી સેમેસ્ટરમાં પણ ફર્સ્ટ કલાસ લે છે આંકડાશાસ્ત્ર વિષય રાખવો જેથી ટકા પણ વધારે આવે.
એટલામાં તેને એક ઠોકર વાગી. પછડાય જમીન ઉપર સીધું માઈલ સ્ટેન સાથે માથું ભટકાયું. ત્યાં ને ત્યાં જ બ્રેઈન હેમરેજ થઈ જતાં તે વિદ્યાથી ખલાસ થઈ ગયો.
ગાયુ , તરતજ તારું – વાયુના તરંગથી ચાલતા પાણીના મજા જેવું આયુષ્ય પૂર્ણ થઈ ગયું. ક્ષણમાં દેખાઈ વિલિન થઈ ગયું. જેમ સધ્યાન વાદળને રંગ, જેમ ચંચલ ગજકાન
कुसग्गै जह ओस बिन्दुए थोब चिठ्ठइ लबमाणए ऐव' मणुआग जीविय' समय गोयम मा पमायण