________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
ઉત્તરાયન સૂત્રમાં શ્રી વીર પરમાત્મા ફરમાવે છે કે ઘાસના અગ્ર ભાગ પર રહેલ ઝાકળ બિન્દુ પવનના ઝપાટા આવ્યા નથી. ત્યાં સુધી જ ટકવાનું, તે રીતે માનવીનું જીવન (આયુષ્ય) પણ ઘાસના અગ્રભાગે રહેલા બિન્દુ જેવું છે. કયારે પૂર્ણ થશે તે ખખર નથી. માટે હું ગૌતમ. ક્ષણ માત્રના પણ પ્રમાદ કરીશ નહી. માટે હે જીવ તું આત્મહિત સાધી લે. ૦ સપત્તિ-વૈભવ :- विभवो नैव शाश्वतः વૈભવ કે સ*પત્તિ પણ શાશ્વત નથી.
૨૩૪
ઠાર ત્રેહ પામરના નેહ જ્યુજી એ યૌવન રગરાળ રે ધનસપદ પણ દીએ કારમીજી જેહવા જળ કલ્લોલ રે
જય સેામ મુનિજી સાયમાં જણાવે છે કે જેમ ઝાકળની ચીકાશ અને પામર પ્રેમ ટકતા નથી એ રીતે આ યુવાનીના રંગની મસ્તી ટકતી નથી અને સમુદ્રમાં ઉઠળતા પાણીના લેાલની જેમ ધન સ`પત્તિ પણ સ્થિર નથી.
લક્ષ્મી ચાહે સંપત્તિની હાય, શરીરની હાય કે યૌવનની હાય તે ક્ષણભંગુર છે.
તે લક્ષ્મી કુલીનમાં કે ધીરમાં, પતિમાં કે મુમાં, સુરૂપ કે કુરૂપમાં, પરાક્રમી કે ટાયરમાં, અધમી કે ધી માં, કંજુસ કે દાતારમાં કયાંય સ્થિર રહેતી નથી.
જગતનું લાંબામાં લાંબેા કાળ નભનારું સુખ અનુત્તર વિમાનમાં છે. ૩૩ સાગરાપમ સુધી સુખ-સુખ અને સુખ. છતાં આવુ સુખ પણ શાશ્વત નથી. ૩૩ સાગરોપમના કાળ પણ એક દિવસ પુરા થઈ જશે અને આ સુખ ચાલ્યુ જશે. તેમાં કોઈ શક નથી.
પુણ્યના યોગ હોય ત્યાં સુધી વૈભવ ટકે અરે કદાચ જીવનના અંત સુધી પણ ટકી જાય પણ છેલ્લે તા વૈભવ જવાના જ છે. આત્માની સાથે આવવાના નથી. આપણી નજર સામે રાજાઓના રાજ ચાલ્યા ગયા અને સાલીયાણા પણ નાબુદ થઇ ગયા−કઈક કરાડપતિએ રોડપતિ થઇ ગયા–અનેક કાર ફેરવનારા બેકાર થઇ ગયા અને દેશના ભાગલા પડયા ત્યારે બધુ... જ મુકીને ચાલતું થઈ જવાના પ્રસંગ આવ્યા, માટે ધન વૈભવની અનિત્યતા સમજી મમત્વ ઘટાડા તે જ ઉપાદેય માગ છે.