________________
જાણવા જેવું ઓછા ખર્ચે નકકર વિષયોનું પદાર્થ વિજ્ઞાનનું જ્ઞાન મેળવવા પશ્ચિમ જર્મનીમા વૈજ્ઞાનિક ગ્રેટેએ પોતાના પુસ્તકાલયમાં ૧૦,૦૦૦ હસ્ત લિખિત જૈન પુસ્તકો રાખેલા છે. તેઓ જૈન ધર્મના મહામંત્ર ‘નવકાર મંત્રીને આદર્શ ગણે છે. તો જૈન કુળમાં જન્મેલા એવા આપણે સર્વ દુ:ખનો નાશ કરનાર અને સ્થાયી સુખ આપનાર એવા સિદ્ધ પુરુષ મહાવીરના ધર્મને સમજપૂર્વક કેમ ન આદરીએ!
અહિંસા પરમો ધર્મ એ જૈન દર્શનનું મુખ્ય સૂત્ર છે. અહિંસાની છણાવટ જૈન સિદ્ધાંતોમાં છે એવી કયાંય પણ નથી. હિંસા અને અહિંસા સમજવા માટે જીવ અને અજીવની ઓળખ મેળવવી જરૂરી છે. એ માટે “છ કાય', 'નવ તત્વ' વિગેરે થોકડા વાંચવા અને ભણવાની તથા સમજવાની ખાસ જરૂર છે.
પઠમ ના તો ત્યાં એ જૈન સિદ્ધાંતનું મુખ્ય સૂત્ર છે. સત્ય જ્ઞાન અને સત્ય સમજણ વગર કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. જ્ઞાન મેળવ્યા પછી તેનું આચરણ કરવું એટલે કે કિયા કરવી જરૂરી છે. ક્રિયાથી જ આત્મસ્વરૂપનો અનુભવ થાય છે. વિનય એ જૈન ધર્મનું મૂળ છે. વિનય એટલે સરળતા સદાચાર અને ક્ષમા. તેના વિના આત્મામાં ધર્મ પ્રવેશતો નથી.
20