________________
મારો સફળ થયો અવતાર ધર્મનો છાંટો હોય, ભૂલે ચુકે એનું નામ સ્મરણ કે આચરણ કરેલું હોય, તો એ અવશ્ય ધારક બને છે. મૂંઝાયેલી મતિમાં મિત્ર બને છે. આત્માર્થીએ સાધના માટે વ્રત લેવા જરૂરી છે. પ્રાથમિક મોટકા વ્રત લેવાથી શરૂઆત કરવી.
- પરમેષ્ઠિને કરાતા નમસ્કારમાં એક એવી અજોડ તાકાત છે કે એથી પાપની બાદબાકી થાય છે. પુણ્યનું ગુણાકાર થાય છે. અને ખાસ વિશિષ્ટતા એ છે કે એથી ભવચ્છેદ થાય છે અને મુક્તિ નજદીકમાં લાવે છે.
શ્રાવકનાં બાર વ્રત જૈનના કોઈપણ ગચ્છ સંપ્રદાય કે પંથને આ વ્રત લેવાનું સ્વીકાર્ય છે એટલું જ નહીં પણ શીવ, બુદ્ધ, વેદાંત કે અન્ય મતવાદીઓ સુદ્ધાં આ વ્રતોમાં રહેલા તત્વોને બીરદાવે છે.
સાત વ્યસન નરકના કારણભૂત છે. (૧) જુગાર (સટો) (૨) માંસાહાર (માંસ, મચ્છી, ઇંડા) (૩) મદ્યપાન (દારૂ) (૪) વેશ્યાગમન (૫) શિકાર (૬) ચોરી (9) પરસ્ત્રીગમન. ૦ આ સાત વ્યસન તથા મહાઆરંભ; મહાપરિગ્રહ જે પણ નરકના કારણભુત છે. તેનાથી દૂર રહેવું, છોડી દેવું.
36