________________
મોટી ઉંમર તથા પાકટ અનુભવવાળા માટે
સરળ પચ્ચખાણ ટુંકમાં લેવાની સમજ
સમક્તિ અર્થાત સમ્યકત્વસહિત અહિંસા, સત્ય, પરિગ્રહ વિગેરે મૂળ વ્રતો તથા પર્યટન દિશા, ખાવા પીવા તથા વાપરવાની વસ્તુઓ, ધંધો વ્યવસાય વિગેરેની મુકરર મર્યાદા જે પહેલાં લીધેલ હોય, તેમાં નવેસરથી બની શકે તેટલો સંકોચ કરીને ફરીથી ચોક્કસ મર્યાદિત પ્રમાણ VERY LIMITED માં નક્કી કરી (અમુક સંખ્યા, નિંગ, અંતર, વજન, પ્રમાણ, જે રીતે સુગમ બને તે રીતે) તે ઉપરાંત પચ્ચખાણ લેવાથી બધા અવ્રત ટળે તથા યાદ રાખવાનું પણ સરળ બને.
ભૂલચક, માંદગી, રાજકીય કાનુન બાધા અને એવા અનિવાર્ય પ્રસંગો જે કવચિત બને તો તે રીતે આગાર રાખીને પચ્ચખાણ લઈ શકાય. કષાય અને મોહ ઘટાડવા સતત સાવચેત રહેવું.
• માનવ શરીરની ભઠ્ઠી, લોહી ભ્રમણ, પ્રદુષણ શુદ્ધિકરણની ક્રિયા, એકધારી રીતે સ્વયંસંચાલીત રીતે ઓટોમેટીક સો વરસ સુધી ચાલતી રહે, કેવી વ્યવસ્થિત કારિગીરી?
• અને ૫૦ વરસ પહેલાની ગુફતેગો વાયરલેસ તેજ ક્ષણે યાદ આવી જાય. કેવી કરામત! અજબ શોધખોળ!!!