________________
પચ્ચખાણ - પ્રતિજ્ઞા
ત્રસ અને સ્થાવર (છ કાય) જીવોની રક્ષા માટે અને આત્માના ઉત્કર્ષ માટે ઉપર મુજબ ધારેલા પચ્ચખાણ ૧ કોટી ન કરેમી કાયસા, ૩ કોટી ન કરેમી મણસા, વયસા, કાયસા, પચ્ચખાણમાં લખેલ કોટીએ લીધા છે.
ન
ખાવા પીવાના અને અન્ય પચ્ચખાણમાં ભૂલચૂક, ભેળસેળ, માંદગીમાં દવાના કારણે, ગાઢાગાઢ અને પરવશપણે મર્યાદા ઓળંગાય તેનું આગાર છે.
પરિગ્રહના પચ્ચખાણમાં ચલણની ફેરબદલી કે તેની રાષ્ટ્રિય કે આંતરરાષ્ટ્રિય કિંમતમાં વધઘટ થાય તો તેને અનુરૂપ મૂળ પચ્ચખાણને બંધબેસતી ધારણા કરવી; સમયના વહેણ પ્રમાણે સાધનોમાં ફેરફાર થાય, નવા નામોથી નવા સાધનો બહાર પડે એ કારણે મર્યાદા ઓળંગાય તેનો આગાર. મુદ્દો એક જ કે કરવું છે પોતાના માટે. જે વૃત્તિથી પચ્ચખાણ લીધેલ હોય તેને અનુરૂપ થઈને સાચવવું.
૪૯