Book Title: Aatmshuddhi
Author(s): Anandji Bhula
Publisher: Anandji Bhula

View full book text
Previous | Next

Page 191
________________ મેગ્નેશિયમ તત્વનો નાશ થઈ જતા લોહીમાં આ ખનીજનો અભાવ વર્તાય છે, જેને કારણે લોહી થીજી જતા ઘણી વ્યક્તિઓને રોગના હુમલા થાય છે.” ખેતી એ તો પ્રજાના સ્વાથ્યનો પાયો છે પણ એને તાત્કાલિકનફો કરવાનું સાધન બનાવાય ત્યારે ખેતી એક પ્રકારની લૂંટ બની જાય છે. ખેતી તો પવિત્ર વ્યવસાય છે, સંસ્કૃતિ સાથે સુસંગત હોવી જોઈએ. ઋષભ ભગવાન સંસાર નિયામક અવસ્થામાં ખેતી વિશે, સજીવ ખેતીની વાત કહી છે અને ભારતના લોકો સજીવ ખેતી કરી સમૃદ્ધ હતા. આપણે ભારતને સમૃદ્ધ અને સુદ્રઢ બનાવવા સજીવ ખેતીને મહત્ત્વ આપવું પડશે, કારણ કે ખેતી પ્રજાના સ્વાસ્થ, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો પાયો છે. ગાય વિગેરા પશુઓ બધી રીતે ઉપયોગી છે. દૂધ અને કુદરતી ખાતર પૂરું પાડી મનુષ્ય જીવનને જીવતદાન આપે છે. આપણે પણ એમને જીવતદાન આપવું જોઈએ. પશુધનની કતલ ન થવી જોઈએ. કતલખાના બંધ થવા જોઈએ. મું. સ. તા. ૧૭-૧૧-૯૩માં આવેલ લેખ કૃષિ ઉત્પાદનનો કો માર્ગ અત્યંત જોખમી”માંથી તારવીને. ૧૪૪

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196