Book Title: Aatmshuddhi
Author(s): Anandji Bhula
Publisher: Anandji Bhula

View full book text
Previous | Next

Page 178
________________ ૫ સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદાધીન પણ વીતલોભ જે. અપૂર્વ ૭ ફોધ પ્રત્યે તો વર્તે ફોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ ૮ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ કોધ નહીં, વંદે ચકી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અપૂર્વ ૧૩૧

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196