Book Title: Aatmshuddhi
Author(s): Anandji Bhula
Publisher: Anandji Bhula

View full book text
Previous | Next

Page 188
________________ સૂત્ર વચન - સુવાક્યો ૧ ઈંદ્રિય-સમૂહને આત્મા માનનાર બહિરાત્મા છે. આત્મસંકલ્પ-દેહથી ભિન્ન આત્માને સ્વીકારનારઅંતરાત્મા છે. કર્મ-કલંકથી વિમુક્ત આત્મા પરમાત્મા છે. ૨ શુદ્ધ આત્મામાં વર્ણ-રૂપ, રસ, ગંધ, સ્પર્શ તથા સ્ત્રી ગુરૂ, નપુસંક વગેરે પર્યાયો તથા સંસ્થાન અને સંહનન નથી. ૩ આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવાવાળો તથા પરકીય આત્મ વ્યક્તિરિક્ત ભાવોને જાણવાવાળો એવો કયો જ્ઞાની હશે જે “આ મારું છે' એવું કહેશે ? ૪ (સમ્યફ) દર્શન, શાન, ચારિત્ર તથા તપને જિનેન્દ્રદેવે મોક્ષનો - માર્ગ કહ્યો છે. નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારનો એ છે. ૫ જે પુણ્યની ઈચ્છા કરે છે એ સંસારની જ ઈચ્છા કરે છે. પુણ્ય સદ્ગતિનો હેતુ (જરૂરી છે, પરંતુ નિર્વાણ તો પુણ્યના ક્ષયથી જ થાય છે. ૬ જેનાથી તત્વનું જ્ઞાન થઈ શકે છે, ચિત્તનો નિરોધ સાધી શકાય છે તથા આત્મા વિશુદ્ધ બને છે, એને જિનશાસનમાં જ્ઞાન કહેવામાં આવે છે. ૧૪૧

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196