Book Title: Aatmshuddhi
Author(s): Anandji Bhula
Publisher: Anandji Bhula

View full book text
Previous | Next

Page 186
________________ પશ્ચાત્તાપ અને ક્ષમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં, તમારા કહેલા અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં, તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવાન! હું ભૂલ્યો, અથડાયો, રઝળ્યો અને અનંત સંસારની વિટમ્બણામાં પડયો છું. હું પાપી છું, હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું, નિરાગી પરમાત્મા! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે હું સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરૂં છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરૂં છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિનંદન સ્વરૂપ, ૧૩૯

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196