________________
* છઠ્ઠા સર્વવિરતિ ગુણઠાણાનાં લક્ષણ ૧૫ પ્રકૃતિને સોપશમાવે, તે ૧૧ પૂર્વે કહી તે અને પચ્ચખાણાવરણીય ૧ ક્રોધ, ૨ માન, ૩ માથા, ૪ લોભ, એવું ૧૫ પ્રકૃતિને કાંઈક ઉપશમાવે અને કાંઈક ક્ષય કરે તેને ક્ષયોપશમ સમક્તિ કહીએ, ઢાંકે તો ઉપશમ, અને ક્ષય કરે તો લાયક સમક્તિ કહીએ, ત્યારે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નોકારશી આદિ દઈને છ માસી ત૫ જાણે, પ્રરૂપે, સ્પર્શે. તે વિષે ગૌતમ સ્વામીએ વંદના નમસ્કાર કરીને શ્રી ભગવંતદેવને પૂછ્યું: સ્વામીનાથ! તેને શું ગુણ થયો?” ત્યારે શ્રી ભગવંત દેવે કહ્યું“ + જઘન્ય તે જ ભવે મોક્ષ જાય, ઉત્કૃષ્ટ પંદરે ભવે મોક્ષ જાય. અહીં અવ્રત ટળ્યો અને સર્વવિરતિ થયો.”
* છઠ્ઠો પમત સંયતિ ગુણઠાણ પણ કહેવાય છે. + જઘન્ય ત્રીજે ભવે મોક્ષ જાય, ઘણા સંપઢાયવાલા માને છે.
૮૨