________________
જરૂરિયાત? જાહેરાત ઘેલછા?
“જેના વગર તમને નહિ ચાલે” એવા શબ્દો હતા એક મોંઘા માસિકના પાનાવાળી જાહેરખબરમાં, ઝવેરાત ખરીદવા.
ઝવેરાત વગર દુનિયામાં ઘણાં માણસોને ચાલે છે જ. એના વગર જીવી ન શકે એવું દુનિયામાં કોઈ નથી. છતાં જાહેરાતોથી માણસો ફસાય છે. કૃત્રિમ સાધનોને અપનાવે છે.
આધુનિક જીવનને વધુમાં વધુ કૃત્રિમ બનાવવાનું કાવતરું એ જાહેરાતો જ છે. આ વગર ન ચાલે, તે વગર ન ચાલે, અને પેલા વગર ન ચાલે.
સિનેમા વગરન ચાલે, રેડિયો વગર ન ચાલે, ટી.વી., વીડીયો વગર ન ચાલે, બંગલા વગર ન ચાલે, મોટર વગર ન ચાલે, પરદેશ યાત્રા વગર ન ચાલે, જરૂરિયાતો વધારવાની, ખર્ચ વધારવાની ઘેલછા, સાહેબી એનું મૂળ છે, ઝેરી મૂળ છે.
એથી ઉલટું સંતોષી અને સુખી જીવનનું રહસ્ય સાદાઈ છે એના વગર ચાલે જ નહિ, કોઈ બંધન નહિ, વ્યસન નહિ, આવશ્યકતા નહિ. સ્વતંત્ર.
કદાચ લઉખરો, જોઉ ખરો, ઉપયોગ કરૂં ખરો, પણ ગરજનો માર્યો નહિ. એના વગર ચાલે જ નહિં એવો પરાધીન તો નહિ જ.
34