________________
અગત્યની સુચનાઓ વ્રત લેનારે નિયમ અથવા ત્યાગના પચ્ચખાણ લેવા માટે જે કલમો આપેલી છે, તે પોતાની શક્તિ, સ્થિતિ અને સંયોગનો વિચાર કરી, તેમાંથી જેટલા પાળી શકાય, તે લેવા અને ન પાળી શકાય ત્યાં ચોકડી (૪) કરવી. શબ્દ, આંકડા વગેરે વધારવા કે ઘટાડવા જેવું લાગે, ત્યાં તેમ કરવું, પરંતુ, જે નિયમો લીધેલા હોય, તે અવશ્ય પાળવા. પહેલાં બધી ક્લમો વાંચી સમજીને પછી લેવાની શરૂઆત કરવી. સામાન્ય રીતે એક કે ત્રણ કોટીએ પચ્ચખાણ લેવાય છે. બે કોટી, છ કોટી, આઠ કોટીએ પણ લઈ શકાય છે.
પચ્ચખાણમાં ખાલી મૂકેલી જગ્યા ( ) છે. તેમાં જાવજીવ (જીવું ત્યાં સુધી)ના પચ્ચખાણ લેવા હોય તો ટૂંકમાં
જા.જી.” લખવું. ગુરુ અથવા વડીલો પાસે સમજીને પચ્ચખાણ લેવા વિનંતી.
સૌ પ્રથમ પહેલી ક્લમ, સમક્તિની બહુ અગત્યની છે. જૈન ધર્મ પ્રત્યે રૂચિ અને તે પ્રત્યે પગલું ભરવું, સત્ય હકીકત (Fact)ને સ્વીકારવી, આ એનું મુખ્ય ધ્યેય છે. જેને સત્ય વસ્તુનો સ્વીકાર કહો કે સમક્તિ અર્થાત્ સમ્યકત્વ કહો.
અનન્તદર્શી અને સર્વદર્શીની એક શક્તિ જેમણે પ્રાપ્ત કરી,