________________
-: ધર્મનાં બે પ્રકાર :જિન શાસનમાં મુખ્યપણે બે પ્રકાર કહ્યાં છે; આણગાર ધર્મ અને આગાર ધર્મ.
અણગાર ધર્મ એટલે સર્વ વિરતિ ધર્મ, જે પંચમહાવ્રતધારી સાધુ મુનિરાજ અખંડિત રીતે પાળે છે.
આગાર ધર્મ એટલે શ્રાવકનાં અણુવ્રત જે મહાવ્રતોની અપેક્ષાએ છુટછાટવાળા અને આદર્શ તથા આધ્યાત્મિક જીવન ઈચ્છુક ગૃહસ્થો માટે છે, જે “શ્રાવકના બાર વ્રત” તરીકે ઓળખાય છે; કે જેનું માર્ગદર્શન આ પુસ્તિકામાં આપેલું છે.
મહાવ્રતની અપેક્ષાએ અણુવ્રત નાના છતાં આ વ્રતો કર્મ સંહાર માટે અણુશસ્ત્રની ગરજ સારે છે. આ વ્રત લેવાથી પરિગ્રહ ઘાણી રીતે મર્યાદિત બને છે. અને મર્યાદિત જીવનથી ધર્મના સંસ્કાર આવે છે.