________________
શ્વાસોચ્છવાસ (આયુષ્ય સ્થંભ).
શ્વાસ પદ્ધતિ અંગેની જાણકારી સૌને જરૂરી છે. (સમ્યકત્વ સાથે પણ એનું સંબંધ છે.) શ્વાસ ધીરે ધીરે અને આસ્તેથી ઉડો લેવો. એટલે ૧પુરક બની શકે એટલો રોકવો એટલે ૨ કુંભક, જેથી હવા ફેફસામાં અને પાંસળીઓમાં પ્રસરે શ્વાસ લેતી વખતે પેટ અને છાતી ઉપસવાં જોઈએ. પદ્ધતિસરનું શ્વાસ લેવાથી ૪થી ૫ લીટર હવા ફેફસામાં જાય. અધુરા શ્વાસમાં ૧ થી ૧ાા લીટર જાય.
ઉચ્છવાસ અર્થાત્ રેચક એટલે શ્વાસ ધીરે ધીરે અને પુરો આસ્તેથી બહાર કાઢવો. પછી રોકવો એટલે રેચક કુંભક, આથી ફરી શ્વાસ લેવાથી શુદ્ધ હવા ફેફસામાં જવા સંપૂર્ણ અવકાશ
મળશે.
સામાન્ય રીતે બેઠા બેઠા એક મિનિટમાં ૧૫ થી ૧૭ શ્વાસોચ્છવાસ હોય જે તંદુરસ્ત ગણાય. એનાથી ઉત્તેજના કે વાસના પ્રગટ નથી થતી. ચાલતી વખતે ૧૮ થી ૨૦ હોય અને ક્રોધમાં ૪૦ થી ૬૦, વાસનાનાં આવેગમાં ૬૦ થી ૭૦ હોય છે. (વ્યવહારમાં સહજ સાવચેતી રાખો તો ઉગ સુધારી શકાય.)
વિપશ્યના કહો કે પ્રેક્ષાધાન થિયરી એક જ છે. ધ્યાન