________________
ગર્ભમાં રહેલું બાળક તેનું મો ખોલીને
શાંત ચીસ પાડે છે. તાજેતરમાં અમેરિકામાં ૩૮ મિનિટની સાઈલન્ટ સ્કીમ” નામની ફિલ્મ ગર્ભ હત્યા કરનાર તથા કરાવનારાઓને ઊંડું વિચારતા કરી દીધાં! પ્રચંડ જાગૃતિ આણી છે.
ગર્ભમાં રહેલું બાળક તેની હત્યા વખતે કેવી મોતની ચીસ પાડી ઉઠે છે તેનો વાસ્તવિક અને વિગતવાર અહેવાલ આ ફિલ્મ આપે છે.
ન્યૂયોર્ક શહેરના નામાંક્તિ ડૉ. નેથનસને આ ચિત્ર અંગે કહ્યું છે કે: “ગર્ભમાં રહેલું બાળક જેનો હજુ જન્મ પણ નથી થયો તે પણ માનવ સમાજનું એક સભ્ય છે જ. ગર્ભપાતની ટેકનોલોજીએ પ્રથમવાર આપણને બતાવ્યું છે કે ગર્ભહત્યા કરનાર તથા કરાવનાર “ખુનીઓ” છે! ગર્ભપાત કરનાર ડૉકટરનું જડસાધન ગર્ભાશયમાં રહેલા બાળકના ટુકડે ટુકડા કરી નાખે છે એ દ્રશ્ય ચિત્રમાં જોવા મળે છે. તે જોવાથી ખરેખર કંપારી છૂટે છે!”
ઉપર જણાવેલ દ્રશ્ય સાથે ફિલ્મ સાઈલન્ટ સ્કીમની શરૂઆત થઈ તે ૩૮ મિનિટમાં પૂરી થાય છે.
38