________________
પતન અને ઉત્થાન સજીવ અને નિર્જીવમાં, તેમની પ્રકૃતિમાં જે તત્ત્વ અનુક્રમે ગુણ સ્વભાવ અને પદાર્થ સ્વભાવ પ્રગટ અને ગુપ્તપણે રહેલા છે તથા તેમનામાં જે અનેકવિધ ગુણદોષો છે, શકિતઓ છે, તેનું મૂલ્યાંકન કરીને તેના ફળ સ્વરૂપે જીવ અર્થાત્ આત્માના ઉત્થાન માટે તેમના ભાવ અને ભેદનું નિરીક્ષણ કરી [છણાવટ કરી], પતનના માર્ગ પરથી ઉત્થાનના માર્ગ પર લઈ જનાર જે માર્ગ, જે ફરમાન, જે સત્ય, જે ધર્મ તે જૈન ધર્મ છે.
જૈન ધર્મના સિદ્ધાંત ત્રિકાળ અબાધિત છે. વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલા છે અને એટલે જ સત્યની ખોજ કરનાર વ્યકિતને માટે તે સિદ્ધાંતો એ અમૂલ્ય દર્શનરૂપ છે અને આત્માને આત્માના શુદ્ધ સ્વરૂપમાં લાવવા માટેનું સંશોધન કરેલ શુદ્ધ અને મુકિતમાર્ગદર્શક ભોમિયો છે.
જૈન ધર્મની માન્યતા પ્રમાણે દરેક વ્યકિત પોતાના આત્માનું કલ્યાણ પોતે કરી શકે છે. ઈશ્વર બની શકે છે. એમાં સ્ત્રી કે પુરુષનું, ગરીબ કે તવંગરનું, કાળા કે ગોરાનું કંઈ ભેદભાવ નથી, તેમજ એમાં પૈસા કે પરિગ્રહનું કોઈ સ્થાન નથી.
શ્રી વિતરાગ દેવે બોધેલો ધર્મ અને તેના સિદ્ધાંતો પોતાના ઉત્થાન માટે જે કોઈ વ્યકિતને પ્રિય છે, પ્રિય બનશે, તેની ઝંખના
30