________________
કરશે, તેને આરાધવા માટે ઉદ્યમવંત બનશે, તે પોતાના આત્માનું કલ્યાણ સાધી શકશે. આ રીતે અધ્યાત્મ દષ્ટિએ જે આરાધના કરશે તે કર્મરૂપી પાપના કલંકથી મુકત બનશે. પોતાનું નિજ સ્વભાવ મોક્ષ પ્રાપ્ત કરશે.
૧. મનુષ્યમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. ૨. કેટલાય કુટુંબ, સમાજ, સંઘમાં અહંકાર અને અપમાનના કારણે - તિરાડ પડેલી છે. ૩. જે આપઘાત કરવા પ્રેરાય છે તેને ધર્મના સંસ્કાર અથવા શ્રદ્ધા
નથી એટલે આપઘાત કરે છે. જેનું કોઈ આધાર નથી તેનું આધાર ધર્મ છે. એના શરણે જવાથી, સ્મરણથી વર્તમાન અને ભવિષ્ય સુધરી જાય છે. સંકટ સમયે કે કંટાળામાં ધર્મનું આસરો લેતા આશ્વાસન મળે છે, સંકટ દૂર થાય છે. ધર્મના નીતિ-નિયમોને વિચારી જવું.
31