________________
આવી જિંદગીઓની હાલત નિવારવા અને સુખી થવા માટેના માર્ગ તરીકે જીવનને આદર્શ પલ્ટો આપવા આ વ્રત વહીમાં નિયમો આપેલાં છે જે આદરવાથી ખચ્ચીત તમારી વર્તમાન અને ભાવિ જિંદગી સુધરશે.
મિતિ: અષાઢ સંવત ૨૦૪૮
આણંદજી ભુલા તારીખ: ૨૫મી જુલાઈ, ૧૯૯૨
(પ્રકાશક) દશમી આવૃત્તિની પ્રસ્તાવના - વ્રત નિયમ લેવા માટે સને ૧૯૭૧થી વપરાતી નવ આવૃત્તિની કુલે ૫૧,% થી વધુ પ્રતો, જૈન જૈનેતરોમાં વપરાઈ ચુકી છે. એજ એની પ્રસ્તાવના છે. સમજણપૂર્વક વ્રતનિયમ લેવાની ભૂમિકા આ વ્રત વહી પૂરી પાડે છે.
આ આવૃત્તિમાં જીવ અને આત્માના ભાવાર્થનું વિશ્લેષણ શબ્દાર્થના પાઠમાં આપેલું છે. પચ્ચકખાણના કમાંક નંબર ૨૫ અને ૨૬ તથા TUNE UP પાઠ નવા ઉમેરેલ છે. છેલ્લે ખોરાક અંગેની માહિતી આપેલ છે. સુધારા વધારા તથા કેટલોક ભાગ ઓછો કરેલ છે. આ આવૃત્તિને પણ સારો આવકાર મળશે એવી આશા છે. મિતિ: વૈશાખ સુદ-૧ સં. ૨૦૫૦ આણંદજી ભુલા તારીખ: ૧૧મી મે, ૧૯૯૪
(પ્રકાશક) 18