________________
૨૨: આભના ટેકા
પ્રભુજીનો વરદ ક૨ જેમ-જેમ મસ્તક ઉપર ફરી રહ્યો હતો તેમ-તેમ મેઘના હૃદય-વીણાના તાર રણઝણવા લાગ્યા. અમૃતનો સંચાર અનુભવવા લાગ્યા. મેઘ નવો અવતાર પામ્યા. જીવનની ધન્યતાનો અહેસાસ થયો.
શ્રુતસ્થવિર મુનિવરને મેઘમુનિ પ્રથમ દિવસથી જ સોંપાયા. ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાની તાલીમ શરુ કરવામાં આવી. મેઘમુનિની ગ્રહણશક્તિ અતિતીવ્ર હતી. ખૂબ જ જલદીથી તેઓ શિક્ષણ ગ્રહણ કરે છે તેવું સ્થવિર મુનિવરોને લાગ્યું.
દિવસ તો ક્યાંય પૂરો થયો તેની ખબર ન રહી. રાત પડી. પ્રતિક્રમણ થયું. સંથારાપોરિસી ભણાવાઈ. સાધુગણના વ્યવસ્થાપક વૃષભ મુનિવરે બધી વ્યવસ્થા કરી, તેમાં મેઘનું સંથારાનું સ્થાન, નૂતન મુનિ હોઈ ઠેઠ બારણા પાસે આવ્યું. આજનો આ અનુભવ પહેલીવારનો જ હતો. સંથારો થયો. સૂતાં, પણ નિદ્રા ? નિદ્રા ન આવી ! ક્યાંકથી અવાજ આવતો હતો. અલગઅલગ જૂથમાં બેસી મુનિઓ સૂત્રવાચના, અર્થવાચના, પૃચ્છના, પરાવર્તનારૂપ સ્વાધ્યાય કરતા હતા. ભલે બધા ધીમેથી જ બોલતા હતા પણ જેમ રાત ઠરે તેમ અવાજ મોટો લાગતો. આ અવાજથી નિદ્રા વેરણ બની. અધુરામાં પૂરું જે મુનિઓ લઘુશંકાએ જાવ-આવ કરે તે બધાના પગ, કાં તો કોણીએ અડે, કાં પીઠને અડે, કાં પગ પર પડે. વારંવાર બેઠાં થઈ જવાતું. મન વિચારે તો ચડ્યું પણ પછી આહટ્ટ દોટ્ટ ચિંતવવા લાગ્યું; નબળા વિચારે ચડ્યું. અરે ! આ એ જ મુનિવરો છે જે મને પહેલાં બોલાવતા હતા, ધર્મચર્ચા કરતા હતા ! આજે જાણે ઓળખતાં જ ન હોય તેમ, પગથી કોણીએ, પીઠમાં અને પગમાં તેઓ ઠેસ પહોંચાડે છે. મનમાં પણ એની ઠેસ લાગી. હું તો હવે સવાર પડે કે તરત પ્રભુ મહાવીરને પૂછી ઘેર ચાલ્યો જઈશ.
રાત ક્યારે પૂરી થાય ને સવાર ક્યારે પડે ! ઉપવાસ લાગ્યો હોય અને જેમ સવારની રાહ જુએ તેમ મેઘે જેમતેમ રાત પૂરી કરી. વહેલી સવારે પ્રભુ પાસે હાજર થયા.
પ્રભુ કેટલા કરુણાવંત છે ! કહોને કે પ્રભુની કરુણાના કોઈ કિનારા જ નથી. પ્રભુએ મેઘને તો નબળી વાત કહેવાનો મોકો જ ન આવવા દીધો ! મધુર અવાજે પ્રભુ વદ્યા : મેઘ ! શું રાત્રે ઊંઘ ન આવી ? સાધુઓના પગની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org