Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 149
________________ ૧૪૮: આભના ટેકા હવે મારે જવાનું પ્રયોજન શું? એક જમાનો હતો, સંસ્કારનું પચાસ ટકા શિક્ષણ તો ઘરમાંથી જ મળતું. બાળક છ-સાત વર્ષનું થાય પછી જ એને નિશાળે મૂકાતા. આજે બધું બદલાઈ ગયું છે. બે ત્રણ વર્ષની નાની વયેતો નિશાળે મૂકી બાળકને બંધનમાં બાંધી દેવામાં આવે છે. એથી બાળક ઘરથી અને મા-બાપથી વિખૂટું થાય છે. અમેરિકાના પ્રવાસે નીકળેલા એક સમીક્ષકે ત્યાંની પરિસ્થિતિનું બારીકાઈથીનિરિક્ષણ કર્યા પછી એનું કારણ શોધવા પ્રયત્ન કર્યો કે ત્યાંના અને અહીંના માબાપની લાગણીમાં તફાવત કેમ છે? એના અનુસંધાને એક ચોટદાર (કે ચોટ લાગે એવો!) બનાવ ટાંક્યો છેઃ દીકરો ઑફિસમાં હતો. ફોન આવ્યો કે : પિતા બિમાર છે, સિરિયસ છે, તમે આવો. રીસિવર મૂકાઈ ગયું. દીકરાએ ઑફિસમાંથી જ ડૉકટરને ફોન કર્યો તમારી તાકીદે જરૂર છે; મારા પિતા માંદા છે. એમને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરો. અને હૉસ્પિટલના ત્રીજા માળે, આઠમા વૉર્ડમાં, ૨૩ નંબરની રૂમમાં એમને દાખલ કરવામાં આવ્યા. ટ્રીટમેન્ટ શરૂ થઈ. પુત્ર તો પોતાના કામમાં પરોવાઈ ગયો. હૉસ્પિટલ જવાનો એનો વિચાર હતો પણ, આટલું કામ પતાવીને જઈશ, એમ ધારી એ ઑફિસમાં જ કામ કરતો રહ્યો. એટલામાં હૉસ્પિટલમાંથી ફોન આવ્યો; પિતા અવસાન પામ્યાના ખબર હતા! પુત્ર વિચારમાં ડૂબી ગયો: પિતા હવે રહ્યા નથી, મારે ત્યાં જવાનું પ્રયોજન શું? શબવાહિનીની વ્યવસ્થા માટે વળતો ફૉન કર્યો, સાથે જણાવ્યું. એમના અંતિમ સંસ્કાર પણ પતાવી દેજો અને જે બીલ થાય તે મને મોકલી આપજો. આ કોઈ કાલ્પનિક કથા નથી, વાસ્તવિક ઘટના છે. તેઓને આ બાબતનો કોઈ રંજ પણ હોતો નથી. લાગણીના કોઈ તંતુ ત્યાં રહ્યાં નથી. સંશોધન કરતાં એ ભાઈને જણાયું કે, ત્યાં નાનપણથી જ બાળકને વાત્સલ્ય મળતું હોતું નથી. સીધોસાદો નિયમ છે જેને જે મળ્યું હોય તે પાછું વાળે ! બાળક એકાદ વર્ષનું થાય એ પહેલાથી જ એને સૂવા માટે જુદો બેડરૂમ મળે. બાળકને પ્રેમ-હૂંફ મળ્યાં નથી એ બીજાને શી રીતે આપી શકે ? ઘર-નિશાળ-ધર્મ આ ત્રણે જગ્યાએથી સંસ્કાર-સિંચન થતું અને એમ જીવનનો પાયો નક્કર બનતો એ હવે બનતું નથી.] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186