Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 152
________________ આભના ટેકા: ૧૫૧ માટેના ઉપકરણો થયા તો પ્રભુના વચનો લખવાની કલમ પણ સોનાની જ બનાવાઈ. આટલા વર્ષે પણ એ બધી વસ્તુઓમાંથી ભક્તિની સુરાવલીની સરગમ સંભળાય છે ! એ દંપતિ તો આ નશ્વર દેહ છોડી ગયા પરંતુ આવા ને આવા, કાળનો કાટ ન લાગે એવા કામ કરવા આનાથી પણ વધારે સારા સ્થાને ગયા અને આ ઉપકરણો એવા જ બોધને વિસ્તારતા-પ્રસારતા રહ્યા છે. બહેનના દાગીનાનું શું થયું તેની તો ખબર નથી. નિર્મળ જળનો ધોધ રણની રેતમાં ભળે, સૂકાય અને જરા વારમાં તો વિલાઈ જાય. ભીની સ્લેટને તાપમાં રાખતાં તેની ભીનાશ પળવારમાં વરાળ થઈ ઉડી જાય એવું જ આ બધા વૈભવનું છે. પણ એ પાણીના બુંદને પ્રભુ-ભક્તિના સમુદ્રમાં ભેળવ્યું તો તે અક્ષય-અભંગ બની જાય છે અને એ સમજાવી દે છે કે -- પહેલાં પ્રભુજી, પછી હું. ગંદકીના ગાડવા જેવા આ દેહને સોનાથી શણગારીશું તો પણ તે પવિત્ર થવાનો નથી; જ્યારે પ્રભુ તો વધુ ને વધુ સોહામણાં લાગશે. પ્રભુની ભક્તિમાં અનેરો ઉછળતો ઉછરંગ આવશે. અને તે જ તો સાથે આવનાર છે. સદાય સાથ આપનાર છે. હોંકારો એ આપશે. માટે તેના તરફ વળીએ. ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186