________________
આભના ટેકા: ૧૬૫
જેના સ્પર્શ થાય આ સર્વ હેમ તે શ્રી હેમાચાર્યને હો પ્રણામ
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજના જીવનનો કથા-પ્રસંગ છે.
તેમની દીક્ષા સાવ નાની વયમાં થઈ હતી. નામ અપાયું હતું સોમચન્દ્ર મુનિ. હજી તો બાળપણ છે. સવારનો સમય છે. ગોચરી વાપરવાની ઇચ્છા થઈ.
એક વયોવૃદ્ધ મુનિ વીરચન્દ્રજી મહારાજ સાથે છોરવા પધાર્યા. નજીકના જ એક ઘરે પધાર્યા. સાવ સામાન્ય સ્થિતિવાળું ધનદ શેઠનું ઘર. સવારે-સવારે પાણીમાં ઘઉંનો લોટ ભેળવી અને તેમાં મીઠું(લવણ) ઉમેરી રાબ તૈયાર કરેલી હતી. - ઘરમાં પ્રવેશતાં ત્યાં પડેલા કોલસાના ચોસલાને હાથ અડાડી નાના મહારાજ સોમચન્દ્ર મુનિએ વૃદ્ધ મુનિવરને કહ્યું: “આમની પાસે આટલું સોનું છે છતાં આવા લોટવાળી રાબ જ પીએ છે !'
તેઓના હાથનો સ્પર્શ જેવો એ ચોસલાને થયો કે તરત જ તે સોનું બની ચળકવા લાગ્યું !
વણિક ગૃહસ્થની ચકોર નજર પામી ગઈ કે આ નાના મુનિવર ખૂબ જ પુણ્યવંત છે. તેઓના સ્પર્શમાત્રથી આ કોલસામાંથી સોનું બની ગયું.
ગૃહસ્થ બોલ્યા : “નાના મહારાજ! આપ આ બધાને આપનો હાથ અડાડોને ! આ બધાં ધન વડે આપના સૂરિપદ પ્રદાન સમારોહમાં લાભ લઈશ.
એ ઘટના પછી વિર સંવત ૧૧ ની સાલમાં અક્ષયતૃતિયાના શુભ દિને સૂરિપદ પ્રદાન અવસરે તેઓનું નામ શ્રી હે મચ દ્રસૂરિ મહારાજ રાખવામાં આવ્યું. 2.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org