Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 181
________________ ૧૮૦: આભના ટેકા ‘દિવસ - આ શબ્દનો અર્થ કેટલો વિસ્તરી શકે? વાત જસદણના આલા ખાચરની છે. આલા ખાચરના હૃદયમાંદાનની પાતાળગંગા સમી સરવાણી સતત વહેતી રહેતી હતી. યાચક આવ્યો નથી અને દાન દીધું નથી! સહજ રુચિવાળા જીવ જ્યારે દાન આપે ત્યારે લેનારને એનો ભાર લાગતો નથી અને દેનારનો હળવો થાય છે. આલા ખાચરની દાન-સરવાણી નદીનું રૂપ ધારણ કરે, આગળ વધતાં એનો ધોધ રચાય ત્યારે રાજ્યના દીવાનને ચિંતા થાય જ થાય! આમને આમ સતત દાનપ્રવાહ ચાલુ રહેશે તો તિજોરીનું તળિયું આવી જશે. રાજ કેમ ચાલશે? એકવાર એકાંત જોઈને દીવાને ઇશારો કર્યો : બાપુ! હવે તો હાઉં કરો ! આ તો વાચકો છે. રોજ-રોજ આવ્યા કરશે. આપ આપો છો એટલે આવે છે. બાપુ કહેઃ યાચક આવે છે એટલે હું આવું છું. દીવાન કહે : એ તો ગોળ છે તો માખી આવે જ ને! બાપુના સ્વભાવમાં દાન આપવાનું વણાઈ ગયું હતું. સ્વભાવને કારણની શી જરૂર? આપ્યા વિના ચેન ન પડે તેવો સ્વભાવ હતો. એક રાત્રે ડાયરો બરાબર જામ્યો હતો. છેક મોડે સુધી ચાલતો રહ્યો. છેવટે બગાસાએ તેડું મોકલ્યું અને ડાયરો વિખરાયો. આછાં અજવાળાં વેરતા દીવા ટમટમતાં હતાં. બાપુએ દીવાનને નજીક બોલાવ્યા: અહીં આવો તો ! જુઓ, આ શું છે? સેવક પાસે કપડું આવું કરાવ્યું જોયું તો ગોળનો રવો ! : બાપુ ! ગોળ છે ! આલા ખાચર કહે તો માખી કાં નથી? દીવાન કહે: એ તો દિવસ હોય ત્યારે આવે ! બાપુએ આ સાંભળતાં જ કહ્યું હું પણ એ જ કહું છું. મારા પણ દિવસો છે, તો યાચકો આવે છે! ચતુર દીવાન મર્મ સમજી મૂછમાં મરકી રહ્યા. બાપુને મનોમન પ્રણામ કર્યા. (‘આલા' અરબી ભાષાનો શબ્દ છે. “અવ્વલ” શબ્દ પણ એમાંથી બન્યો. આલા એટલે મોટો. આલા ખાચરે આ નામને પણ શોભાવ્યું !) a Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186