Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 183
________________ ૧૮૨: આભના ટેકા પ્રભાવના વારંવાર બાજુવાળા ભાઈને પૂછું છું કેમ! પૂજારીભાઈ દેખાતા નથી ? ક્યાં ગયા હતાં? સાસરે મજા કરી આવ્યા લાગો છો ! જુઓને ! મોં પણ લાલ-લાલ થયું દેખાય છે ! તમે ગમે તે કહો. નહાયાના વાળ ને ખાધાના ગાલ છાનાં ન રહે! હવે તો બોલો? હું જ એકી શ્વાસે બોલ-બોલ કરું છું. મોંમાં મગ તો નથી ભર્યા ને? અરે ભાઈ ! હું બોલું છું. મને બોલવા તો દો! જુઓ તમને ખબર તો હશે કે, કે.પી.સંઘવીના પાવાપુરીમાં પ્રભુજી ગાદીએ બેસવાના હતા એનો મોટો ઓચ્છવ હતો, બરાબર ! ત્યાં આપણાં સિરોહી પટ્ટાનાં બધાં મંદિરના પૂજારીઓને બોલાવ્યા હતા. જમાડ્યા. રાખ્યા. પછી બધાને મોટા-મોટા કવર આપ્યાં !” એમ ! ઘણું સારું કહેવાય ! સૌથી વધુ સારું એ કહેવાય કે, અમારા એક સાળા પણ સાથે આવ્યા હતા. તેઓ ઠેઠ જાલોર તરફના ગામમાં પૂજા કરે છે. આમંત્રણ ન હતું. જોવા આવ્યા હતા. તેમને પણ ખાલી હાથે જવા ન દીધા!” અરે ભાઈ ! બધી વાત તો સાંભળી. પણ તમે મગનું નામ મરી તો પડો? આપ્યું શું? આપ્યું શું એ પૂછો છો? અમને બધાને કવર આપ્યું.” અરે ભાઈ મારા ! કવર તો બરાબર છે પણ એ કવરમાં શું ભર્યું હતું એ તો પ્રકાશો! કહું, કહું !' કહેતાં તો પૂજારીનું મોં આખું ભરાઈ ગયું : “પૂરા અગીયાર હજાર !!” તમારા હાથમાં પહેલીવાર આટલા રૂપિયા આવ્યા હશે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186