Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 171
________________ ૧૭૦: આભના ટેકા એક સ્ત્રીના વેણે તાંબુ બને છે સોનું આખા ઘરમાં આજે એક જ રંગ ચોતરફ ફેલાયો છે. આવેલા તમામ સગાં-સ્નેહી અને સ્વજનોની જીભમાં જ નહીં આંખમાં પણ માત્ર ભવદેવ જ દેખાય છે સાથબીજું નામ નાગિલાનું ઉમેરાયું છે. પણ અત્યારે તો આદર્શ દિંપતીના નામની જેમ નાગિલા ભવદેવમાં સમાઈ ગઈ છે. એકશેષ થઈ ગઈ છે. તેને શું જોઈએ છીએ ! તે શું કરે છે ! હજી ગઈ કાલે જ લગ્ન થયા છે. ચોળેલી પીઠીની હળદરની સુગંધ વાતાવરણમાં મહેકે છે. ઘર તો એનું એ જ છે પણ કોઇક નવી વ્યક્તિની હાજરીથી એ પણ નવું નવું લાગે છે. આવેલા સ્વજનોનો ઉમંગ અને ઉમળકો આગિયાની જેમ ચારે બાજુ ઉડાઉડ કરતો અને ચળકતો દેખાય છે. ભવદવ તો કુળ અને દેશના રિવાજ મુજબ બંધ ઓરડામાં નવવધૂ નાગિલાને શણગારી રહ્યાં છે. યક્ષકઈમ કસ્તૂરી ગોરોચન અંબર જેવા સુગંધી દ્રવ્યોના દ્રાવણમાં મોરપીંછીના છેડા વડે નાગિલાના કપોલ પ્રદેશમાં પુષ્પવલ્લરીનું ચિત્રણ ચાલુ હતું. મુખ શોભા તો થઇ રહી હતી પણ એ ફુલવેલી ચિતરતાં ચિતરતાં જ નીચે ચિબુકની વચાળે જે લાલ તલ હતો તે ભવદેવને ખૂબ ગમતો હતો. તેના ફરતે ગોળ વલય રચવાનું મનમાં ગોઠવતા હતા. ત્યાં બહારના વરંડામાં કોલાહલ વધ્યો. ભવદેવના મોટાભાઈ ભવદત્તમુનિ બહારથી વિહાર કરીને પધાર્યા હતા. સગાં-સ્નેહીના હૃદયનો ઉમળકો મુખરિત થઈ ઉઠ્યો. પધારો...પધારો..એવા આવકારના અવાજ ગૂંજવા લાગ્યા. કોક બોલ્યું પણ ખરું, બધા સગાં-સ્વજન આવી ગયા હતા. આ એક બાકી હતા તે પણ આવી ગયા. ચાલો સારું થયું. પણ ભવદત્તમુનિના કાન આ વાક્ય સાંભળવા ક્યાં તૈયાર હતા ! તેમની આંખો તો આતુર નજરે ભવદેવને શોધી રહી હતી. પૂછી જ લીધું. ભવદેવ ક્યાં છે? ઘરના સ્વજનોએ બંધ ઓરડાના બારણે ટકોરા દીધા અને કહ્યું કે, ભવદત્તમુનિ પધાર્યા છે તમને બોલાવે છે? નાગિલાએ જ કહ્યું કે, તમે જઈ આવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186