Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 169
________________ ૧૬૮: આભના ટેકા નવું ફ્રોક ગામ નાનું હતું. ગામમાં નાની નિશાળ. નિશાળમાં બીજા ધોરણનો નાનો ઓરડો. સમય થયો એટલે ઘંટ વાગ્યો. ટ... ટન્... સાંભળીને નાનાં-નાનાં બાળકો વર્ગમાં ગોઠવાયા. શિક્ષિકા બહેન પણ આવી ગયાં. વર્ગમાં પ્રવેશતાં જ એમણે સ્નેહભરી નજરે બાળકોને જોયાં. એક છેડેથી જોતાંજોતાં એમની નજર એક બાળકી પર પડી અને અટકી. રોજની જેમ જ આજે પણ મેલું, ફાટેલું અને ટુંકું ફ્રોક પહેરીને એ બાળકી આવી હતી. રોજની જેમ આજે પણ શિક્ષિકા બહેન બોલ્યાં : કેમ આવું મેલું દાટ ફ્રોક પહેરીને આવી છે ? તારી મમ્મીને કહેજે, કાલે આવું ફ્રોક પહેરીને આવી છે તો વર્ગમાં પેસવા જ નહીં દઉં ! છોકરી બિચારી આવા કડવા વેણ સાંભળી, નીમાણા મોઢે હીબકાં ભરીભરીને રોઈ પડી. આંખમાંથી દડ-દડ આંસુ વહેવા લાગ્યા. એની પાસે આંસુ લુછવા રૂમાલ કે કોરું કપડું પણ ન મળે ! જેમ તેમ દિવસભર નિશાળમાં રહી અને વીલે મોઢે ઘેર ગઈ. મમ્મીની પાસે ફરી રોઈ પડી. બધી વાત કહી. મમ્મી પણ બિચારી શું કહે ? બીજે દિવસે સમય થયો. આ નાની નિર્દોષ બાળકી પણ નિશાળે ગઈ. એ જ મેલું ફ્રોક. બીજા બાળકો પણ પોત-પોતાની જગ્યાએ ગોઠવાયા. શિક્ષિકા બહેને એક પછી એક બાળકો ઉપર નેહ નીતરતી દૃષ્ટિનું પીંછું ફેરવ્યું. આ શું બન્યું ? એ જ મેલું ફ્રોક પહેરીને આવેલી બાળકી પર નજર ઠેરવી, જરા અવાજ કરી એને પાસે બોલાવી. બધાંને થયું કે હવે આનું આવી બન્યું. પણ બધાની પહોળી નજર વચ્ચે કાંઈ જુદું જ બન્યું. સ્હેજ બાજુ પર લઈ જઈ એ બાળકીને દીકરી જેવું વહાલ કરી, એનું જૂનું ફ્રોક ઊતરાવીને નવું નકોર ફ્રોક પહેરાવી દીધું ! એનાં વાળ સરખાં કરી એની જગ્યાએ બેસાડી આવ્યાં. નવા ફ્રોકમાં તો એ બાળકી એવી શોભી ઊઠી કે વર્ગના બધાં જ એને ટીકી-ટીકીને જોવા લાગ્યા, જાણે ધરાતાં જ ન હતા ! એને જૂએ અને વળી એક-બીજા સામે જૂએ ! અરે ભાઈ ! આ એ જ બાળકી છે. શું બદલાયું? અરે ! શું વાત કરો છો ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186