Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 177
________________ ૧૭: આભના ટેકા કરુણાજનનીના જાયાને સલામ જેસિંગભાઈની વાત પેલી ઘી કાંટા પાસે વાડી છે એ જેસિંગભાઈની....હા.... એ જેસિંગભાઇની વાત છે. બન્યું એવું કે ગાયકવાડ સરકારે વડોદરા જીલ્લાના તમામ ગામોની ગોચર ભૂમિમાં તે તે ગામના ઢોર-ઢાંખરને ચરવાનું બંધ કરાવ્યું. ત્યાં માત્ર ગાયકવાડ સરકારના પશુઓને ચરવાનું. આમ ચરિયાણ બંધ થતાં મહાજન જેસિંગભાઈ પાસે આવ્યું અને કહ્યું કે કાંઇક કરો.... ગામના ઢોર જાય ક્યાં? ચરિયાણ તો ગામનું છે. ગાયકવાડ સરકારની માતા તીરથ કરે છે તે જાણી જેસિંગભાઇ સાથે થઈ ગયા. જે ગામ જાય ત્યાંનો જમણવાર જેસિંગભાઈ તરફથી થાય. માતા કહે : આ શું ! જાત્રા હું કરું અને જમણવાર તમારા તરફથી ! જેસિંગભાઇ કહેઃ મા, આ બધું એક જ છે ને! મા પ્રસન્ન થયા, કહેઃ શું જોઈએ છે? જેસિંગભાઈ કહેઃ વડોદરા જીલ્લાના ગામોના ચરિયાણ છૂટા કરાવી દ્યો...બસ, આટલું જોઈએ છે ! " રાજમાતા કહેઃ માંગી માંગીને આ શું માંગ્યું? પછી કહે: ભલે! હા, રાજાને કહેવડાવી તરત તમામ ગામોની ગોચર જમીન ગામ માટે છૂટી કરાવી. મહાજનો ભેગાં થઈ આભાર માનવા આવ્યા તો કહે: આ તો મારો આભાર માટે માનવાનો થયો! દયાના કામ તો સામે ચાલીને કરવાં જોઈએ... પુણ્ય કમાવાની તક મળી ગણાય. મારે તો તમારો ઉપકાર માનવાનો થયો. આ લક્ષ્મી મૂંગા અબોલ જીવો માટે ખપમાં નહીં આવે તો ક્યારે આવશે? જેસિંગભાઇના હૃદયમાં દયાનો ઝરો ચાલુ જ રહ્યો. એ વહેણ સતત વહેતું રહે તે માટે આપણે પણ નાના-મોટા દયાનાં કામ કરતાં રહેવું જોઇએ. જૈનોના વૈભવ, ઐશ્વર્ય અને અમીરીનું મૂળ આ લોકોપકારમૂલક જીવદયા છે. મૂંગા અબોલ પ્રાણીની આંતરડી ઠરે અને તેમાંથી જે શુભાશીર્વાદ આવે તે ઐશ્વર્યને સ્થિર કરે છે. ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186