Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan
View full book text
________________
૧૭૪: આભનાટેકા
સોનું ઊંચામાં ઊંચું - રણકાર સાદો
ખેમો દેદરાણી
બલવત ભટ્ટી
વર્ષો પહેલાંની વાત છે.
હડાળા ગામની ભાગોળે થઈ મહાજનના ગાડાં જતાં હતા. સવારનો સમય હતો. મોં સૂઝણું થયું હતું. ખેમો લોટે જઇને પાછો વળી રહ્યો હતો. દૂરથી ગાડા ભાળ્યા. બેઠેલા માણસોને જોયાં તો ઉજળાં વરણના લાગ્યા. પાસે જઈને જોયું તો મહાજનના શેઠીયાવ હતા.
જય જિનેન્દ્ર' કરીને કહ્યું કે, “આમ કેણીમરથી ગાડાં હાલ્યા આવે છે !'
ગાડા ખેડૂએ કહ્યું કે, “આમ પાંચાળથી આવવાનું થયું છે, ને આમ આવે દૂર જવાનું છે.”
ખેમો કહે, ‘ગામમાં ઘર છે. એમ જ મહાજનનું ઘર ઓળંગીને મહાજનથી ન જવાય.' મહાજનમાંથી ઘરડા વડીલે પાઘડી ઊંચી કરીને કહ્યું કે,
અમે તો મહાજનના કામે નીકળ્યા છીએ. અંતરીયાળ આમ રોકાવું ન પાલવે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186