Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 173
________________ ૧૭૨ આભના ટેકા ભવદત્તમુનિએ પહેલીવાર ભવદેવ સામે જોઈને પૂછ્યું, કેમ, દીક્ષા લેવી છે ને? આટલા બધા મુનિઓની સામે મારા મોટાભાઈ ખોટા પડે તેવું કેમ થવા દેવાય ! પેલી સીમા ઉપાશ્રય સુધીની હતી. તે ભવદત્તમુનિના જીવન સુધી લંબાવી દીધી અને “હા” ભણાઈ ગઈ ! એ “હા” કેવી હતી તે કોને જોવી હતી ! અહીં તો “હા” એ મુહૂર્ત ! રાખ હાથમાં લીધી, નવકાર ભણ્યો, લોચ કર્યો, દીક્ષા થઇ ગઇ, સંયમ પાળે છે, સામાચારીનું પાલન થાય છે. માત્ર પચ્ચખાણ પાડતી વખતે દશવૈકાલિકની સત્તર ગાથાના પાઠ વખતે એક પદમાં જુદો પાઠ બોલે છે. મૂળમાં “ર સી મર્દ નો વિ અહં પિ તીરે' , એવો પાઠ છે. ભવદેવમુનિ કહે કે, એમ ખોટું કેમ બોલાય ! એ નાગિલા મારી છે અને હું તેનો છું! એવો જ પાઠ પોતે રોજ બોલે છે. પોતાના મનમંદિરમાં પધરાવેલી નાગિલાની ત્રિકાળ આરતી ઉતારાય છે. એના મનમાં તો ઓરડામાં બેઠેલી એ જ અર્ધશણગારેલી નાગિલા છે. એક દિવસ તો એ ઉગવાનો જ હતો. બાર વર્ષે એ દિવસ ઉગ્યો. ભવદત્તમુનિ સ્વર્ગવાસી બન્યા. ભવદેવમુનિ કોઈને કશું કહેવા પણ ન રોકાયા. સીધાં જ રાષ્ટ્રકૂટનગરના રસ્તે પડ્યા. પહોંચ્યા એ ગામના પાદરમાં ! શુકન સારા થયા. પનીહારીઓએ ગામના પાદરના કૂવેથી પાણીની ગાગર ભરી માથે મૂકી ઘર ભણી ચાલતી હતી ! ક્યારેક ત્રણ...ક્યારેક ચાર... સરખે સરખી ઉંમરની જતી હતી ત્યાં એક તરૂણી જેવી માથે ઘડો મૂકી ચાલવા લાગી ત્યાં જ ભવદેવમુનિએ પૂછ્યું, “આ ગામમાં નાગિલા રહે છે, તેનું ઘર ક્યાં આવ્યું!” “તમે મારી પાછળને પાછળ ચાલ્યા આવો, હું એ ભણી જાઉં છું.” ભવદેવને હૈયે ટાઢક થઇ. હાશ ! હવે એ ઘર મળશે એ નાગિલા પણ મળશે ! એક વળાંક આવ્યો ત્યાં વળીને એક ખડકી આવી. આગળ પાણીહારીને પાછળ મુનિ ! જેવા મુનિ ખડકીમાં પેઠા એટલે પાણીહારીએ ઘડો ઓટલે મૂકીને ખડકી અંદરથી વાસી. ભવદેવમુનિ જ્યાં ઉભા હતા ત્યાં આવી મુનિની ઢાળે જ ઉભા અને બોલ્યા, “હું જ નાગિલા છું, બોલો શું કામ છે !” મુનિ તો નાગિલાને પગના અંગૂઠાથી માથાની ઓઢણી સુધી નિરખી રહ્યા. પેલી મનમંદિરમાં વિરાજિત નાગિલાની મૂર્તિ ક્યાં અને પરમ તપસ્વિની મુદ્રામાં વિરાજતી નાગિલા ક્યાં ! દેહ કાંતિથી દીપતો હતો પણ માંસ લોહી નહિવત્ હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186