Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 167
________________ ૧૬૬: આભના ટેકા પ્રભુ દરિશન સુખ સંપદા બી. જાડા વિશાળ અને ગાઢ જંગલ હતું. ઘટાવાળા વૃક્ષોનો તો પાર નથી. એવા એક વૃક્ષની ડાળે માળો બાંધીને પોપટ અને પોપટી રહે છે. નાના-નાના ગરી ગયેલા ફળ આરોગે છે. જાંબુડાનાં ઊંચા ઊંચા વૃક્ષોના વચ્ચે આવેલા તળાવનું પાણી પીએ છે. આ પોપટ યુગલ તો ફરતારામ છે. એકબીજા સાથે પકડદાવ રમતાં હોય તેમ ઊડાઊડ કરતાં, એકવાર પાસેના જંગલમાં પહોંચ્યા. ત્યાં મનોહર સરોવર હતું. એની પાળ પરની ઓટલી પર એક નાનકડી દેરી જોઈ. દેરીના બે કમાડ ખૂલ્લાં હતાં. થાકેલી પોપટી એ કમાડ પર જઈ બેઠી. દેરીના ગર્ભગૃહમાં આછું અજવાળું હતું. વચ્ચે પીઠિકા પર ભગવાન ઋષભદેવની સૌમ્ય મૂર્તિ હતી. પ્રતિમાના ચહેરા પરના મલકાટ પર પોપટીની નજર પડી. આમ અચાનક નજર પડી અને મન મોહી ઊઠ્યું ! અહો ! આ ભાઈ કેવા રૂપાળાં બેઠાં છે ! સહેજે હલતાં પણ નથી ! અને મોં તો કેવું મલકે છે ! સુંદર દશ્ય જોયા પછી એ બીજાને કહેવાય ત્યારે જ ચેન પડે ! હજી આમતેમ ઊડતાં પોપટને અહીં આવવા, અવાજ દીધો : જો ને ! કેવું સરસ છે ! પોપટ આવી સામેના બીજા કમાડ પર બેઠો : સુંદર છે, પણ આ કમાડ પરથી દેખાય છે તેવું નહીં હોય! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186