Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 163
________________ ૧૬૨: આભના ટેકા કથાનું નિરીક્ષણ અને અર્થઘટન મહેમાનગતિ એ ઘરસંસારનો શણગાર છે. મહેમાનગતિનું કાર્યસ્ત્રીવર્ગના આધારે છે, કહો કે ઘરની આધારશિલા જ સ્ત્રીવર્ગ છે. સ્ત્રીની આંખમાં અમી હોય એટલે મનનાં સુખને એણે પોતાનું કર્યું અને તેના હાથમાં અમી હોય એટલે ઘરને પોતાનું કર્યું ગણાય. મહેમાનને ભાળી એ રાજી થાય અને મહેમાનને રાજી કરવા બધું જ કરે તો તે ઘર વખણાય. આ કથા ભલે લોકકથા છે, કલ્પિત છે પરંતુ તે આપણને કેટલું બધું કહી જાય છે ! એક દુહામાં કહેવાયું છે: ચઢતાં દિનનું પારખું, નિત આવે મહેમાન; પડતાં દિનનું પારખું, આંગણ ના'વે શ્વાન. અતિથિને જોઈને ઘરની સ્ત્રીવર્ગ રાજી થાય. પોતાની આવડત અને મહેમાનગતિની કળા પ્રગટ કરવાનો એક અવસર મળ્યો એમ પણ થાય. મહેમાનને પણ સંતોષ થાય. આ બધામાં ગૃહસ્થ જીવનની શોભા છે. પુરુષના લક્ષણોમાં એક એમ કહેવાયું છે કે : મોવત્તા પરિનને સત્તા ઘણાં ઉત્તમ સ્વભાવી પુરુષોની એવી રૂચિ હોય છે કે : “એકલ ખાવું ન લખીશ”. એકલા એકલા ખાવામાં ઘણાંને મનમાં શરમ આવતી હોય છે એ તો ઘણાને મોઢે સાંભળ્યું છે. આપણા દેશની સંસ્કૃતિ જ એ છે કે --આપણે ઘેર મહેમાન ક્યાંથી ! મહેમાન જોઈ આપણે રાજી થઈએ. શક્તિ પ્રમાણે એની આગતા સ્વાગતા કરીએ. વળી આપણે આવા ઘરમાં મહેમાન થઈને જઈએ ત્યારે યજમાને શું શું કરવું જોઈએ એનો પણ ખ્યાલ આવે છે. આપણે યજમાન હોઈએ ત્યારે તે ખ્યાલને ખપમાં લઈએ. આતિથ્યની વાત માંડી હોય ત્યારે કવિ દુલાભાયા કાગની મધમીઠી ગીતપંક્તિઓ અચૂક હોઠ પર રમવા માંડે : તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે કાગ' એને પાણી પાજે ભેળો બેસી જમજે રે તેને ઝાંપા સુધી વળાવવા જાજે રે... તારા આંગણિયા પૂછીને... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186