Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 161
________________ ૧૬૦ આભના ટેકા પણ શિરા માટેનું ઘી ક્યાં છે?' ઉગરચંદ કહે: ‘લાવો તપેલી. અબઘડી ઘી લઈ આવું.' તપેલી અને ઢાંકણું લઈ બહાર આવી : ‘તમે પોરો ખાવ, હું આ આવ્યો.” એમ કહી જોડાં પહેરી ડેલીનો દરવાજો ઠાલો બંધ કરી ઉતાવળે ગામ ભણી ચાલ્યાં. મહેમાનો વાતે વળગ્યાં. જરા વાર માંડ થઈ હશે, ત્યાં તો રસોડામાંથી બહેનનો રડવાનો અવાજ સંભળાયો. હીબકાં બંધ ન થાય! એકલી બહેન ઘરમાં આમ રડતી જાણી મહેમાનો વિમાસણમાં પડ્યાં. એકાએક શું થયું હશે? બે પ્રૌઢ એવા ભાઈઓ ઊભા થઈ ધીમે પગલે રસોડા પાસે ગયા. ઘરમાં કોઈ મરદ નથી અને આ એકલા બાઈ માણસ રડે છે. કારણ શું હશે? અચકાતાં અચકાતાં પૂછે છે : બહેન! કેમ રડો છો? પ્રશ્ન સાંભળીને ડૂસકાં વધ્યાં. ભાઈઓ ગભરાણાં : “બહેન, અમને કહેવાય તેવી વાત હોય તો કહો. કહેશો તો ઉપાય થઈ શકશે.” આગ્રહ વધ્યો એટલે બહેન કહે: “મને તમારો વિચાર આવે છે ને રોવું આવે છે.” “શું વાત છે કહો તો ખરા ! રોતાં રોતાં, સાડલાનો છેડો આડો રાખી બહેન કહે છે: “આ તમારા ભાઈ છે ને ! તે ઘીથી લસલસતો શિરો પીરસીને તમને બધાને જમાડશે. પછી તમે બધા જમી લેશો એટલે, આ ખૂણામાં જે સાંબેલું છે તે લઈને એકએક જણનાં વાંસામાં સાત વાર મારશે. તમે એવા સુંવાળા છો કે સાંબેલાનો એક ઘા પણ કેમ ખમી શકશો એ પ્રશ્ન છે. આ તો સાત સાતની વાત છે, કેવી મુસીબત ગણાય ! આ વાત યાદ આવી એટલે મને રોવું આવે છે. ભાઈઓ ધીરે પગલે આવ્યા હતા, હવે ઉતાવળે પગલે ખાટલા પાસે જઈને બધાને કહે છે કે આપણે હવે અહીંથી જલદી જઈએ એમાં જ આપણું ભલું છે. સાંભળીને સડાકૂ દઈને બધા ઊભા થયા અને ડેલી ખોલી ચાલવા લાગ્યા. બાઈ મોટો મોટે અવાજે બોલવા લાગી : “ન જાવ, ન જાવ ! હમણાં તમારા ભાઈ આવશે અને તમે ચાલ્યા ગયા છો એ જાણી મને વઢશે, ધમકાવશે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186