Book Title: Aabhna Teka
Author(s): Pradyumnasuri
Publisher: Pathshala Prakashan

View full book text
Previous | Next

Page 162
________________ આભના ટેકા: ૧૬૧ પણ મહેમાનો એ કાંઈ સાંભળવા થોડાં ઊભા રહે? એ તો એક હાથે ધોતિયાની પાટલી અને બીજે હાથે પાઘડી સંભાળતાં ઉતાવળી ચાલે, ઊભી બજારનો રસ્તો છોડી બીજે રસ્તે ચાલવા લાગ્યાં. આ બાજુ ઉગરચંદભાઈ ઘી ભરેલી તપેલી સંભાળતાં આવી પહોંચ્યાં. ડેલી ખૂલ્લી પડી હતી. અંદર પગ મૂક્યો ને જોયું તો ખાટલાં ખાલી ભાળ્યાં! મનમાં ફાળ પડી. બાઈને પૂછ્યું તો તે કહે: ‘તમે કેવા ને કેવા પરોણા લઈ આવો છે ?' કેમ? શું થયું? ‘થાય શું? તમે તો ગયા! મહેમાનો બધાં ઊભા થઈ ઘરના ઓરડામાં ફરવા લાગ્યા. ત્યાં આ ખૂણામાં પડેલું સાંબેલું જોયું ને કહે આ સાંબેલુ ખૂબ ઘાટીલું છે અમે લઈ જઈએ. તમે હા કહો તો જ અમે જમવા રોકાઈએ. મેં કહ્યું કે એ કેમ બને? આ સાંબેલુ તો મારા પિયરથી લાવેલી છું. એ હું ન આપું. ભાઈઓ આ સાંભળીને ચાલતા થયા.” ઉગરચંદ કહે: અલી ગાંડી! આવું તે કરાતું હશે? કેવા સારા માણસો છે. આમ બોલાવવા જઈએ તો આવે ય નહીં.' નિર્દોષ ભાવ લાવી બાઈ બોલ્યાં : “એવું હોય તો તમે સાંબેલું આપી આવો ને જમવા બોલાવી લાવો! ઉગરચંદભાઈ સાંબેલુ લઈ ડેલી બહાર આવ્યાં. ધૂળમાં સગડ જોઈ રસ્તો પકડ્યો. ત્યાં થોડે દૂર મહેમાનોને ધીમી ગતિએ જતાં ભાળ્યા. મોટે મોટેથી બૂમ પાડી : “અરે ! આ સાંબેલુ તો લેતા જાવ !” મહેમાનો આગળ અને ભાઈ પાછળ. તડકામાં ચળકતાં સાંબેલા સાથે ઝડપથી આ તરફ આવતાં એ ભાઈને મહેમાનોએ જોયાં! મહેમાનોએ ઝડપ વધારી. અંદર અંદર બોલવા લાગ્યાં: “બાઈ કહેતી હતી તે સારું લાગે છે. કાંઈ ખાધું નહીં, પીધું નહીં ને આ તો સાંબેલું મારવા દોડ્યા આવે છે. એ બધાં જલદી ગામ ભેગાં થઈ ગયા. સાંબેલુ ઉંચકી દોડવાથી ઉગરચંદ થાકીને હાંફી ગયા. અટકી ગયા અને પાછા ઘર ભેગા થઈ ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186