________________
૩૬: આભના ટેકા બત્રીસ ભાગ કરીને પુત્રવધૂઓને આપી દીધાં હતાં. સાંભળીને રાજાને થયું : આવી સમૃદ્ધિ, વૈભવ છે, તો જોવા જવું જોઈએ.
મગધસમ્રાટ સામે ચાલીને ગયા હોય તેવા દાખલા ત્રણેક માત્ર છે. તેમાં એક તે આ, ભદ્રાને ત્યાં જવાનો દાખલો છે. ભદ્રાએ આમંત્રણ પાઠવ્યું. રાજાને પૂરા દોરદમામ સાથે આવકાર્યા. રાજા શ્રેણિક અને ચેલ્લણા રાણી સાથે છે. એક-એક માળ ચડે છે અને આંખ પહોળી થતી જાય છે, મન ઓવારી જાય છે. ચાર માળથી ઉપર ન ચડી શકાયું. શાલિભદ્રને નીચે બોલાવવાની ફરજ પડી. બોલાવવા કોણ જાય? એ કામ તો ભદ્રા શેઠાણી જ કરી શકે ! ગયા. વેઢમીમાં કાંકરો આવે તેવું લાગ્યું ! વણજમાં શું પૂછો છો ? ઠીક લાગે તે ભૂલ કરી, દામ ચૂકવી, વખારે મુકાવી દો ! ભદ્રા મૂંઝાયા. શું કહેવું? આવું ન કહેવું પડે તો સારું, પણ હવે ઉપાય નથી. કહેઃ આ રાય કરિયાણું નથી. આ રાય તો રાજા શ્રેણિક છે. મગધ દેશના માલિક છે. આપણા સ્વામી છે. તેઓ આવ્યા છે. ચાલો ! થોડી વાર માટે આવો! મન ઉદાસ થઈ ગયું ! પુણ્ય ઓછાં પડ્યાં?
પૂર્વે સુકત નવિ કીધાં, સુપાત્રે દાન નવિ દીધાં, તેને કારણે રે હજી અમારે માથે નાથ છે!
મન વિના આવ્યા. શ્રેણિક તો શાલિભદ્રનું રૂપ, સૌંદર્ય અને લાવણ્ય જોઈ જ રહ્યા ! આવું દેવતાઈ રૂપ તો સમવસરણના દેવોમાં પણ દીઠું નથી. દેહ મનુષ્યનો અને સૌંદર્યદેવતાઈ ! મોં પરની રેશમી કુમાશ અને રૂપમાધુર્યને ચલ્લણા પણ અપલક નેત્રે નિહાળી રહ્યાં. આંખો ચોળવા લાગ્યાં. આ શું જોઉં છું ! આવું નેત્રદીપક દેહ સૌંદર્ય અને લાવણ્યભરપૂર રૂપ આ પૃથ્વીલોક પર જોવા મળવું દોહ્યલું છે. વહાલ વરસાવવા રાજા શ્રેણિકે ખોળે બેસાર્યા પણ ક્ષણમાં તો શાલિભદ્રના મુખ પર મોતી જેવાં પ્રસ્વેદ-બિંદુ બાઝવા લાગ્યાં ! માતા ભદ્રા કહે : માણસનો સંગ સહી શકતા નથી; અહીંનું પાણી પણ પીધું નથી. આપ સત્વરે રજા આપો.
શાલિભદ્ર ઉપરના માળે ગયા. એક એક શ્રેણિ ઉપર ચડતા, ચડતા જ ગયા ! નીચે ક્યારે ય ન ઊતર્યા. સંકલ્પ થઈ ગયો. આવું આશ્રિત જીવન ન જોઈએ. આત્માની સ્વતંત્રતા પર તરાપ છે. લોખંડની બેડીમાંથી તો ઝાટકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org