________________
આભના ટેકાઃ ૩૫ પત્ની, એક એકને માટે ત્રણ પેટી. તેત્રીસ તરી નવ્વાણું. પૂરી સો યે નહીં અને અઠ્ઠાણું ય નહીં! વસતા તો હતા મનુષ્યલોકમાં પણ, ચોમેર છલકાતા વૈભવ અને ઐશ્વર્ય તો પૂરેપૂરા દેવતાઈ જ ! આવો વૈભવ તો મળે, પણ સાથે એને જીરવવાની શક્તિ તો જોઈએ ને ! ક્યારેક તો દેખેલું ઐશ્વર્ય પણ જીરવાતું નથી !
ઘટના બને છે તો ઊંડાણ-વિસ્તારનો અંદાજ આવે છે. એક ઘટનાની કાંકરી તળાવમાં પડે છે તેથી તે સીધી તળીયે જઈને બેસતી નથી. એ પહેલા તો તેનાં અનેક વલયો, વર્તુળો રચાય છે અને કાંઠા સુધી તે વિસ્તરે છે.
રત્નકંબલના વેપારી પાસેથી સોળ રત્ન-કંબલ લેવાની એક સાદી ઘટના. તેના પડઘા કેટલા લંબાયા? મગધસમ્રાટ શ્રેણિકની રાજગૃહીમાં તો, અનેકાનેક શ્રીમંત ગૃહસ્થો વસતા હતા. પણ શાલિભદ્ર એવા શ્રીમંત ગણાયા કે તેની પુત્રવધૂઓ આવા રત્નકંબલને પગલૂછણિયારૂપે વાપરીને નિર્માલ્યરૂપે નિકાલ કરતી હોય, એ અસાધારણ ઘટના હતી. રાજગૃહીમાં નવ્વાણું પેટીની વાત જાણીતી નહીં હોય, એમ લાગે છે.
ચલ્લણારાણીએ શ્રેણિકરાજા પાસે રત્નકંબલની માંગણી કરી; પરંતુ રાજાને એ જરૂરી લાગ્યું નહીં. જરૂરત અને ઇચ્છા વચ્ચેનો ભેદ જે સમજે છે તે સહજ રીતે સંતોષી બની શકે છે. રાણી, ગમે તેમ તો યે એક સ્ત્રી છે. તેની નજર જ્યારે શેરી વાળનારી બાઈ પર પડી અને તેની ઓઢણી રત્નકંબલની જોઈ, એટલે ખૂબ ખિન્ન થઈ. તેના રાણીપણામાં એક ગોબો પડ્યો. રાજાને કહેવા લાગી : તમારા રાજાપણામાં ધૂળ પડી. જુઓ તો ખરા ! તમે મને ના કહી દિીધી અને તમારી નગરીના વસાવાય આવું મોંઘું વસ્ત્ર પહેરે છે !
રાજાને પણ લાગી આવ્યું. વાતના મૂળ સુધી જવા જેવું લાગ્યું. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ તો શાલિભદ્ર શ્રેષ્ઠીને ત્યાંના નિર્માલ્યમાંથી સાંપડી છે ! હજી હમણાં તો એ વેપારી વેચવા આવ્યા હતા ત્યાં આ નિર્માલ્યય
બની ગઈ ! તો તો બોલાવો વેપારીને. પૂછો ! હોય તેટલી લઈ લો ! - પણ...વેપારી કહે : સોળ નંગ હતાં તે બધાં જ ભદ્રામાતાએ લીધાં. હવે નથી. રાજાએ કહેણ મોકલ્યું. ત્યાંથી પણ હાથ પાછા પડ્યા. આપ મંગાવો અને ના કહેવી પડે ! આ તો મરવા જેવું ગણાય ! એ જ વખતે સોળ કંબલના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org