________________
૧૩૪: આભના ટેકા હતું એટલે જે મળ્યું એ એટલા જ પ્રેમથી સ્વીકાર્યું. ચાલતાં ચાલતાં નદી કિનારે પહોંચ્યો. નિર્મળ પાણી વહી રહ્યું હતું. ખોબે ખોબે પાણી લઇ હાથમો ધોયાં. નદીની સ્વચ્છ રેતીમાં બેસી ખેસની ગાંઠ ખોલી, લોટ અને ગોળ, ભેગાં કરી, મસળી, થોડું પાણી ભેળવી, સાથવો બનાવ્યો.
મનમાં ભાવ ઊપજ્યો કે કોઇકને આપીને પછી જમું. ઊભો થઈને ચોતરફ જોવા લાગ્યો. ત્યાં દૂર એક તપસ્વી દીઠા. મોટેથી બોલાવીને આવકાર આપ્યો. હાથનો ઇશારો કરી પાસે બોલાવ્યા. એના ચિત્તના શુદ્ધ ભાવ જોઇ એનાથી આકર્ષિત થઇ મુનિરાજ પાસે આવ્યા. મૂલદેવે ગદ્ગદ્ સ્વરે “પધારો પધારો એવાં બહુમાન ભર્યા વચને સત્કાર કર્યો. પુલકિત મને અને રોમાંચિત શરીરે મુનિના પાત્રમાં સાથવો વહોરાવ્યો. મુનિએ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની વિમલધારા જોઇને એ ગ્રહણ કર્યો. આવો લાભ પામીને મુલદેવનું મન પ્રસન્ન થયું.
મૂલદેવનાં પુણ્ય જાગ્યાં હતાં. દેવસૃષ્ટિના સમ્યગદષ્ટિદેવ એના પુણ્યથી આકર્ષાયા. પ્રગટ થઇ કહ્યું, ‘મૂલદેવ! તારા અપાર ધૈર્યથી, નિરાભિમાન ઔદાર્યથી અને અનુપમ સૌજન્યથી હું ખુશ થયો છું, પ્રસન્ન થયો છું. તારા પર મને અત્યંત પ્રીતિ થઈ છે અને એને કારણે કાંઈક આપવા ઇચ્છું છું, પણ મારા પુણ્યની મર્યાદા છે તેથી માત્ર સોળ અક્ષરમાં તું માંગીશ તેટલું હું આપી શકીશ.” મુળદેવે કહ્યું,
गणियंचदेवदत्तं दंति सहस्संय रज्जं॥ (દેવદત્તાગણિકા હજાર હાથી અને રાજ્ય)
દેવ આ સાંભળી પ્રસન્ન થયાં; અન્તર્ધાન થયા.જોષીનું વચન સાચું પડશે એવા એંધાણ દેખાયાં.
વળતે દિવસે સવારે હજુ સૂર્યોદય થવાનો હતો તેવામાં તે નગરનો રાજા અકાળે, નિઃસંતાન મરણ પામ્યો હતો, તેથી રાજ્યના મંત્રી-પુરોહિત વગેરે સુલક્ષણી હાથિણી સાથે ફરતાં ફરતાં જયાં મૂલદેવ સૂતો હતો ત્યાં આવી છે પહોંચ્યા. પાસે આવીને હાથિણીએ સૂંઢ વડે મુલદેવ ઉપર અભિષેક કર્યો. મંત્રીએ ઉદ્ઘોષણા કરી, “આજથી અમારા રાજા આપ છો.' મૂલદેવ આંખ ચોળીને જાગીને જુએ છે, ત્યાં તો બધું પલકવારમાં બની ગયું. મનુષ્યનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org