________________
આભના ટેકા: ૧૧૧ આ વિષયનો સઘન અભ્યાસ આદર્યો. આ અભ્યાસથી એ વિષયની નવીનવી દિશા ઊઘડતી ગઈ. રાજા-મહારાજાઓ પાસે કેવાં રત્નો હોય, વિશ્વમાં આવા રત્નોના વેપારીઓ ક્યાં હોય; આવા રત્નોનું લીલામ ક્યાં અને ક્યારે થાય; બધી માહિતી એકઠી કરી. એની મોટી મોટી ફાઈલો તૈયાર કરી. દેશવિદેશના વેપારીઓ સાથે સંપર્ક કર્યો.
પૂરા દોઢ વર્ષની અથાક જહેમત અને અભ્યાસ પછી એ મણિની વિશિષ્ટતાઓની જાણ થઈ. એમાં રહેલા તેજ-પાણી-મૂલ્યની ભાળ લાગી. તે પછી નવ મહિના બાદ, જે સ્થળે લીલામ થતું હતું ત્યાં જઈને એ મણિનો વ્યાપાર કર્યો અને એ માટે એમણે સાડા ત્રણ કરોડ રૂપિયા મેળવ્યા!
આ એક જ ઘટના આપણને કેટકેટલાં ઈગિતો તરફ દોરી જાય છે?
જો એ ભાઈએ સ્થાનિક વેપારી સાથે જ વ્યાપાર કર્યો હોત તો એને લાખ દોઢ લાખ રૂપિયા મળ્યા હોત. એમ ન કરતાં, તેઓ તેના મૂળ સુધી ગયા. એ વિષયમાં જાતે જ ખેડાણ કરી ક્યાંય અટક્યા વિના, અધવચ્ચે સંતોષ માન્યા વિના, આગળ અને આગળ વધતાં, લાંબો પંથ કાપીને મંઝીલે પહોંચ્યા અને એ મણિનું સર્વોચ્ચ મૂલ્ય હાંસલ કર્યું.
આપણે પણ તાત્ત્વિક પદાર્થની વિચારણામાં મૂળ સુધી જવાની કોશિશ કરવી જોઈએ. આ સુખ શું છે ! આ દુઃખ શું છે ! આ પાપ શું છે ! આ પૂણ્ય શું છે ! આ આત્મા શું છે ! પરમાત્મા શું છે ! આ બધાની એક અથાક શોધ ચાલુ કરીએ, તો જરૂર તેના યોગ્ય નિર્ણયને પામી શકીએ. આમ કરી શકીએ તો આપણાં સમગ્ર જીવનનું વલણ-વહેણ અને વર્તન બદલાઈ જશે. જે મૂળગામી માર્ગ હોય છે તેના પર ચાલવાથી મુકામે જલદી પહોંચાય છે. આપણે પણ જીવનના મૌલિક અર્થોની ગવેષણા કરવામાં, આપણને મળેલી બુદ્ધિ અને વિચારશક્તિની સાર્થકતા સમજીએ. ]
પો
HTRA
ન 'રા ી .
=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org