________________
આભના ટેકા: ૧૩૧ પણ પૂરી સંસારી વ્યક્તિ અને તે પણ સ્ત્રીના જીવનની વાત છે. હજી પુરુષ આવું બધું ગળી જાય; ભૂલી જાય. પણ સ્ત્રી? સ્ત્રી તો સાત પેઢીનું સંઘરનારી જાત. એ પણ કેવી ઉદાત્ત થઈ શકે છે તેનો આ દાખલો છે.
ડૉ. સુનીલ કમળાશંકર પંડ્યાએ પોતાના બા વિષેનો એક અંજલિ લેખ લખ્યો છે. તેમા તેમના બા વિષે જે ચિત્ર દોર્યું છે તે તેમના શબ્દમાં જ જોઇએ.
પોતાની બહેન કુમુદલક્ષ્મીના કપરા જીવને મારાં બાને એક બીજો પદાર્થપાઠ પણ શીખવ્યો હતો. કોઈએ આપણું બૂરું કર્યું હોય, આપણને ત્રાસ કે દુઃખ આપ્યા હોય તો પણ એમ કરનારની સાથે વર્તતી વખતે પણ આપણી અભિજાત સંસ્કારિતા અને આપણું ગૌરવ ગુમાવવા નહીં; એ પાઠ બાને તેમનાં મા પાસેથી કુમુદલક્ષ્મી નિમિત્તે મળ્યો હતો. પાછલા વર્ષોમાં કુમુદલક્ષ્મી વિષે, કે તેમના વણસેલા લગ્નજીવન વિષે, કે તેમના પતિ ઇન્દુલાલ યાજ્ઞિક વિષે અમે બાને પૂછતાં ત્યારે પણ બાએ ક્યારેય એ અમને કડવાશપૂર્વક વાત કરી નથી કે કોઇની ટીકા કરી નથી. બને ત્યાં સુધી તો બા એ આખા પ્રસંગ વિષે અમારી સાથે વાત કરવાનું જ ટાળતાં.
જો કે ઇન્દુલાલ યાજ્ઞિક જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ આ બાબતમાં સંડોવાયેલી હોઈ અમે સૌ બા પાસેથી એક યા બીજી રીતે વાત કઢાવવાનો પ્રયત્ન અવાર નવાર કરતાં પણ આ અંગે અમને જે કાંઈ જાણવા મળ્યું તે બીજાઓ પાસેથી. અને ખાસ કરીને ઈન્દુલાલ યાજ્ઞિકની પોતાની આત્મકથામાંથી. મારાં બાને મન તે આખુંય પ્રકરણ ક્યારનું સમાપ્ત થઈ ચૂક્યું હતું. વખત જતાં પોતાના ભાઈ ધરમસુખરામ સાથે બાને કલેશ થયો ત્યારે પણ બાએ એવી જ દૃઢતા દાખવી હતી. એ બે વચ્ચેનો ઝગડો છેક અદાલતે પહોંચ્યો છતા. એ ઝગડાની વિગતથી અમે સૌ કુટુંબીજનો ધંધવાઇ ઊઠતા, પણ બાએ પોતાના મોં પરનું તાળું ક્યારેય ખોલ્યું નથી.જીવનની ઢળતી સંધ્યાએ જ્યારે ધરમસુખરામે બહેનોને મળવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે બધા મતભેદો અને ઝગડા ભૂલી જઈને બહેનો મરણપથારીએ પડેલા ભાઈને મળવા ગઈ હતી. પોતાના એકના એક ભાઈની સાથે જે કાંઈ બન્યું હતું તેના ઘા તો બાના મન પર ઊંડા પડ્યા હશે; પણ પોતાના પર પડેલા એ ઘા બાએ ક્યારેય બતાવ્યા ન હતા.
૦ ૦ ૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org