________________
આભના ટેકા: ૫૭
અને ખાણીપીણીમાં પૂરો થઈ ગયો અને છેવટે અંધકારના ઓળા એ વનરાજિ પર ઊતરી આવ્યા. રાત્રીના પ્રથમ પહોરે જ અંધકારની પિછોડી ઓઢેલા, સાવ અજાણ્યા માણસોએ આવીને યુગબાહુની હત્યા કરી. મદનરેખા તો આ જોઈ સ્તબ્ધ જ બની ગયાં. પળવારમાં સમજાઈ ગયું. સ્વચ્છ અંતઃકરણમાં તરત પ્રતિબિંબ પડી ગયું. ઝાઝું વિચારવું ન પડ્યું. પરંતુ અત્યારે એ વિચારોમાં મનને રોકવું પરવડે તેમ ન હતું. મનમાં તો ખૂબ લાગી આવ્યું, મારા નિમિત્તે મારા પતિની હત્યા થઈ એ વિચારે આંખમાં આંસુ ધસી આવે તેમ હતાં પણ આ સમાધિદાનની વેળાએ ડગી ન જવું જોઈએ એ સમજણથી સ્વસ્થ થઈને પતિનું માથું ખોળામાં લઈને, પતિના ચિત્તમાં મણિરથ પ્રત્યે વેરનો કણીઓ પણ ન રહેવા પામે તે માટે શાતાદાયક વચનો સંભળાવ્યા.
સકળ જીવો મૈત્રીને લાયક છે, વેરને લાયક નથી; બધા જીવો કર્મવશ છે. મૂળ આત્મા તો નિર્મળ દર્પણ જેવો સ્વચ્છ છે, સત, ચિ અને આનંદરૂપ છે, દુઃખનો ભંડાર પણ છે. જે કોઈ પ્રત્યે આપણે અઘટિત આચર્યું હોય તે બધાને માફ કરી દેવાના તેમની પાસે માફી માંગવાની. ક્ષમાપનાથી ચિત્તની શુદ્ધિ કરવાની, સદ્ભાવનાથી જીવોની મૈત્રી કેળવવાની અને તરણતારણ પંચ પરમેષ્ઠિ ભગવંતને શરણે જવા રૂપ ભક્તિ કરવાની. આપણા તમામ પાપોની નિંદા-ગઈ કરવાની. જીવીએ તો પ્રભુનું કામ કરવાનું અને જઈએ તો પ્રભુની પાસે જવાનું. " આવા અમૃત જેવા હિત વચનો મદનરેખા બોલતા ગયા; છાતીને કઠણ કરતા ગયા. ગામ બહારનો પ્રદેશ, રાત્રીનો સમય; ગ્રામજનો ઘરભેગાં થઈ ગયા પછીનો નિર્જન એકાંત પ્રદેશ, પોતે સગર્ભા સ્ત્રી. આવી વિષમ વત્તા વિષમ એવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ આંખનો ખૂણો ભીનો કર્યા વિના પોતાના પતિની આંખમાં આંખ પરોવીને આરાધના કરાવી. યુગબાહુને પૂછી પણ લીધું: મનમાં શું ચાલે છે?
અહંતુ પ્રભુનું સ્મરણ ચાલે છે. દેહની વેદના મનમાં નથી. એ વેદના દેનાર પણ મનમાં નથી. મારા આત્માના તારણહાર પ્રભુ જ મારા મનમાં છે.
આમ શુભભાવોમાં રમતાં રમતાં દેહનો ત્યાગ થયો. યુગબાહુનું મૃત્યુ ધન્ય બન્યું. મૂકવા જેવું બધું મૂકીને જાઉં છું એવા ભાવ સાથે ગયા. મદનરેખાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org