________________
૧૦૪ : આભના ટેકા
સંગ્રામની નિષ્ઠાથી સૂબો પ્રભાવિત થયો. એની જીવદયા અને પ્રમાણિકતા જોઈ, એને રાજ્યનો સોની બનાવ્યો. સંગ્રામના સારા દિવસો આવ્યા અને એ સંગ્રામસિંહ સોની તરીકે જાણીતા થયા. એમણે ઉત્તરોત્તર ઘણાં સુકૃત્યો કર્યો. ભગવતીસૂત્ર શ્રવણ વગેરે કાર્યો જાણીતા છે. તેમનાં જીવનના અભ્યુદયમાં અ-મારીની ભાવનાનો મોટો ફાળો છે. એમનું જીવન આપણા માટે પ્રેરણા પૂરી પાડે છે. I
ચોરી અને તે પુસ્તકની ! ભલે થાય
વાત છે શેઠ પ્રેમાભાઈના નામે તૈયાર થયેલા હૉલના ઉદ્ઘાટન પ્રસંગની. અમદાવાદના તે વખતના કોટની અંદરના વિસ્તારનો એક શોભીતો અને જાજરમાન હૉલ. તેનો ઉદ્ઘાટન સમારોહ પણ ઠાઠથી ઉજવાયો. શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ તો મુખ્ય હતા જ; સાથે અમદાવાદ શહેરના તમામ ક્ષેત્રની ટોચની વ્યક્તિઓની હાજરીમાં આ સમારોહ સંપન્ન થયો.
સમારોહ પૂરો થયા પછી આમંત્રિત મહેમાનો નવા મકાનના એક-એક રૂમ જોવા લાગ્યા. ફરતાં ફરતાં લાઇબ્રેરી વિભાગમાં આવ્યા. કસ્તૂરભાઈ શેઠની સાથે અન્ય પંદરવીસ શેઠીયાઓ હતા. લાઇબ્રેરીના ઉત્સાહી વ્યવસ્થાપક ભાઈ કબાટની ગોઠવણીની વાત સમજાવતા હતા. બારી પાસેથી કબાટની હાર ગોઠવવાની વાત કરી તો એ વૃન્દમાંથી એક જણ બોલ્યું કે આ બારી પાસે કબાટ રાખશો તો કબાટમાંથી ચોપડીઓ કોઈક ચોરી જશે, માટે બારીથી તો દૂર જ રાખજો !
આ સાંભળી કસ્તૂરભાઈ બોલ્યા : શું કહ્યું ? એમ કરવાની જરૂર નથી. ચોરી અને તે પુસ્તકની ? અમદાવાદમાં ? એવો દિવસ ક્યારે ઊગે ? પુસ્તક ચોરીને પણ કોઈ વાંચે તો-તો પ્રજાને ઘણો જ જ્ઞાનલાભ. અરે ! કબાટ પણ ખુલ્લાં જ રાખજો !
બધાના હાસ્યના પડઘાથી પ્રેમાભાઈ હૉલ ગાજી રહ્યો ! D
Jain Education International
અંગ્રેજી પુસ્તકોમાં ચોપડી-ચોરો માટે સુચના લખાતી :
Steal not this book for the fear of shame, For here you see the owner's name, And when you die, the Lord will say Where is that book you stole away? And if you say you do not know, He'll send you into the hell below.
For Personal & Private Use Only
www.jainelibrary.org