________________
આભના ટેકા: ૭૭ પળનો પણ વિલંબ કર્યા વિના ઝાંઝણે આ તક ઝડપી લીધી. કહ્યું: જરૂર, હું તમને અમારી સાથે ભોજન લેવા આમંત્રણ પાઠવું છું. રાજા કહે : મારી પાંચ લાખ પ્રજા પહેલાં અને પછી હું!
ઝાંઝણ કહે: ભલે ! મંજૂર છે. એક મહિના પછીની તિથિ કહો. રાજાએ તિથિ કહી. નોંતરું સ્વીકારાયું. ખુશખુશાલ થતાં ઝાંઝણ ઉતારે આવ્યા.
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ
(નિરંજન ભગત) શ્રી ધર્મઘોષસૂરિ મહારાજના ચરણોમાં માથું મૂકીને કહે કૃપાળુ ! આપના બળથી આ બીડું ઝડપ્યું છે, આપ પાર પાડજો. વાછરડું ખીલાના જોરે કૂદે, એવું છે.
આચાર્ય મહારાજે વહાલ છલકતા સ્વરે કહ્યું: સારું કર્યું. જૈન ધર્મની શાખ વધારી છે. પ્રભુકૃપાથી સૌ સારા વાનાં થશે.
ઝાંઝણ અત્યારે અષાઢનો ભર્યો-ભર્યો મેઘ નથી પણ શરદ ઋતુનો મેઘ છે. માંડવગઢથી પ્રયાણ કરી તીર્થયાત્રા કરી હવે ઘરભણી જઈ રહ્યા છે છતાં હૈયું તો ભાવથી ભરપૂર છે. શ્રાવક-રત્ન કોને કહેવાય? એક મહિનામાં તો સઘળી તૈયારી થઈ અને સાબરમતીના વિશાળ કિનારે કિનારે લાલ-લીલા મંડપો બંધાયા ! ગુજરાતના ગામેગામથી, ગામડાંઓમાંથી પાંચ લાખ માણસ ત્યાં 'ઊમટ્યું! ઝાંઝણ મંત્રી સાથેના યાત્રિકો તો હતાં જ. એ મળીને થયા સાત લાખ !
દશ હજાર મહેમાનો એક સાથે બેસી શકે તેવો એક મંડપ. એવા તો ગણ્યા ગણાય નહીં એટલા મંડપો ! રાજાએ અને પ્રજાએ અભૂતપૂર્વ મહેમાની માણી. પાંચ-પાંચ પકવાનો જમીને સહુ તૃપ્ત થયા! ક્યારેય જોયું-જાણ્યું ન હોય તેવું બધાએ માણ્યું ! દેવગુરુ કૃપાથી બધું જ અણીશુદ્ધ અને નિર્વિન પાર પડ્યું. જૈન ધર્મનો જયજયકાર વર્યો.
રાજાના મનોરાજ્યના સાંકડા સીમાડામાં આ સમાય નહીં તેવું હતું. કલ્પનાના આકાશને પણ ઓળંગી જાય તેવી આ ઘટના હતી. ઝાંઝણની ઊંચાઈને આંખથી પણ આંબવાની હજુ બાકી હતી.
પુણ્યાત્માના ચરિત્રો તો આભ જેવા અગાધ છે. - નાનાલાલ કવિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org