________________
આભના ટેકા : ૨૯
ઇચ્છા થાય પણ કેમ કરી બોલાવું ? એવી અવઢવમાં રહે. મલકીને અટકી જાય ! એકવાર શુભ સંયોગ રચાઈ ગયો. બગાસુ ખાતાં પતાસુ મોંમાં પડે એવું બન્યું ! મહાપ્રભાવક આચાર્યશ્રી ધર્મઘોષસૂરિ મહારાજ વડના ઝાડ નીચે ઊભા હતા, વણકરના ઓટલાથી થોડે દૂર. પહેલાં આંખથી અને પછી સ્મિતથી કુશળપ્રશ્નની આપ-લે થઈ. પછી પણ, પૂછું ન પૂછુંની દ્વિધામાં અનાયાસે - ભાવિાર્તાનુસારેળ વાળુચ્છન્નતિ નપતામ્ । (ભાવિકાર્યાનુસારિણી વાણી ઊછળતી દીસે) – સહજ પૂછ્યું ‘આપે તો ભગવાનનો ભેખ પહેર્યો છે તો આપ તો ભવ તરી જવાના; પણ અમારા જેવા તો રખડી જવાના’ આવા મતલબનું બોલ્યા. કરુણાસાગર આચાર્ય મહારાજે કહ્યું : ‘એવું નથી. દરેક જીવોને પોતાના આત્માનું કલ્યાણ થાય એવા રસ્તા છે જ.’ આવાં આશ્વાસનભર્યાં વચન સાંભળીને વણકરને ઉત્સાહ આવ્યો. ઓટલેથી ઊભા થઈ મહારાજની પાસે આવીને વિનયાવનત મુદ્રામાં ઊભા રહ્યા. મહારાજે કૃપા કરી, બોધ આપ્યો : ‘તમે પણ ધર્મ કરી શકો છે.’ વણકર કહે : ‘તમે તો કહેશો કે દારૂ, માંસ ત્યજી દો. અમારા જીવનમાં એ તો શક્ય નથી. આપ એવું કહો, જે મારાથી સુખેથી પાળી શકાય.’ આચાર્ય મહારાજે જીવદળની કક્ષા જોઈને કહ્યું : ‘તમે ગંઠિસહિયં -નું પચ્ચક્ખાણ કરીને આત્માને કર્મથી હળવો બનાવી શકશો. કપડાના છેડે ગાંઠ વાળી રાખવી. એ ગાંઠ ખોલી. નમો અરિહંતાણું બોલીને જ આહારપાણી લેવાં. આવી પ્રતિજ્ઞાનું પાલન તમે સુખેથી કરી શકશો.' વણકરને આ સલાહ જચી ગઈ. પ્રતિજ્ઞાનું પાલન શરૂ થઈ ગયું. અપ્રમત્તપણે સહેજ પણ ભૂલ્યા વિના લીધેલું સાદું વ્રત પળાય છે. મનમાં દ્દઢતા છે, આનંદ પણ છે.
મહિનાઓ અને વરસો વીતી ગયા; વૃદ્ધાવસ્થા પણ આવી. નિયમ `અખંડિતપણે નિ૨૫વાદ પળાય છે, ક્યાંય કચાશ નથી. એકવાર રાત્રે રોગનો હુમલો થયો છે, પાણીની તીવ્ર તરસ લાગી છે. પાણી હાજર છે. પણ નિયમ મુજબ ગાંઠ છોડવાની છે. ગાંઠ છૂટે તો મોંમાં પાણી પેસે ! પોતાથી પ્રયત્ન પણ થઈ શકે તેમ નથી. બીજાની મદદથી પણ ગાંઠ ન છોડાય. એ સ્થિતિમાં પ્રાણ છૂટી ગયા ! પ્રતિજ્ઞાનો વિજય થયો અને પાણીનો પરાજય થયો. બહારની ગાંઠ ન ભેદાઈ, પણ અંદરની ગાંઠ - ગ્રન્થિનો ભેદ છૂટી ગયો. આત્મા કુમનુષ્યમાંથી નીકળીને સુદેવત્વને પામ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org