Book Title: Chaitanyavad
Author(s): Vijaylakshmansuri
Publisher: K M Himmatlal
Catalog link: https://jainqq.org/explore/034786/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ થી યશવન્ય જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬. -લબ્ધિસૂરીશ્વરજી જૈન ગ્રન્થમાલાયાઃ નવમ-પુપમ્ ચૈતન્યવાદ -- વ્યાખ્યાતા : પૂજ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ શ્રમ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક આચાર્ય શ્રીમદ વિજયલક્ષ્મણરીશ્વરજી મહારાજ, પ્રકાશક : કે. એમ. હીમતલાલ-કેહાપુરવાળા તરસ્થી ભેટ પ્રત ૧૦૦૦ ] પ્રથમવૃત્તિ | [ વિ. સ. ૨૦૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ ચિતન્યવાદ. ચૈતન્યવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ : : : : : | ગીતાર્થ કોણ? પૂર્વકાળની આ વાત છે. એક નગરીમાં એક આચાર્ય મહારાજ ! પધાર્યા. તેમનું જ્ઞાન અગાધ હતું. શરીરે જોરદાર હતા. હંમેશાં શિષ્યોને અપ્રમત્તપણે વાંચના આપતા હતા. ટકા માટે પાછળ પાટિયાને પણ ઉપયોગ નહતા કરતા. એ જ નગરીમાં ચેડા વખત પછી બીજા આચાર્ય મહારાજ પધાર્યા, જેઓ ઉત્સર્ગ–અપવાદના જાણ હતા, જમ્બર વિદ્વાન હતા. તેઓ પણ શિષ્યોને અવિરત વાંચના આપતા હતા, પણ શરીરે બહુ જોરદાર નહેતા જેથી પાછળ ટેકા માટે પાટિયાદિને ઉપયોગ કરતા હતા. જેઓ શરીરે જોરદાર હતા, ટેક માટે પાટિયાદિને પણ 1 ઉપગ નહતા કરતા એ સમર્થ આચાર્યદેવને એક શ્રાવકે પૂછયું: કે “ગુરુદેવ ! આપ તે પાટિયાદિને ઉપયોગ નથી કરતા, બીજા આચાર્ય તે કરે છે.” તરત આચાર્ય મહારાજે જણાવ્યું “ભાઈ એ શરીરે કમજોર છે. પાટિયાદિને ઉપયોગ કરે એમાં જરાય વાંધો નથી. હું કે | તે શરીરે જોરદાર છું એટલે મને કંઈ એની જરૂર નથી.” પિતાને ઉત્કર્ષ બતાવા ખાતર એમ પણ કહી શકતે–અરે ! એ આચાર્ય તે શિથિલ છે, આવા છે, તેવા છે; પણ એમ બીજા | આચાર્યની નિંદા ન કરતા એ આચાર્ય કરે છે તે પણ બરાબર છે, હું કરું છું તે પણ બરાબર છે. આ આચાર્યશ્રીના કથનને સામા માણસ પર કેવી અજબ પ્રભાવ પડે એ વિચારી લેજે. માટે જ શાસ્ત્રકારો આવા આચાર્યને ગીતાર્થ કહે છે. બીજાને યેન-કેન ઉતારી પાડવાની વૃત્તિ એ અધમત્ત છે. બસ જે છે તે અમે જ છીએ; બીજામાં તે કંઈ નથી. આ આવા છે, તે તેવા છે. આવા અગીતાર્થો પિતાને ઉકર્થ બતાવી બીજાને ઉતારી પાડી શાસનને છિન્નભિન્ન કરી નાંખે છે! શ્રીકીતિ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્થળ-ભૂલેશ્વર લાલબાગન, ઉપાશ્રયને વિશાળ હૈલ [ મુંબઈ) સમય-વિ. સં. ૨૦૦૬ પાસ વદ ૧૨ રવિવાર, સવારના નવ, તા. ૧૫-૧-૦૦ વ્યાખ્યાતા-પૂજ્યપાદ પરમ શાસનપ્રભાવક વ્યા. વા. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર સમર્થ વિદ્વાન પૂ. પા. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણસુરીશ્વરજી મહારાજ, ભૂમિકાકારવિદ્વાન મુનિરાજ શ્રી કીતિવિજયજી મહારાજ વિષય-ચૈતન્યવાદ” ચૈતન્યવાદ ' પૂ. મુનિરાજ શ્રી કીર્તિવિજયજી મ.ની. ભુમિક્સ આત્મવાદ ભૂલાતું જાય છે - પ્રિય સજજને! આજના જાહેર વ્યાખ્યાનને વિષય ચૈતન્યવાદ” રાખવામાં આવ્યા છે. ચૈતન્યવાદ એટલે આત્મવાદ પામે આત્માની વિચારણા. આપણે આ આર્ય દેશ એ ધર્મપ્રવૃાન દેશ છે, ધર્મને માનનારે છે, આત્માને માનનારો છે, પણ અત્યારે આપણને એથી ઉલટું જ જોવા મળશે. આજે ભૌતિક વાદ-જડવાદ ડગલે ને પગલે-કૂદકે ને ભૂસકે જ્યાં આગળ વધી રહ્યો હોય ત્યાં આત્માની વિચારણા ક્યાંથી સૂઝે? બાહ્યપદાર્થોના વિકાસમાં-જડ-પુદ્ગલ વિસમાં આજને માનવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) ચૈતન્યવાદ પેાતાના પ્રાણ પાથરી રહ્યો છે—આવા કપરા કાળમાં આત્માની વિચારણા કરનારા કેટલા ? આજે આ દેશમાંથી આત્માની વિચારણા ભૂલાઈ રહી છે. આ આર્ય દેશમાં, અનાય દેશની છાયા ખૂબ જ પ્રસરી ચૂકી છે. પાશ્ચાત્ય સસ્કૃતિએ આ સંસ્કૃતિને ભારે ધક્કો પહેાંચાડ્યો છે. કેવળ જડવાદની પાછળ દુનિયા ઘેલી બની છે. જડવાદમાં જડ જેવા બનેલા આત્માએ પરિણામે આત્માને અધોગતિના પંથે ઘસડી રહ્યા છે. માત્ર ચાૉક દર્શનવાળા જ આત્માને માનતા નથી. આત્માને કાઇએ બનાન્યેા નથી તેમજ આત્માના કીય નાશ થવાના છે એમ પણ નથી, અન ́ત ભૂતકાળ વહી ગયા અને અનંત ભવિષ્યકાળ આવશે પરંતુ આત્મા ભૂતકાળમાં પણ હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. આત્મા એ અમર છે. અનાર્યાં આત્માને માનતા નથી. આ દેશના તમામ દનકારે આત્માના અસ્તિત્વને સ્વીકારે છે, માત્ર એક જ એવું દર્શન છે કે-જે આત્માના અસ્તિત્વના ઈનકાર કરે છે. એ ચાર્વાકદર્શનવાળા પંચભૂતનું પૂતળું છે, એમ કહી, આત્માના અસ્વીકાર કરે છે. પણ આત્મા પ્રત્યક્ષ છે. એક શિષ્યે પેાતાના ગુરુને એક પ્રશ્ન કર્યાં–ગુરુદેવ ! આપ આત્મા આત્મા કરા છે પણ આત્મા કયાં દેખાય છે? જગતની તમામ વસ્તુઓ આપણી આંખે દેખાય છે પણ આત્મા ઢેખાતા નથી માટે આત્મા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ ગુરુએ શિષ્યને સમજાવવા શિષ્યને આજ્ઞા કરી-જા ચેલા, એક પ્યાલામાં દૂધ ભરીને લઈ આવ. ચેલો વિચારે છે–ગુરુજી શું દૂધમાંથી આત્મા બતાવવાના છે? ચેલે ગયે અને સત્વર દૂધને ભરેલો પ્યાલો ગુરુદેવ સમક્ષ તેણે હાજર કર્યો. ગુરુદેવે શિષ્યને જણાવ્યું બેલ! આ શું છે? શિષ્ય જવાબ વાળ્ય-ગુરુદેવ! આ દૂધથી ભરેલે ખ્યાલે છે. ગુ—ઠીક, હું તને એ પૂછું છું કે આ દૂધમાં ઘી છે કે નહીં? શિષ્ય-જી હા. આ દૂધમાં ઘી છે. ગુરુ-ત્યારે બતાવ ઘી કયાં છે? કેમ દેખાતું નથી ? શિષ્ય-ગુરુદેવ! દૂધને જ્યારે જમાવવામાં આવે ત્યારે દહીં બને અને તેમ કર્યા બાદ તેને રવૈયાથી વલવીએ તે માખણ નીકળે અને પછી તાવીએ તે ઘી થાય. ગુ—ત્યારે ભેળા, આત્મા પણ તેવી જ રીતે પ્રત્યક્ષ છે. પણ જ્યારે આત્મામાં તમે સ્થિર થશે, તત્વજ્ઞાન દ્વારા મથન કરશે અને જ્યારે વાસ્તવિક જ્ઞાન પ્રગટ થશે ત્યારે આત્મા પણ પ્રત્યક્ષ માલુમ પડશે, પણ મનને સ્થિર કર્યા વગર, દુનિયાની કુવાસનાથી હટ્યા વગર, વાસ્તવિક જ્ઞાન પ્રગટ થયા વગર આત્મા શી રીતે દેખાય? તેથી આત્મા નથી એમ માનવું એ ભૂલભરેલું છે. હું કે? એ વિચાર કરીને થાય છે? હું એ શબ્દપ્રયોગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ચૈતવા ( ૬ ) જે માત્માને સિદ્ધ કરે છે. પાટ કે થાંભલાને મારા, કૂટા, કાપા તે તે ચીસ પાડી શકશે ખરા ! અને આપણને જરાક કાંટા વાગે છે તે હાયવાય કરી મૂકીએ છીએ એમ કેમ ? એ હાયવાય કરનાર કાણુ એ જ આત્મા. શ્રી રાયપસેણી સૂત્રમાં પરદેશી રાજાનું વર્ણન આવે છે. એ પરદેશી રાજા પહેલા મહાનાસ્તિક હતા. કેવળ પુદ્ગલાન’દી હતા. એશઆરામ ને ભાગવિલાસમાં ગળાડૂબ ડૂબેલા હતા. આત્મા, પરમાત્મા કે પરલાકને એ નહાતા માનતા. આત્મા છે કે નહીં? એની ખાત્રી કરવા તેણે અનેક અખતરાઓ-પ્રયાગા કર્યાં હતાં. કોઈ ગુનેગારના શરીરના કકડે કકડા કર્યાં" પણ આત્મા ન દેખાયા. એક ચારને ફાંસીની સજા ફરમાવી, ફાંસી આપતા પહેલા તેનું વજન કર્યું –ફાંસી આપ્યા પછી પાછું વજન કર્યું છતાંય વજનમાં જરાય ફેરફાર થયે નહિ તેથી માન્યું કે આત્મા નથી. આત્મા જેવી ચીજ જો હાય તે વજનમાં ફેર કેમ ન થાય ? જ્યારે ચિત્રસારથી નામના ધર્મ ગ્રસ્ત મહામત્રીના સ'સળથી શ્રી કેશી ગણધર ભગવાન મળ્યા ત્યારે તેની સધળી શાનું નિરસન થઈ ગયુ અને એવા તો એ ચૂસ્ત મહાશ્રાવક અને છે કે પાતાની રાણી સૂર્યકાંતા ઝેર આપે છે છતાંય તેના પરરાય ન કરતા સમભાવે વેદના સહીને, ત્યાંથી કાળ કસૈ સૂક્ષ્મભ નામના મહદ્ધિક દેવ બને છે. આપણને પણ જો આત્માની ઓળખાણ થઈ જાય તે જના પાછળ જે આજે ગાંડા-ઘેલા બની આત્માનું ભાન ભૂલી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ પિતાજા બેભાન બની મહામૂલા માનવ જીવનને વેડફી રહ્યા છીએ તેમ ન બને અને એમ વ્યર્થ જીવન ન ગાળતા, આત્માના વિકાસમાં જરાય પ્રમાદ કે આળસ ન કરતા, આત્મા કે પરમાત્મ પદને મેળવે તે માટે સતત જાગૃત રહેત; માટે જ આત્માને શાળાખવાની જરૂર છે. આજે જડવાદના અખતરા વધી રહ્યા છે. કહેવાતું વિજ્ઞાન દિનપ્રતિદિન આગળ વધી રહ્યું છે. પણ એમને કેઈ આત્મા તૈયાર કરી શકે? આત્માને કેઈએ બનાવ્યું નથી. આત્મા ત્રણેય કાળમાં મોજુદ છે, અમર છે. “” એ કેણ? હું એમ-મડદું કેમ નથી બેલતું? હું એ જ આત્મતત્ત્વની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવે છે. જે આત્મા છે, અમર છે અને ત્રણેય કાળમાં વિદ્યમાન છે. તે પછી વર્તમાનની જ માત્ર ટૂંકી દૃષ્ટિ રાખી પાંચ-પચીસ વર્ષની ટૂંકી જિંદગીમાં પગલાનંદી બની આત્માને વિચાર સરખોય ન કરવો. એ કેટલી અજ્ઞાનતા. કસ્તુરી મૃગ પોતાની નાભિમાં-ડુંટીમાં કરતુરી હેવા છતાં ચોમેર દોડે છે, સુગંધ-ખુશ માટે આમ-તેમ ફાંફા મારે છે તેમ આત્મામાં પણ અનંત જ્ઞાન-દર્શનાદિ રત્નોને ખજાને હેવા છતાં એક કંગાલની જેમ આ આત્મા ભટકે છે, ચઉગતિમાં આથડે છે, ને ભીખારીવેડા કરે છે. પિતેપિતાના સ્વરૂપને પીછાણુતે નથી. પરિણામે, દુર્ગતિની ઘરભયંકર પીડાને સામે છે. અંતર વિષે રત્ન ભર્યા, તેને નહિ તું ફેંદો, સુખ કાજ બાહિર તું ભમે, પામર બનીને મૂઢતે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) ચૈતન્યવાદ શું મારું શું પાકું, વિવેક એ ભૂલી ગયા, પુદ્દગલાન‘ઢી બનીને આડાઅવળા આથયા... આપણી શક્તિના આપણને ખ્યાલ નથી. એક ટચલી આંગળીના ટેરવે આખાય બ્રહ્માંડને ડાલાવવાની તાકાત આ આત્મામાં છે. કાચના ઘરમાં પૂરાયેલું કૂતરું-પોતાના જ પ્રતિબિંબરૂપ કૂતરાઓને જોઇને પેાતાની દશાના ખ્યાલના અભાવે ફ્રાગટ ભસી મરે છે. તેવી જ રીતે આ આત્મા પણુ આ જગતમાં મારું-મારું કરીને મરે છે, વ્યર્થ જીવન પૂરુ' કરે છે. એક અંગ્રેજે, મનુષ્યના આખા શરીરની કિ`મત ફક્ત પાણા એ રૂપીયા આંકી છે ( મુડદારૂપ શરીરની ) જ્યારે જનાવરની ક'મત એનાથી કઇગુણી વધી જાય છે, કિંમત છે આત્માની. અનાર્યાં આત્માને માનતા નથી માટે તે સંબધી વિચાર ન કરે એ વાત જુદી છે પણ આપણે આય છીએ, આત્માને માનીએ છીએ, ધર્મને માનીએ છીએ છતાં તેના વિચાર સરખાય કરતા નથી એ બહુ જ શાચનીય છે. અનાયાં, જડવાદના વિકાસમાં પ્રાણ પાથરે છે. જે ક્ષણવિનશ્વર છે એના માટે આખીય જિં'Āગી ચાહામ કરે છે તે જે આત્મા અમર છે, જેનાથી સાચા સુખની પ્રાપ્તિ થઈ શકે છે, તેના માટે શું પ્રયત્નની જરૂર નથી ? આત્માને ઓળખી, જીવને અજવાળી શાશ્વત સુખના ભોક્તા અનેા એ જ એક અભિલાષા, હવે પૂ. ગુરુદેવ, આ વિષયને યુક્તિપુરસ્પર સમજાવશે તે સાંભળી, જીવનમાં ઉતારી મુક્તિના પૂનિતપંથે સૌ પ્રયાણુ કરે. એ જ અભ્યર્થના.... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ------ મા ૫. પા. આચાર્યદેવનું પ્રવચન. આજના વ્યાખ્યાનને વિષય ચૈતન્યવાદ રાખવામાં આવ્યું છે. ચૈતન્યવાદ કહો કે આત્મવાદ કહો, કેઈ અપેક્ષાએ એક જ છે. આત્મા-આત્મવાદ વગેરે શબ્દ ઘણીવાર આપણે બેલીએ છીએ જ્યારે ચૈતન્યવાદ એ શબ્દ જરા ન લાગે તે છે; પણ વિષય ન નથી. ચૈતન્યવાદને પ્રતિપક્ષીયવાદ જડવાદ છે. ચૈતન્યવાદ પણ અનાદિને છે, જડવાદ પણ અનાદિને છે, દુનિયામાં કંઈ જ નવું નથી, જ્યારે વરતુમાં થડે ફેરફાર કે સુધારાવધારે થાય ત્યારે તે વસ્તુ નવી કહેવાય છે તેવી જ રીતે જડવાદ કે ચૈતન્યવાદ એ કંઈ ન નથી. આ બને વાદ જૂના છે, અનાદિના છે, એક પણ હતું, જ્યારે જે વાદનું જોર હોય ત્યારે તે વાદને યુગ કહેવાય ચૈતન્યવાદનું જોર હેય ત્યારે ચૈતન્યવાદને યુગ કહેવાય જડવાદનું જોર હોય ત્યારે જડવાદને યુગ કહેવાય. દરેક કાળમાં બને વાદ હોય, ચૈતન્યવાદ વધારે છે એમ સંખ્યાબળથી તે ન કહેવાય, કેમકે દુનિયામાં મોટી સંખ્યા જડપ્રેમીની જ હોય છે, અનાદિ કાળથી આ સિલસિલે ચાલુ જ છે. દુનિયાને મેટો ભાગ કાયમ જડપ્રેમી હેય માટે સંખ્યાબળથી જડવાદને યુગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ ( ૧૦ ), એમ નહીં પણ જ્યારે જગતમાં સમજુ ગણતા, ડાહ્યા અને બુદ્ધિશાળી મનાતાઓને પણ જડવાદને પ્રેમ વધે, જડના વિકાસમાં પોતાનું સર્વસ્વ હેમી દે, આગળ પાછળને વિચાર ન કરતાં કેવળ જડમાં મશગૂલ બને, જડ પદાર્થોને મુખ્ય માને અને ચૈતન્યવાદને, આત્માને તથા આત્મવિકાસના સાધનેને ગૌણ ગણે ત્યારે એ જડવાદને જમાને કહેવાય, અને જ્યારે ચૈતન્યને, આત્માને અને આત્મવિકાસના સાધનેને મુખ્ય ગણે, ઉપાદેય સમજે અને જડપદાર્થોને ગીણ સમજે ત્યારે એ ચૈતન્યવાદને જમાને ગણાય. મતલબ જે કાળમાં, આબાળગોપાળ સી કેઈ આત્મા અને આત્માના ગુણોની કદર કરતા હોય તેવા કાળને ચૈતન્યવાદને યુગ કહી શકાય, પરંતુ દરેક કાળમાં મુખ્યતાએ અથવા ગણિતાએ બને હોય છે એ ચેક્ટસ. સુવર્ણયુગ. સુવર્ણયુગ યાને જે સમયે સેનાની રેલમછેલ હોય તે સુવર્ણ યુગ કહેવાય તેમજ જ્યારે સુંદર ચારિત્રધારી પવિત્ર પુરુષની મોટી સંખ્યામાં વિદ્યમાનતા હોય તે પણ સુવર્ણયુગ કહેવાય. આ આર્યદેશમાં ભૂતકાળમાં અને રાતે સુવર્ણયુગ હતા. તે કાળે સુંદર ચારિત્રવાળા મહાપુરુષે મેટી સંખ્યામાં વિદ્યમાન હતા, નીતિ-સદાચારનું સામ્રાજ્ય હતું. નગરીઓ ધન-ધાન્ય ને રદ્ધિ-સિદ્ધિથી ભરપૂર હતી. કંઈપણ યુગના નામની પ્રસિદ્ધિમાં સમજદાર ગણતા પુરુની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ (૧૧) કરણી કારણભૂત હોય છે; કારણ કે સાસ માણતા મનુષ્યનું કથન તથા તેમની કરણ મુજબ યુગ કહેવાય છે આજે જમાને જવાદને છે. બેલે! આજને યુગ ચૈતન્યવાદને છે કે જડવાદને ? સભામાંથી–જડવાદને આજે જમાને જડવાદને છે. દેશના સારા સારા ગણાતા સમજદાર ને બુદ્ધિશાળી માણસે પણ આજે માત્ર આ જન્મની જ કરણીમાં માને છે. તેઓ કહે છે કે-પરલેક જેવી ચીજ જ નથી. અરે ! પરલેક કે પુનર્જન્મની વાત વિચારવાની પણ એમને પુરસદ નથી. તેઓ તે કહે છે કે આ જન્મની વાત પણ પૂરી વિચારવાને ટાઈમ નથી તે પરક કે પરજ મને વિચાર કયારે કરીએ? સારા સમજદાર ગણાતાઓ આ રીતે જડમાં જ રચ્યાપચ્યા રહે છે, તેમાં કેટલાકે તે આત્માને માનતા પણ નથી માટે જ કહેવાય કે-આજે જમાને જડવાદ છે. આજે ભલે જમાને જડવાદને હેય છતાં ચૈતન્યવાદ નથી એમ નહિ, છે, ભલે ગૌણ છે, છતાં છે જરૂર, ચૈતન્યવાદને સૂર્ય આથમ્ય નથી. જડવાદ ને ચૈતન્યવાદ અને વિરોધી છે. એના ઝગડામાં વિજ્ય જરૂર ચૈતન્યવાદને છે, પણ જડવાદના આ જમાનામાં ચૈતન્યવાદને વિજય કરવા માટે કમજોરીને તિલાંજલી આપવી પશે, માયકાંગલા અન્ય નહિ ચાલે, મદનબી બતાવવી પડશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) ચૈતન્યવાદ વખતે માલમિલ્કતના માહ મૂકવા પડશે. ધર્મની શ્રદ્ધાને ટકાવવા માટે મરણીયા થવું પડશે. ચૈતન્યવાદ એટલે આત્મતત્ત્વની વિચારણા. આજના વિષય ચૈતન્યવાદના છે. ચૈતન્યવાદ એટલે શું? ચૈતન્યવાદ એટલે આત્મતત્ત્વની વિચારણા, એની માન્યતા. આત્મા છે કે નહીં ? એમાં જ મોટો વાંધે છે. આજે દુનિયાના સમજી ગણાતા મોટો ભાગ જડવાદ તરફ કેમ ઝુકે છે? તેનું એક જ કારણ છે કે–તે આત્માને માનતા નથી, પરલેાકને પણ માનતા નથી અને પરલેાકને ન માનતા હોવાથી કર્મને પણ નથી માનતા અને કર્મને ન માનતા હૈાવાથી પુણ્ય પાપ વગેરે તત્ત્વાના પણ ઇન્કાર કરે છે. કેવળ, એશઆરામમાં મશગૂલ રહેવું, ખાવુંપીવુ.મોજ મજા કરવી એમાં જ તેઓ સર્વસ્વ માને છે; માટે જ જડની પાછળ તેઓ મરી ફીટે છે. આત્મા ઇન્દ્રિયગાચર નથી. આત્માની તથા આત્માના ગુણ્ણાની વિચારણા એ છે ચૈતન્ય વાદ-પણ આત્મા છે કયાં ? એમાં પ્રમાણ શું? આત્મા નથી દેખાતા, નથી ચખાતા, નથી સુંધાતા, નથી સંભળાતા કે નથી સ્પર્શાતા, આત્માના રંગ ધેાળા છે કે કાળા, તેના સ્વાદ મીઠા છે કે ખારા, એની ગંધ સુરભિ છે કે દુરભિ, એ સુંવાળા છે કે કઠણુ ? ત્યારે શું તેના ગુણગુણ અવાજ સંભળાય છે, ના ! ત્યારે આત્મા છે એમાં પ્રમાણુ શુ? એક શિષ્ય ગુરુને પૂછે છે-ગુરુજી આત્મા મને બતાવા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #14 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ ( ૧૦ ) તે હું આપ જે ધમરાધનની વાત કરે છે તે બધી જ માનવા તૈયાર છું-પણ આત્મા કયાં છે એ બતાવે. આ વિષયમાં પૂર્વના વક્તા મુનિશ્રીએ વર્ણન કર્યું છે એ જ વિષયને જરા સ્પષ્ટ રીતે સમજાવાય છે. ગુરુએ શિષ્યની પાસે દૂધને ખ્યાલ મંગાવ્યું અને શિષ્યને પૂછયું બોલ–આ દૂધમાં ઘી છે? શિષે જવાબ આપે. હા ગુરુજી, દૂધમાં ઘી છે. દૂધમાંથી જ ઘી નીકળે છે. ગુરુ બેલ્યા-જે દૂધમાં ઘી છે તે દેખાતું કેમ નથી? બેલે દેખાય છે? ત્યારે શિષ્ય જવાબ આપે ગુરુજી, એમ શી રીતે દેખાય? જ્યારે દૂધને જમાવાય, ત્યારબાદ લેવાય ત્યારે માખણ નીકળે અને માખણને ગરમ કરવામાં આવે ત્યારે ઘી તૈયાર થાય. ગુરુજી બોલ્યા-અરે ચેલા! ત્યારે શું આત્મા એમ ને એમ વગર મહેનતે તારે જે છે. જ્યારે તમે મનને ધર્મસિદ્ધાંત મુજબની ક્રિયા અને ધ્યાનથી સ્થિર કરશે એટલે જમાવશે અને સમ્યગ જ્ઞાનના રવૈયાથી મંથન કરશો એટલે આત્મા અને આત્માના ગુણે પણ તમને જણાશે, પણ આ બધી મહેનત આપણે કરવી નથી અને આત્માને નિહાળવે છે એમ શી રીતે બને ? એક ફારસી કવિએ આત્માને આત્માનું ભાન કરાવવા માટે એક શેરમાં કહ્યું છે. લભ્ય બન્દ ચર્મ બન્દ આદિ મતલબ કે આત્માનું નૂર પ્રગટ કરવા માટે હે શિષ્ય ! તું જીભ બંધ કર, આંખ બંધ કર અને કાન બંધ કર, અને પછી આત્મા જે ન દેખાય તે મને હસ-મતલબ મારી મશ્કરી કરજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) ચૈત શિષ્યે તે પ્રમાણે આંખ કાન ધ કર્યાં અને ગુરુજીને કહ્યું–મને તા કંઇ જ જણાતુ નથી. ગુરુજી મેલ્યા તે આંખ વગેરે વાસ્તવિક અધ કર્યાં જ નથી, હા માત્ર મીંચ્યા છે. અંધ કરવાના મતલખ જરા સમજ. આંખ, કાન અને જીભને એના વિચાથી ખેંચી લે. શૃંગારના ગીતામાં આનંદ આવે અને તિરસ્કારના શબ્દોથી આત્મા ભભૂકી ઉઠે તે સમજ કે કાન અંધ કર્યાં નથી. આ સુશ્ર્વર અને આ અસુર એમ રાગ દ્વેષ થાય ત્યાં આંખ મધ કરી શી રીતે કહેવાય ? સુ ંદર સાજન મળે તે અહ્વાહા ! કેવી મજા પડે છે, કેવા સ્વાદ આવે છે! આ સારું, આ નરસુ એસ એલીએ છીએ જરાક ભ્રૂણમરચ આછા હાય, ગુંદા જેવુ' ચીકણું શાક મળે તે કેવી દશા થાય છે એટલે જીભને બંધ કરી નથી, જીભને જીતી નથી પણ એના ગુલામ અન્યા છીએ. આ રીતે આંખ, કાન, જીભને તેના વિષયથી વેગળી કરામતલબ-સુંદર અને અસુંદર વિષયેામાં સમભાવમાં રહે. ઇન્દ્રિયાને છતા તે આત્મા જણાય. આ પ્રમાણે વિષયાને જીતવાથી આત્મા વીતરાગ અને છે, અને આત્મા જ્યારે કેવળજ્ઞાન પામે છે ત્યારે આત્મા આત્માને જોઈ શકે છે. મતલબ આત્માને સાક્ષાત્કાર થાય છે. આત્મા અરૂપી છે, અરસી છે, અગંધી છે, અસ્પી છે અને શબ્દ વિનાના છે, તે આંખથી દેખાય શી રીતે ? નાસિકાથી સુધાય શી રીતે ? શરીરથી સ્પર્શાય કેવી રીતે ? અને કાનદ્વાશ સાઁભળાય પણ કેવી રીતે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) આપણી બહારની ઇન્દ્રિો બહારના ગુણોને ગ્રહણ કરે છે. માદા ગુણ વગરને આત્મા બાહોન્દ્રિયથી ગ્રહણ થઈ શકે નહિ. પણ હા, સમજવા પ્રયત્ન કરે તે આત્મા મરી પ્રત્યક્ષ થઈ શકે છે જેને માનસ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. આત્મા કેવી રીતે મનથી પ્રત્યક્ષ છે તેની સમજ. ખરી રીતે આપણને દુનિયાની કેઇપણ વસ્તુ પ્રત્યક્ષ નથી પણ એને ગુણ પ્રત્યક્ષ છે. જેમ આપણે એક ઘડે જે. એ ઘડનું શું જોયું ? એની આકૃતિ અને રંગ રંગ વગેરે ગુણે છે. એ શુ ન હોય તે ઘડાને આપણે પ્રત્યક્ષ કેવી રીતે કરી શકીએ? એવી જ રીતે આંધળો માણસ પણ ઘડાને સ્પર્શથી જાણી શકે છે, સ્પર્શદ્વારા ઘડાનું અનુમાન કરી લે છે. આંધળાને સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શને પ્રત્યક્ષ થાય છે. આ સ્પર્શ અને આકૃતિ ઘડાની જ છે, એમ સમજીને આ ઘડે છે એમ તે માને છે. ખરી રીતે ઘડે પ્રત્યક્ષ નથી પણ ઘડાને ગુણ પ્રત્યક્ષ છે. એવી જ રીતે દર પડેલી સાકરની ગાંગડી અને મીઠાની કણીને જીભ ઉપર મૂકવાથી આ સાકર છે અને આ મીઠું છે, એમ માણસ જાણી શકે છે. તેને ફરક આંખથી સમજાતે નથી પણ જીભથી જણાય છે. જીભ શું ગ્રહણ કરે છે? તે વસ્તુને રસ. રસ એ ગુણ છે અને જીભદ્વારા તેને પ્રત્યક્ષ થાય છે. તે ગુણદ્વારા વસ્તુ પણ પ્રત્યક્ષ મનાય છે પણ ખરી રીતે વસ્તુ પ્રત્યક્ષ નથી પણ ગુણને પ્રત્યક્ષ થવાથી ગુણ વસ્તુનું અનુમાન થાય છે. આ વાદ છે માટે સાકર છે અને આ સ્વાદ છે માટે મીઠું છે, એમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ). ચૈતન્યવાદ નાસિકાદ્વારા કસ્તૂરી, ફૂલ વગેરે ગંધવાળી ચીજોનું જ્ઞાન થાય છે. ખરી રીતે નાક તે ગંધને ગ્રહણ કરે છે એટલે નાસિકા દ્વારા ગધ પ્રત્યક્ષ છે અને ગંધદ્વારા ગંધવાળી ચીજોનું અનુમાન થાય છે. એમ સ્પર્શેન્દ્રિય સ્પર્શને પ્રત્યક્ષ કરે છે અને તે દ્વારા સ્પર્શવાળી ચીજોનું અનુમાન થાય છે. જેમ આંખ મીંચેલીબંધ કરેલી હોવા છતાં મખમલ આદિના સ્પર્શથી આપણે જાણી શકીએ છીએ કે આ મખમલ છે, આ રેશમ છે, આ કપડું છે. તેમજ શબ્દને કાન પ્રત્યક્ષ કરે છે અને શબ્દ શ્રવણથી શબ્દવાળી ચીજોનું અનુમાન થાય છે. જેમ દરથી શંખાદિને શબ્દ સાંભળીને આપણે જાણીએ છીએ કે આ શંખ વાગે છે, આ તબલા વાગે છે વગેરે, વગેરે. પણ ખરી રીતે તે કાન શદને જ પ્રત્યક્ષ કરે છે પણ અનુમાનથી શબ્દવાળી ચીજો પ્રત્યક્ષ જેવી આપણને જણાય છે. એમ દુનિયાની તમામ વસ્તુઓમાં સમજવું. બાદ્ધિથી જે જે વસ્તુ પ્રત્યક્ષ થાય તેમાં તે તે વસ્તુઓને ગુણ બહારની ઈન્દ્રિયેથી પ્રત્યક્ષ છે. તે-તે ગુણે દ્વારા તે તે ગુણવાળી ચીજ અનુમાનથી આપણને પ્રત્યક્ષ જેવી માલમ પડે છે. ત્યારે સાર એ થયે કે દુનિયાની તમામ ચીજો આપણને પ્રત્યક્ષ નથી પણ તેના ગુણ પ્રત્યક્ષ છે અને ગુણ પ્રત્યક્ષ હોવાથી ગુણી પણ પ્રત્યક્ષ મનાય છે. જેમ બહારની ઇન્દ્રિયથી ગુણ પ્રત્યક્ષ થાય છે તેમ મનથી પણ ગુણ પ્રત્યક્ષ થાય છે. જેમ સુખ-જ્ઞાન વગેરે આત્માના ગુણને આપણે કાનેથી સાંભળી શકતા નથી, આંખેથી જોઈ શકતા નથી, નાકથી સુંઘી શકતા નથી, જીભથી ચાખી શકતા નથી તેમજ સ્પર્શેન્દ્રિયથી સ્પશી શક્તા નથી; છતાં સુખ-જ્ઞાન વગેરે ગુણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ ( ૧૭ ) આપણને પ્રત્યક્ષ છે-અનુભવસિદ્ધ છે. હું સુખી છું, હું આ વસ્તુને સમજું છું, મને આ વસ્તુનું જ્ઞાન છે. આ પ્રમાણે અનુભવસિદ્ધ, પ્રત્યક્ષ-આ ગુણે જણાય છે. આ પ્રત્યક્ષ કયું થયું ? માનસ પ્રત્યક્ષ. આ પ્રત્યક્ષને માનસપ્રત્યક્ષજ્ઞાન કહેવામાં આવે છે, કેમકે આ ગુણે આત્મા સિવાય બીજાના નથી તેથી આ ગુણ આપણને પ્રત્યક્ષ થાય છે તેથી આ ગુણેને આધાર આત્મા પણ પ્રત્યક્ષ છે. ઉપરની જેમ, બાહ્ય ગુણવાળી ચીજો બાહ્યન્દ્રિયથી પ્રત્યક્ષ છે અને આત્મા મનથી પ્રત્યક્ષ છે. હું અને મારા એ શબ્દ પણ આત્માને પ્રત્યક્ષ સિદ્ધ કરે છે. જેમ આપણે બોલીએ છીએ “હું છું” એમાં હું એટલે કે? આ શરીરધારી આત્મા, પણ હું એટલે શરીર નહિ. કેવળ શરીર માટે બીજો શબ્દ વપરાય છે. મારું શરીર એટલે 'મારું શરીર એ વસ્તુ જુદી છે અને હું એ વસ્તુ જુદી છે, એમ આપણે વિચાર કરતાં સહેજે સમજી શકીએ છીએ. જે શરીર જુદું ન હોત તે હું શરીર એમ બેલત, પણ એમ ન બોલતાં મારું શરીર એમ બોલીએ છીએ. આત્માને નહિ માનનાર પણ એમ બોલે છે, તે એને પૂછે કે મારું એટલે કેનું? એને કહે હું શરીર એમ કેમ નથી બોલતા ? આ ઉપસ્થી સમજદાર માણસ સમજી શકે છે કે મારું એટલે આત્માની માલીકીનું શરીર. આ પ્રમાણે પણ આત્મા અનુભવસિદ્ધ છે. ગયું શું? એ જનાર જ આત્મા. વળી બીજી વાત. માણસ મરણ પામે છે એટલે હલન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) ચૈતન્યવાદ ચલન, પ્રયત્ન, વિચાર બધું જ બંધ થઈ જાય છે. એક સેકન્ડ પછી કંઈ જણાતું નથી. વિચાર એક સેકન્ડમાં શું ફરક પડ્યો? શરીર એ જ છે જે સેકન્ડ પહેલા હતું, છતાં ઉઠવું, બેસવું, હાલવું, ચાલવું, હસવું, રડવું, બેલવું, શ્વાસોશ્વાસ વગેરે બધું બંધ કેમ થઈ ગયું? લેહી છે, હાડકા છે, માંસ છે, પિલ છે, ગરમી પણ હોય છે અને સજા પણ કવચિત જોવામાં આવે છે, એટલે પૃથ્વી પાણું, આકાશ, અગ્નિ અને વાયુ આ પાંચે તર વિદ્યમાન છે ત્યારે ગયું શું? માટે સમજે. એ જે ગમે તે જ આત્મા. તેમજ શરીર અખંડ રહે છે અને આત્મા ચાલ્યા જાય છે. શરીર નાશ પામે ત્યારે જ આત્મા નાશ પામે એમ નથી. જેથી શરીરના દિવસમાં આત્માને દવંસ પણ માની શકીએ નહિ અને શરીરથી ઉત્પન્ન થયેલે પણ આત્માને મનાય નહિ. શરીર અખંડ હોય છે અને આત્મા ચાલ્યા જાય છે અને કેટલીક વાર શરીરના અવયવે જેવા કે હાથ-પગ વગેરે તૂટી જાય તે ય આત્મા કાયમ રહે છે, એટલે આત્મા જુદા છે અને શરીર એ જુદી વસ્તુ છે. જેમ માણસ અને ઘર ઘર હોવા છતાં માણસ ચાલ્યું જાય છે. ઘર તૂટી જવા છતાં માણસ જીવતા રહે છે. જેમ શરીરનું પહેરણ કપડું છે, તેમ આત્માનું પહેરણ શરીર છે. જેમ માણસ નવા-નવા કપડા પહેરે છે, અનેક વેશ બદલે છે તેમ આત્મા કર્મના વિશે જુદા જુદા શરીર ધારણ કરે છે, અને શરીર દ્વારા કરેલા કર્મનું ફળ આત્મા ભગવે છે, કેમકે તેમાં કર્મ કરવામાં આત્માની પ્રેરણ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ (૧૯). આત્માના વિચારે છે, આત્માની પ્રવૃત્તિ છે માટે કર્તા–આત્મા છે. શરીર કર્મ કરવામાં સાધનભૂત છે. કર્તા પણ આત્મા છે અને ભક્તા પણું આત્મા છે. સભામાંથી પ્રશ્ન “આપ મુએ ડૂબ ગઈ દુનિયા” એ કહેવતને શું અર્થ? જવાબ–એને ભાવ એ જ છે કે–આત્મા ગમે એટલે જગતની તમામ વસ્તુ, માલમીકત, ઘરબાર, સ્વજનપરિવાર સઘળું ય આપણું માટે નકામું છે. આત્મા એ જ પ્રધાન વસ્તુ છે. આ ખેળીયામાં જીવ છે તે બધું છે અને જીવ નથી તે કંઈ નથી. આત્મા નીકળ્યા પછી–આ જીવ નીકળ્યા પછી આ જન્મની મહેનત બધી બરબાદ છે. થોડા વર્ષના જીવન માટે ખૂબ સંગ્રહ, અનીતિ, પ્રપંચ-દશે ઈત્યાદિ અનેક પ્રકારના પાપ આપણે કરીએ છીએ, તેના કટુ ફળ આત્માને અનેક જન્મમાં ભેગવવા પડે, દુઃખી થવું પડે અને સંગ્રહ કરેલી ચીજો, અહીંઆ જ પડી રહે. આત્મા બધું મૂકીને ખાલી હાથે ચાલ્યા જાય. આ વસ્તુ ખૂબ વિચારણીય છે, માટે આપણું જીવનમાં ખૂબ સારા-ઊંચા કામે કરી લેવા જેથી આત્મા હંમેશના માટે સુખી થાય. શંકા-સમાધાન-પ્રદેશી રાજાના પ્રશ્નો અને કેશી મહારાજાએ આપેલા ઉત્તરે. પ્રદેશી રાજા મહાન બુદ્ધિશાળી હતા, છતાં આત્માની શ્રદ્ધા ન હોવાથી હિંસાદિ પાપકાર્યોમાં ખૂબ આસક્ત હતા. પિતાના ચિત્રસારથી નામના મંત્રીની પ્રેરણાથી શ્રી કેશી-ગણધર મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ચૈતન્યવાદ રાજને સુગ સાંપડ્યો. પરદેશી રાજા કેશી ગણધર મહારાજને નમસ્કાર કરીને બેઠા અને પ્રશ્નો પૂછવા લાગ્યા. તેમણે કેશી ગણધર મહારાજને પ્રશ્ન કર્યો– પૂ. ગુરુદેવ! આપના કહ્યા પ્રમાણે હિંસાદિ-અધર્મના કાર્યો કરનાર નરકમાં જાય છે અને દુઃખી થાય છે, તે મારા પિતા અધર્મી હતા, નાસ્તિક હતા, આત્મા વગેરેને નહોતા માનતા, હંમેશાં હિંસાદિ કાર્યોમાં જ રક્ત રહેતા હતા, આપના કહ્યા મુજબ મારા પિતા જરૂર નરકે ગયા હશે અને દુઃખી થતા હશે. મારા પિતાને મારા ઉપર ઘણે જ પ્રેમ હતું તે તેઓ મને અત્યારે કહેવા કેમ નથી આવતા કે હે પુત્ર! હું અધર્મ કરવાથી દુર્ગતિમાં ગયે છું અને દુઃખ ભોગવી રહ્યો છું માટે તું પાપ ન કરીશ. મારા પિતાએ મને કઈ દિવસ આવીને એમ કહ્યું નથી માટે હું માનું છું કે પરલોક નથી. કેશી ગણધર મહારાજ જવાબમાં જણાવે છે કે–રાજન ! એક રે ચોરી કરી જેથી તેને જન્મકેદની સજા કરવામાં આવી. ચોરી કરવાથી પિતે કેદમાં પૂરા છે, દુઃખી થઈ રહ્યો છે એ વાત પિતાના બાળબચ્ચાઓને એ જણાવી શકતું નથી તેમ તમારો પિતા પણ કર્મવશ નારકીની વેદના સહન કરતે થકે-કર્મથી પરતંત્ર હોઈને આવી ન શકે, તમને જણાવી ન શકે તેથી પરલોક નથી એમ કહી ન શકાય. પ્રદેશ રાજા જણાવે છે–ભગવદ્ ! એ વાત ઠીક છે પરંતુ મારી માતા જૈનધર્મની શગી હતી, ધર્મચૂસ્ત હતી-ધર્મિક હતી. આપના મત પ્રમાણે જરૂર તે દેવકમાં ગઈ હશે અને દેવે તે સુખી અને સ્વતંત્ર હોય છે. મારા પર મારી માતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ ( ૨૧ ) પણું ઘણું જ પ્રેમભાવ હતે. મને હિંસા વગેરે ન કરવા વારં વાર સમજાવતી હતી. હવે મારી માતા દેવલોકમાં ગયા પછી કેમ કોઈ દિવસ અહીં કહેવા આવતી નથી? તેથી હું માનું છું કે પરલેક જેવી ચીજ નથી. કેશી મહારાજ–રાજન ! ઘેડા ઉપર બેસીને ફરતા ફરતા તમે ચમારવાડામાં પહોંચી ગયા, જ્યાં માથું ફાટી જાય તેવી સખ્ત દુર્ગધ મારતી હોય એવું એ ગંદું સ્થાન હોવાથી તમે પૂરજોશથી ઘોડે દેડાવ્યો અને રાજમહેલ તરફ આવી પહોંચ્યા. નાનાદિ ક્રિયા કરી-ન્હાઈ ધોઈ સુંદર પિષાક પહેરી રાજસભામાં બેઠા ત્યાં તમે રૂમાલ ખેળવા લાગ્યા, પણ રૂમાલ ન જડ્યો. તમને યાદ આવ્યું કે-જરૂર રૂમાલ ચમારવાડામાં પડી ગય લાગે છે. શું તમે ત્યાં રૂમાલ ગોતવા માટે જાવ ખરા? એવા અપવિત્ર ઉકરડા જેવા સ્થળે દુર્ગધીમાં પડેલા રૂમાલને લેવા તમે ઈચ્છો પણ નહિ અને લેવા માટે માણસ પણ ન મેકલે. રૂમાલ ગમે તે સુંદર હોય–તમે લેવા જવા માટે સ્વતંત્ર છે છતાં તમે લેવા જતા નથી તેથી તમે નથી એમ ન મનાય, તમે હયાત છે. એમ દેવતાઓ પણ સ્વર્ગમાં ગયા પછી અહીંઆ ખબર આપવા આવતા નથી, કારણ કે ત્યાંના ભેગ-વિલાસજન્ય સુખે અપૂર્વ કેટિના હોય છે અને અહીંઆ ભારે દુર્ગધી છે. મનુષ્ય લેકની દુર્ગધ ૪૦૦-૫૦૦ જે જન ઊંચી ઉછળે છે, તેથી કઈ પૂર્વજન્મના અપૂર્વ સનેહ વગર, અથવા કેઈ મહર્ષિના ઉરચ કેટિના તપ-ત્યાગ વગર અથવા કઈ મંત્રના આકર્ષણ વગર દેવતાઓ અહીં આવતા નથી તેથી દેવલેક નથી કે બીજો જન્મ નથી એમ માની શકાય નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) ચૈતન્યવાદ. જ્યારે અહીંના તુચ્છ ભેગમાં પણ આસક્ત બનનાર એક સ્ત્રીને મૂકીને પરદેશમાં વસનાર ત્યાંની સુંદર સ્ત્રીમાં આસક્ત બની અહીંની સ્ત્રીને ખબર પણ આપતું નથી, સ્ત્રી, બાળ-બચ્ચાં બધાને ભૂલી જાય છે, તેમની વાત પણ તેને પસંદ પડતી નથી ત્યારે સ્વર્ગના અપૂર્વ ભેગવિલાસમાં આસક્ત બનેલા દેવે મનુષ્યલકમાં આવે નહિ અને ખબર ન આપે એમાં નવાઈ શી? પ્રદેશી રાજ–ભગવદ્ ! એક ચેરને ચોરીના ગુનાથી પકડવામાં આવ્યું. તેને દેહાંત દંડની સજા કરવામાં આવી. એ ચેરના શરીરના કકડે કકડા કરીને જોયું, શરીરને ચીરીને જોયું પણ આત્મા શરીરના કોઈ પણ ભાગમાં લેવામાં ન આવ્યું જેથી આત્મા છે એમ શી રીતે મનાય? ગુરુદેવે જવાબ આપે–રાજન ! અરણીના બે લાકડાને પરસ્પર ઘસવાથી અગ્નિ પ્રગટ થાય છે, પણ એ અરણીના લાકડાને ચીરવામાં આવે છે તેમાં અગ્નિ જણાતું નથી પણ તેમાં અગ્નિ છે કે નહિ? રાજા છે જરૂર. ત્યારે ગુરુદેવે કહ્યું-અગ્નિ કેમ દેખાતે નથી? જ્યારે પરસ્પર ઘસાય ત્યારે અગ્નિ પ્રગટે અને તે આપણે જોઈ શકીએ છીએ. જેમ-અરણમાં રહેલ રૂપી અગ્નિ જ્યારે નથી દેખાતે ત્યારે શરીરમાં રહેલે અરૂપી આત્મા શી રીતે દેખાય ? રાજા–ગુરુદેવ! એક ચોરનું મેં મરતાં પહેલાં વજન કર્યું અને મર્યા પછી તરત જ વજન કર્યું તે વજનમાં જરાય ફરક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ચિતન્યવાદ (૨૩) ન પડશે. જે આત્મા જેવી ચીજ હેત તે જરૂર વજનમાં ફરક પડત કારણ કે પહેલા આત્મા સહિત શરીર હતું, હવે આત્મા વગરનું છે એટલે વજનમાં અવશ્ય ફરક પડવે જોઈતું હતું પણ વજન ઘટયું નહિ જેથી આત્મા જેવી ચીજ જણાતી નથી. ગુરુદેવ–રાજન ! ચામડાની ખાલી મસકનું વજન કરો અને પછી એમાં પવન ભરે, ભર્યા બાદ તેનું વજન કરે તે વજનમાં જરાય ફરક નહિ પડે. જ્યારે મસકમાં પવન ભરાવા છતાંય વજનમાં ઘટવધ થતી નથી તેથી મસકમાં પવન નથી એમ ન મનાય, તેવી જ રીતે શરીરમાંથી આત્માના નીકળવાથી વજન ઘટયું નહિ તેથી આત્મા નથી એમ ન માની શકાય, કેમકે આત્મા–અરૂપી છે, એમાં વજન હોતું નથી. રાજા–એક શેરને મજબૂત કોઠીમાં પૂર્યો જેને કાણું સરખુંય નહોતું. એવી કેડી ને ચારે તરફથી સજજડ બંધ કરી તે બંધ કેઠીમાં ચેરને ત્રણ દિવસ રાખવામાં આવ્યું. ચેથે દિવસે કેઠી ખેલી જોયું તે ચેર મરેલે જણ, એના શરીરમાં કીડા પડેલા હતા, જે તેમાં આત્મા હેત તે બંધ કેઠીમાંથી શી રીતે નીકળત? કેઠીમાં કાણું પણ પડયું નહિ ત્યારે જીવ ગયે કયાંથી? તેથી જીવ–આત્મા નથી એમ સાબિત થાય છે. કેશી ગણધર–રાજન ! ચારે તરફથી બંધ મકાનમાં અથવા બંધ કેઠીમાં પ્રવેશ કરીને કેઈ માણસ શંખ વગાડે તે તેને અવાજ બહાર આવે કે નહિ? પ્રદેશી રાજા–અવાજ બહાર આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ (૨૪) કેશી મહારાજ–રાજન ! જ્યારે બહાર જવાને રસ્તે ન હોવા છતાં કેઠીમાંથી અવાજ બહાર નીકળી શકે છે અને અવાજ તે રૂપી છે ત્યારે આત્મા તે અરૂપી છે. અને તે કેઠીમાંથી બહાર નીકળે તે એમાં વાંધો છે? એને કાણા-વિવરની જરૂર નથી. અરૂપી આત્મા ગમે ત્યાંથી બહાર નીકળી શકે છે અને ગમે ત્યાં જઈ શકે છે. આવી રીતે કેશી ગણધર મહારાજાએ યુક્તિપુરસ્પર સમજાવ્યું ત્યારે પ્રદેશી રાજાને આત્માની શ્રદ્ધા થઈ તેથી આત્મા, કર્મ, પુણ્ય, પાપ, પરલેક આ બધી વસ્તુને તે માનવા લાગે, જેથી તે બહુ શ્રદ્ધાળુ અને આસ્તિકશિરોમણી બની ગયે. આ રીતે આપણને પણ કદાચ આત્માની શ્રદ્ધા ન થતી હોય તે વિદ્વાન ગુરુઓ પાસે જઈ વિનયથી પૂછી, સમજીને નિર્ણય કરી લેવું જોઈએ અને ધર્મમાં બહુ ચૂસ્ત-શ્રદ્ધાળુ બનવું જોઈએ. કેટલાકે એમ માને છે કે-પૂર્વજન્મ હેાય તે અમને પૂર્વજન્મની વાત યાદ કેમ નથી આવતી ! આપણને કેઈને યાદ આવતી નથી માટે પૂર્વજન્મ છે એમ કેમ માની શકાય? આવી માન્યતા પણ બરાબર નથી. જ્યારે એક જન્મમાં પણ દેબેલી, અનુભવેલી વાતે પણ આપણે ભૂલી જઈએ છીએ તેથી અનુભવેલી વસ્તુઓ નથી એમ માનતા નથી. પૂર્વજન્મની વાત તે દૂર રહી પણ આપણે સૌ ગર્ભ માં હતા એ વાત તે નિર્વિવાદ છે, છતાં જમ્યા પછી ગર્ભની વાતે આપણને યાદ નથી. ગર્ભમાં કયા સ્થાનમાં હતા? કેવી રીતે રહ્યા હતા? કેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ તન્યવાદ ( ૨૫ ). દુખ અનુભવતા હતા? આ બધી વસ્તુઓને આપણને જમ્યા પછી કંઈ પણ ખ્યાલ હેત નથી, છતાં એ બધી વસ્તુ નિશ્ચિત છે. ગર્ભમાં દુર્ગધીના સ્થાનમાં રહેવું, દુઃખ હેવું-ગર્ભમાં પણ રડવું–આ બધી વસ્તુઓ સત્ય હોવા છતાં આપણને યાદ નથી તે ગર્ભ પહેલાંની પૂર્વજન્મની વાર્તા આપણને યાદ ક્યાંથી હોય? કારણ કે-ભયંકર દુઃખમાં આવેલો આત્મા પૂર્વની વાતને સહેજે ભૂલી જાય છે અને એકદમ મુક્ત થતાં એ દુઃખની વાતને પણ ભૂલી જાય છે. એ આત્માને ભૂલકણે સ્વભાવ છે. જેવી રીતે ગર્ભની વસ્તુ આપણને યાદ નથી છતાં ગર્ભમાં હતા એ નિશ્ચિત છે તેવી જ રીતે પૂર્વજન્મ પણ નિશ્ચિત છે. ગર્ભ અને પૂર્વજન્મ આપણને યાદ નથી તેથી તેને નિષેધ થઈ શકે નહિ, આત્મા ભૂલી કેમ જાય છે તે ભૂલાવનાર જ્ઞાનાવરણીય કર્મ છે. આ જન્મમાં પણ કેટલીક વખત એક વાત યાદ આવે છે અને પાછા આપણે ભૂલી જઈએ છીએ-યાદ કરતાં પણ તે વાત યાદ આવતી નથી અને થેડીવારમાં અચાનક યાદ આવે છે એમ ઘણી વખત બને છે. આવી વાતે અનુભવસિદ્ધ છે. ઘડીકમાં યાદ આવે છે ને ઘડીકમાં ભૂલાય છે! જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમભાવને લઈને યાદ આવે છે અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયને લઈને ભૂલાય છે. જ્ઞાનાવરણીય કર્મને વિશેષ ક્ષપશમ થઈ જાય તે ઘણા વર્ષોની વાત પણ કેટલાકને યાદ આવી જાય છે અને પૂર્વજન્મનું જ્ઞાન પણ થઈ જાય છે, એને જાતિસ્મરણજ્ઞાન કહેવામાં આવે છે, એવા પ્રકારના જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને લઈને કેઈને અવધિજ્ઞાન પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬ ) ચૈતન્યવાદ થાય છે જે અવધિજ્ઞાનવડે પિતાના-પૂર્વના ભવે તથા બીજાના પૂર્વ ભવે જાણી શકાય છે અને ભવિષ્ય કાળમાં થનારા જન્મ અને થનારી ઘટનાઓ પણ જાણી શકાય છે, પણ દરેકને તેવા પ્રકારના ક્ષપશમ ભાવ વિના તેવા પ્રકારનું જ્ઞાન હેતું નથી તેથી પૂર્વજન્મ અને પુનર્જન્મ જેવી વસ્તુઓ નથી એમ ડાહ્યો માણસ કદી પણ કહી ન શકે. કેઈએ અમેરિકા અથવા યુરોપ વગેરે દેશે ન જોયા હોય તેથી અમેરિકા વગેરે નથી એમ કેમ કહી શકાય? એકડે ઘૂંટનાર બાળકને સાત ચોપડીનું જ્ઞાન હેતું નથી તેથી તે સાતમી પડીને નિષેધ કરી શકે નહિ. શિક્ષકના કથન પર વિશ્વાસ રાખવું જોઈએ અથવા તેવા પ્રકારનું જ્ઞાન મેળવવું જોઈએ. શિક્ષકની પાસેનું જ્ઞાન પણ શ્રદ્ધા વગર અને શિક્ષકના કહ્યા પ્રમાણે અભ્યાસ કર્યા વગર જ્યારે મળી શકતું નથી ત્યારે અતીન્દ્રિય જ્ઞાની પુરુષોએ બતાવેલું જ્ઞાન અને તેમને બતાવેલી વસ્તુઓ તેમના કહેલા સિદ્ધાંત મુજબની ક્રિયા કર્યા વગર અને તેવા પ્રકારનું જ્ઞાન મેળવ્યા વગર આપણે જાણી શકીએ નહિ. તેથી તેને નિષેધ કરવાને હકક આપણને રહેતા નથી. કદાચ તમે કહેશે કે અમેરિકા વગેરે દેશે જેનાર માણસ મેજુદ છે અને સાત ચોપડી ભણેલા માણસ પણ હયાત છે તેથી તેમના ઉપર વિશ્વાસ રાખીને તેમની વાત કબૂલ કરવી પડે છે. એવા પૂર્વજન્મ ને પુનર્જન્મ જાણનારા જ્ઞાની તે અત્યારે હયાત નથી તેથી આવી વાતે કોના ભરોસે માનવી ? તે એ વાત પણ વિચારવાથી આપણને માલુમ પડશે કેઆ દેશમાં આજથી અઢી હજાર વર્ષ પહેલા એવા જ્ઞાની પુરુષે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ ( ૭ ). મેજુદ હતા અને તે મહાપુરુષોએ કહેલા વચને સિદ્ધાંતમાં આજે મોજુદ છે. તે ઉપરથી આપણે બધું જાણી શકીએ છીએ, કઈ પણ કાળમાં બધા માણસે તેવા જ્ઞાની હતા નથી, છતાં જાણનાર પુરુષના ઉપર વિશ્વાસ રાખીને બધું માનવામાં આવે છે. જ્યારે વર્તમાન કાળના પુરુષ ઉપર વિશ્વાસ રખાય છે, તે ભૂતકાલીન પૂર્વે પુરુષ ઉપર વિશ્વાસ કેમ ન રાખવે? જ્યારે હજાર વર્ષના ઈતિહાસ ઉપર આજે આપણને વિશ્વાસ છે તે હજારો વર્ષ પહેલાના લખેલા આપણું સિદ્ધાંતે ઉપર આપણને વિશ્વાસ કેમ ન હોય? પૂર્વના ઘણા પુરાણા સિદ્ધાંતેમાં કહેલી વાત આજે સાયન્સ-વિજ્ઞાન દ્વારા સિદ્ધ થાય છે. જેમ પાણીમાં જીવ, વનસ્પતિમાં જીવ, પરમાણુ શક્તિ, શબ્દની અપૂર્વ શક્તિ, ધર્માસ્તિકાય નામને પદાર્થ વગેરે વગેરે જે ભૂતકાળમાં જૈન સિદ્ધાંતમાં બહુ સ્પષ્ટ રીતે બતાવેલા છે. તે જ વાતે આજ સાયન્સ-વિજ્ઞાન બહુ મહેનતથી સિદ્ધ કરી રહ્યું છે અને તે જ વાત સિદ્ધ થાય છે. જ્યારે ભૂતકાળમાં એવા યંત્રે કે મશીને નહાતા ત્યારે જે જ્ઞાની પુરુષોએ આવી બારીક વાતે બહુ સહેલાઈથી જાણીને બહુ જ સ્પષ્ટ રીતે કહી છે, તે જ જ્ઞાની પુરુષોએ, આત્મા, પુણ્ય, પાપ, કર્મ અને તેનું ફળ-કર્મની વિશિષ્ટ શક્તિ, જન્મ અને મરણ, પૂર્વજન્મને પુનર્જન્મ આત્માની અમરતા, કર્મકતૃત્વ કર્મકતૃત્વ વગેરે તમામ વસ્તુઓ બતાવી છે તે વસ્તુઓના ઉપર વિશ્વાસ કેમ ન રાખે? આજે પણ કર્મનું ફળ સાક્ષાત્ દેખાય છે. એક સુખી એક દુઃખી, એક રેગી એક નિરોગી, એક બુદ્ધિશાળી એક મૂર્ખ, એક ઓછી બુદ્ધિવાળો એક વધારે બુદ્ધિવાળે, એક જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૮) ચૈિતન્યવાદ માણસ એક વખત રેગી બને છે, દવા લાગુ પડે છે, નિરેગ થાય છે; એક વખત દવા નથી લાગુ પડતી, તેની તે દવા પણ અસર કરતી નથી, રોગ વધતું જાય છે ને મૃત્યુ પામે છે. જરાય રેગ હેતે નથી ને મૃત્યુવશ થાય છે અને બહુ રોગી માણસ ઘણું વર્ષ જીવે છે. એક વખત જે માણસ કમાય છે તે જ માણસ બીજી વખત ખવે છે. એને એ ધંધે ને એની એ મહેનત હોવા છતાં કમાઈ શક્તા નથી તે જ માણસ એક વખત ઓછા સાધનો અને ઓછી મહેનતે કમાય છે. કેટલાએકને વગર મહેનતે પણ દત્તક જવાથી લાખની મિલ્કત મળી જાય છે. વગર મહેનતે પણ રાજગાદી મળી જાય છે એવા પણ દાખલાઓ દુનિયામાં મોજુદ છે. એક જ માણસ ઘડીમાં સુખી ને ઘડીમાં દુઃખી થાય છે. ઘડીમાં રડાવનારા સંગ મળે છે અને ઘડીમાં હસાવનારા સંગે પ્રાપ્ત થાય છે. અણધાયું સુખ ને અણધાર્યું દુઃખ આવી પડે છે. ધારણમાં હોય તે બગડી જાય છે. કેટલાએક ઉમરભર ઈચ્છાઓ કરે છે, મનોરથ સેવે છે. ઘણી ઘણી મહેનત કરે છે છતાં કઈ ઈચ્છા પૂરી થતી નથી ને પિતે ખતમ થાય છે. કેટલાએકને વગર માંગ્યે વગર મહેનતે બધું મળે છે. આ બધું કર્મનું સાક્ષાત્ ફળ છે. પુણ્ય પાપનું સાક્ષાત્ ફળ છે, છતાં તે માનવામાં આનાકાની શેની હેય? કરેલા કર્મો અહીં પણ ફળે છે અને આવતા જન્મમાં પણ ફળે છે. આ જન્મમાં નહિ કરેલા પૂર્વ જન્મમાં કરેલા કર્મો આ જન્મમાં પણ ફળે છે, આવતા જન્મમાં પણ ફળે છે. કર્મનું ફળ પિતાને જ ભેગવવું પડે છે. જેમ કેઈને ૧૦૫ ડીગ્રી તાવ આવે-પેટ દુઃખે કે માથું દુખે તેને ભાગ કેઈ લઈ શકતું નથી. પોતાને જ બધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ (૨૯) ભેગવવું પડે છે. આ બધાં કર્મનાં પરિણમે–ફળ છે. કરેલા કર્મોની મુદત પાકે ત્યારે તે ફળ આપે છે (મુદત એટલે અબાધાકાળ). આ જન્મમાં મુદત પાકે તે આ જન્મમાં ફળે અને બીજા જન્મમાં મુદત પાકે તે બીજા જન્મમાં ફળે. આ વિષયમાં કેટલાક માણસે કલ્પનાના ઘડા દેડાવે છે. તેઓ કહે છે કે-આ જન્મમાં કરેલાં કર્મો આ જન્મમાં જ ભગવાઈ જાય છે તેથી કંઈ બીજે જન્મ નથી, પણ વિચાર કરતાં માલુમ પડશે કે-આ વાત પણ બરાબર નથી કેમકેઆ જન્મમાં કરેલાં કર્મો આ જન્મમાં જ ભોગવાતા હોય તે મરણ સમયે કરેલાં કર્મો ક્યારે ભેગવવાના? આ રીતે પણ બીજે જન્મ માનવું જ પડશે, માટે આવી રીતે કલ્પનાઓ કરી અને બેટા તર્કો કરી, પિતાની શ્રદ્ધાને મલિન કરવી એ ડાહ્યા માણસનું કામ નથી. દુનિયાના તુરછ અને ક્ષણભંગુર કામોની વાસનાને આધીન થઈને આવા ભેગને નહિ છોડવાની બુદ્ધિએ આવી કલપનાઓ કરવી પડે અને પરમાત્મા જિનેશ્વરદેવના વચનેથી વિરુદ્ધ ચાલવું પડે. આવી રીતે મરજી મુજબ કાલ્પનિક વૃત્તિ રાખીએ અને ગમે તે પાપ કરીએ તેથી પાપકર્મ આપણને છોડી નહિ દે, કરેલા કર્મો દરેકને રડી રડીને પણ ભેગવવા જ પડે છે, માટે કર્મ બાંધતા વિચાર કરે, પાપકર્મ કરતા ડરે, પરલોકને ખ્યાલ રાખે અને ધર્મમાં લીન બનીને આત્માને શુદ્ધ કરે. કર્મોને આપણે જોઈ શકતા નથી, પુણ્ય પાપને આપણે જોઈ શકતા નથી છતાં તેનું ફળ ઉપર કહ્યા મુજબ સાક્ષાત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) ચૈતન્યવાદ સભામાંથી પ્રશ્ન-એક પત્થર પૂજાય છે ત્યારે બીજો અથડાય છે, ટીચાય છે. જડમાં આમ ફેરફાર કેમ ? ઉત્તર-જેઓ પત્થરમાં જીવ ન માનતા હોય એમની પાસે આવે પ્રશ્ન થાય. આપણે તે પત્થરમાં, પાણીમાં, અગ્નિમાં અને વનસ્પતિ વગેરેમાં જીવ માનીએ છીએ પત્થરમાં—તે પૃથ્વીકાયમાં પણ જેના પુણ્યના ઉદય હાય તે પૂજાય, જેના પાપના ઉડ્ડય હાય તે ટીચાય છે. જીવ ગયા પછી પણ તેનું પુણ્ય પાપ કામ કરે છે. અહીંઆ પશુ આપણે જોઈયે છીએ કે પુણ્યશાળી પુરુષોના દેહના સત્કારપૂર્વક ચંદન વગેરેના લાકડાથી અગ્નિસસ્કાર થાય છે, અને પાપના ઉદયવાળા રખડી મરે છે. અહીંઆ એક વાત સમજવાની છે કે વિષય સુખ-દુ:ખના અનુભવના ચાલે છે. સુખ દુઃખના અનુભવમાં પુણ્ય પાપ સાક્ષાત્ કામ કરે છે. અને એ સુખ દુઃખના અનુભવ આત્માને હાય છે, જડ ચીજોને નહિ માટે ત્યાં સાક્ષાત્ પુણ્ય પાપના પ્રશ્ન ટકી શકતા નથી છતાં ત્યાં પણ પર પરાએ તે તે જીવાના પુણ્ય પાપનું કારણ મનાય. કેટલાકે એમ પણ કહે છે કે ધર્મ, નીતિ, નિયમે વિ દુનિયાની વ્યવસ્થા સાચવવા માટે છે. તે વાત પણ જૂઠી છે. ધર્મ, નીતિ વગેરે વસ્તુએ આત્માના કલ્યાણને માટે અનાદિની છે. હાં, તેથી દુનિયાની પણ વ્યવસ્થા સચવાય છે. આ બધા વણું નથી સ્હેજે સમજી શકાશે કે આત્મા છે, પરલેાક છે, પુણ્ય પાપ છે. પુણ્ય પાપનું ફળ આત્માને ગમે તે શરીરદ્વારા ભાગવવુ' પડે છે. સ`સારમાં ભટકાવનાર કમ છે, તેને તાડનાર ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ ( ૩૧ ) છે. કર્મના નાશથી મુક્તિ છે, માટે કર્મ તોડવા માટે હરેક આત્માએ સારી રીતે ધર્મની આરાધના કરવી જરૂરી છે. જીવનમાં ધર્મ છે તે બધું છે. ધર્મ નથી તે કંઈ નથી; જીવન નકામું છે. દુનિયાના સુખે પણ ધર્મના પ્રભાવે મળે છે. અહીંઆ જાહોજલાલી, આબાદી, અદ્ધિસિદ્ધિ અને પરલોકમાં સગતિ, અને કમે-કમે મુક્તિ, આ બધે પ્રતાપ ધર્મને છે. દુનિયામાં ઈજજતના માટે પણ લેકે નીતિ અને સદાચાર રાખે છે, તે આપણે આત્માની શુદ્ધિના માટે કેમ ન રાખીએ? જડના વિકાસ માટે દુનિયા માટે ખર્ચ અને ઘણુ મહેનત કરે છે તે આત્મવિકાસ માટે આત્માને માનનારે શા માટે મહેનત ન કરવી? દુનિયામાં ઘણી મહેનત કર્યા છતાં નસીબ વગર કંઈ જ મળતું નથી, અને પુણ્ય બળ હેય દેવે પણ ખેંચાઈને આવે છે અને નિધાને પણ આવીને મળે છે. જ્યારે વસ્તુપાળ તેજપાળ જમીનમાં સેનામહોરેને ચરુ દાટવા જાય છે પણ જ્યાં જમીન ખોદે છે ત્યાંથી બીજે ચરુ મળે છે. આ બધે પુણ્યને પ્રભાવ છે. ચિત્રાવેલી, રૂદંતી અને દક્ષિણાવર્ત શંખ જેવી વસ્તુઓ પણ દુનિયામાં મેજુદ છે છતાં ભાગ્ય વિના મળતી નથી અને ભાગ્યશાળીને વિના માંગે મળે છે માટે કઈ પણ જાતના દુરાગ્રહને વશ ન થતાં ખૂબ શ્રદ્ધાથી પુણ્યનાં કાર્યો કરવા એ આપણી ચેકખી ફરજ છે. પરદેશી રાજાની વાત આપણે આગળ કહી ગયા. પરદેશી રાજાએ સમજ્યા છતાં પણ જરા કદાગ્રહ કર્યો, કેશીગણધર મહારાજને જણાવ્યું-ગુરુદેવ! આપની વાત સાચી છે, પણ અમારે ત્યાં તે સાત પેઢીથી નાસ્તિકતા ચાલી આવે છે. હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) ચૈતન્યવાદ નાસ્તિક, મારા બાપ નાસ્તિક અને મારા દાદા, પડદાદા વિગેરે પણ નાસ્તિક હતા-આ પરંપરાની નાસ્તિકતા કેમ છૂટે? કેશી મહારાજે ચાર માણસના દૃષ્ટાંતથી સમજાવ્યું કેરાજન ! સાંભળ. એક વખત ચાર માણસ પરદેશમાં કમાવા માટે નીકળ્યા. રસ્તામાં એક લોખંડની ખાણ આવી. ચારે યે લેખંડ લેવાય એટલું લીધું. આગળ ચાલ્યા ત્યાં તાંબાની ખાણ આવી. ત્રણ જણાએ લખંડ પડતું મૂકયું અને તાંબું ઉપાડ્યું. એકે કહ્યું-મારે તે મૂકવું નથી, જે લીધું તે લીધું. ત્યાંથી વળી આગળ ચાલ્યા ત્યાં ચાંદીની ખાણ આવી. પેલા ત્રણ જણાએ તાંબું મૂકી દઈને ચાંદી લીધી. પેલા લેખંડવાળાને પણ ચાંદી લેવા કહ્યું ત્યારે તેણે જવાબ આપેઃ તમે તે ભેળા છે. ઠેકાણ વગરના છે. ઘડીકમાં આ ને ઘડીકમાં આ. મને એ ન પાલવે. મેં તે લીધું તે લીધું. એણે લેખંડ ન મૂકયું. ચારે જણા આગળ ચાલ્યા. આગળ જતાં સેનાની ખાણ આવી. ત્રણે જણે ચાંદીના કકડા પડતા મૂક્યા અને તેનું લેવાય એટલું લીધું. પેલા લેખંડવાળાને પણ સમજાવ્યું કે-અલ્યા, તું પણ તેનું લઈ લે, લેખંડ મૂક કરાશે. આ સાંભળી પેલા લેખંડવાળાએ જવાબ આપેઃ તમે તે ઢંગધડા વગરના છે, ઘડીઘડી ફેરફાર કરે છે. મને એ ન પાલવે. મેં તે જે લીધું તે લીધું. પિલા લોકોએ હિતબુદ્ધિથી ઘણું સમજાવ્યું છતાંએ ભાગ્યહીન મૂરખ ન સમજે, અને સામે જવાબ આપે છે કેતે પકડયું તે પકડયું. આમ ચારે જણ જંગલો વટાવતા પિતાના દેશમાં પાછા કરે છે. પેલા ત્રણ જણા, સોનું વેચીને મોજમજા કરે છે અને પડતા મૂકયા મજાવ્યું કે- ૧લા લેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ ( ૩૩ ) સુખમાં રહે છે ત્યારે પેલા લાખડવાળા તે જોઈને ઘણે અરે છે. . કેશી ગણધર ભગવાન, પરદેશી રાજાને કહે છે કે-હે રાજન્! આ ચારમાં બુદ્ધિશાળી કાણુ ? રાજાએ જવાબ આપ્યા—ગુરુદેવ ! લાખડવાળા મૂખ અને ખીજા ત્રણ જણા ડાહ્યા, આ વાત રાજાના ગળે ઉતરી ગઈ અને તરત જ રાજા સમજી ગયે. બીજા દિવસે પેાતાના 'તેઉરની સાથે સભામાં આવીને તેણે જૈન ધર્મના સ્વીકાર કર્યાં અને આસ્તિકશિરામણી બની ગયા. કાળક્રમે તે એટલે બધે સહનશીલ બન્યા કે તેની રાણી સૂકાંતાએ તેને ઝેર આપ્યું, તે વાતની રાજાને ખબર પડી કે—આ કામ રાણીતુ છે છતાં તેના ઉપર જરા પણ રાષ ન કરતાં અપૂર્વ ક્ષમા ધારણ કરી, સમભાવમાં લીન બની કાળ કરીને પહેલા દેવલોકમાં સૂર્યંભ નામના વિમાનના માલીક મહાન્ ઋદ્ધિવંત દેવ થયા. આજે પણ તે દેવપણે મેજીદ છે. મહાન સુખી દશામાં પણ ધર્મની શ્રદ્ધામાં ચૂસ્ત છે, કેવા સુંદર એ જમાના હતા અને કેવી ત્યારની સરળતા હતી કે સાચુ' લાગતાં જ સૌ તેના સ્વીકાર કરતા, આજે વસ્તુ તદ્દન વિપરીત છે. મગજમાં સેલી માન્યતાઓને જૂહી જાણવા છતાં પણ છેાડવી સુરકેલ પડે છે. સમજાવનારને જવાબ કેમ આપવા ? એ જ ધ્યાન રહે છે. ખાટા કુતાઁ કરી સાચી વસ્તુને તેાડવાની બુદ્ધિ રહે છે, પણ તે કલ્યાણના માર્ગ નથી. સાચી વસ્તુ સ્વીકારવી તે જ આપણી ફરજ છે. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૪) ચૈતન્યવાદ આજે કેટલાક સમજે છે છતાં પાપને છેડી શકતા નથી. વિષયવાસનાની ધૂનમાં છેડવું ભારે પડે છે. તેઓએ પણ પિતાના આત્માને સમજાવવો જોઈએ. હે ચેતન ! અહીંઆ તારાથી સ્વાદ છૂટતો નથી, ક્ષણભંગુર શરીરના માટે તું અભણ્યનું ભક્ષણ કરે છે, અપેય પદાર્થોનું પાન કરે છે અને ખેટે રસ્તે જાય છે. તને સદાચાર નથી ગમતું. બુરાઈનાં કામે કરે છે. ધર્મવિહીન બની, અનીતિ, જૂઠ ને પ્રપંચમાં હાલે છે, પાપ કર્યો જ જાય છે પણ યાદ રાખ ! આનું પરિણામ ભયંકર છે. આ પાપના કાર્યોથી તારે દુર્ગતિમાં જવું પડીશ, દુખી થવું પડશે, રાગી થવું પડશે, નિર્ધન થવું પડશે, કંગાલ હાલતમાં જીવન ગુજારવું પડશે, ખાવાને ટુકડે નહિ મળે, પહેરવાને કપડા નહિ મળે, રહેવાને મકાન નહિ મળે ત્યારે તારી શી દશા થશે? જે મરીને જાનવર થયે તે માંસાહારીઓ તથા કસાઈઓ તને ચીરી નાંખશે, મારશે, તું ચીસ પાડીશ, ત્યાં તારું કંઈ પણ નહિ ચાલે. જે મરીને કુકડે કે કબુતર થાય તે માંસાહારીઓ તેને ગરમ પાણીની તપેલીમાં બાફી નાંખશે. ત્યાં તું તરફડી તરફડીને મરીશ. ત્યાં કઈ તારો બચાવ નહિ કરે. જે મરીને નારકી થયે તે પરમાધામીએ તારા શરીરના ટુકડે ટુકડા કરી નાંખશે, તને ચીરી નાંખશે, ફાડી નાંખશે, કાપી નાંખશે અને છુંદ્ર નાંખશે. તું ગમે તેટલી બૂમ પાડીશ પણ એ પરમાધામીઓને દયા નહિ આવે. ત્યાં કેઈ બચાવી નહિ શકશે. ત્યાં કે તારે રક્ષણહાર નહિ મળે. હજારો વર્ષો સુધી તીવ્ર દુઃખ ને તીવ્ર વેદના તારે સહવી પડશે. તારું કંઈ નહિ ચાલે માટે તું સમજ. પાપના ફળ ભયંકર છે માટે પાપનાં કાર્યો છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ચૈતમ્યવાદ ( ૩૫ ) ડ !! છેાડ !!! આ રીતે આત્માને સમજાવીને પણ પાપને તિલાંજલિ આપે અને ધર્મની ખૂબ ખૂબ આરાધના કરી. જડવાદ ઘેાર સહારક છે. જો તમારે સારું ફળ લેવુ' હાય તે બીજાને ધની, સુખી દેખીને તેની ઇર્ષ્યા ન કરા, કાઇનું પૂરું ન કરો, મૈત્રીભાવનાને જીવનમાં કેળવા, પુણ્ય પાપને માના અને સિદ્ધાંત મુજબની કરણી કરેા, જ્ઞાન, દર્શન, સુખ અને વીય એ આત્માના ગુણ્ણા છે, એને વિકસાવા–પ્રગટાવા. તપ એ આત્માના ગુણુ કે ખાવુ' એ આત્માના ગુણુ ? ખાવાનુ તા અનાદિ કાળથી ચાલુ જ છે, છતાં તૃપ્તિ થઈ નથી. જડવાદમાં શું છે ? લડાઈ ઝગડા, હજારાની ખૂનામરકી, દુનિયાની ધમાલ. આ . • બધું શાને આભારી છે ? જડવાદને આભારી છે. ચૈતન્યવાદ જેટલે વધશે તેટલી જ શાંતિ, સમાધિ અને આબાદી વધશે. જડવાદના વિકાસનું પરિણામ આજે નજરે જોવાય છે. અણુઆમ્બ, ગૅસ આ શું છે. જેનાથી લાખ્ખાના ઘાણુ વળે છે, અખન્નેની મિલ્કત પાયમાલ થાય છે. આ વસ્તુએ કઇ નવી નથી. પૂર્વના ઋષિમુનિઓ-મહાપુરુષો આ તમામ જાણતા હતા. ક્રોટિલ્યનું અથ શાસ્ત્ર કે જે બે હજાર વર્ષના પુરાણા ગ્રન્થ છે, તેમાં તમામ વસ્તુ બતાવવામાં આવી છે. સામા શત્રુની પ્રજાને ગુંગળાવવા માટે તેમાં ગૅસના ઉપાચા બતાવવામાં આવ્યા છે. પ્રાચીન કાલમાં એક તીર ફેંકતા જ આગ–આગ ફાટી નીકળે. એક તીરથી પાણી પાણી થઈ લે તેમાં ડૂબી જાય. પૂર્વના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ (૩૬) ચિતન્યવાદ પુરુષે આ વિજ્ઞાન જાણતા હતા પણ સાથે–એ માનતા હતા કે-આ વિજ્ઞાન એ વિનાશક છે, તેનાથી દુનિયાની બરબાદી છે માટે જ તેને પ્રચાર ન કર્યો. જડવાદના આવિષ્કારમાં એકબીજાને સંહાર છે. અરે ! આજે તે મરણ માથે ભમી રહ્યું છે. ગૅસ, અણુબોમ્બ, કિરણ, આ તમામ વસ્તુના આવિષ્કારમાંબેલે શાંતિ વધવાની કે સંહાર વધવાને? જડવાદને એટલે આવિષ્કાર તેટલી જ બરબાદી, હાનિ, વિનાશ અને લડાઈ, વધવાની. જડવાદ વધે એટલે એક દેશ બીજા દેશને દબાવે, પરસ્પર ભય, જડવાદી પિતાનું ઘર પણ બાળે અને બીજાનું પણ બાળે. બીજાનું બાળવા પિતાનું પહેલું બાળે. જ્યારે ચેતન્યવાદી-સમજુ માણસ પોતાનું અને પારકાનું રક્ષણ કરે. ચૈતન્યવાદમાં કષાને જીતવાના હોય તે કેઈને ય દુશ્મન ન માને, બધાને મિત્ર માને. ચૈતન્યવાદ તારક છે જ્યારે જડવાદ સંહારક છે. ફરી ફરીને કહું છું કે યાદ રાખે કે જડવાદના જોરમાં દુનિયાની પાયમાલી છે. જડવાદના આવિષ્કારમાં દુનિયાને સંહાર છે, જડવાદની વૃત્તિમાં જગતની બરબાદી છે, ચૈતન્યવાદના જેરમાં–તેના આવિષ્કારમાં જગતમાં શાંતિ છે, આબાદી છે અને તેમાં જ સાચું સુખ સમાયેલું છે. ચૈતન્યવાદમાં મેજ છે, સમૃદ્ધિ છે, સંરક્ષણ છે. ન્યાયનીતિ, સદાચાર અને ધર્મ તમામ એમાં સમાયેલાં છે. તેમાં વૈરવિરોધ નથી, પણ મૈત્રીભાવ છે, ચેતન્યવાદી ભલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ ( ૩૭ ) થોડા હાય પણ એજ કિંમતી છે. હીરા થાડા હોય છે પણ કિંમત એની જ અંકાય છે; નહિ કે પથરાની, હવે આ વિષયમાં એક દૃષ્ટાંત કહી આજનું વ્યાખ્યાન સમાપ્ત કરીશું. ભાવનગરના ના. વિજયસિંહ રાજાના રાજ્યકાળના આ બનાવ છે. એક વખત મહારાજા વિજયસિંહુ આગ-બગીચામાં ફરવા નીકળ્યા હતા. જે ઘેાડા ઉપર તેઓ સ્વાર થયા હતા તે ઘેાડા બહુ વેગવાળા હતા પણ તેને અવળી શિક્ષા આપવામાં આવી હતી. મહારાજા એ વાતથી અજાણ હતા. ઘેાડાએ ભરજંગલમાં રાજાને મૂકી દીધા. ખૂબ દૂર નીકળી ગયા. વખત ખૂખ વીતી ગયા. રાજાને ભૂખ પણ કકડીને લાગી હતી. તૃષાથી ગળું સુકાઇ ગયું હતું. સૂર્યના તાપે રાજાને હૈરાનપરેશાન કરી નાંખ્યા હતા. ચારે બાજુ નજર નાંખતાં થોડા ઝુંપડા ઉપર દૃષ્ટિ પડી. મહારાજા ત્યાં ગયા. લોકો ભેગા થઇ ગયા. રાજાએ પાણી માગ્યું પણ એ જંગલી માનવીએ પાણી કાને કહેવાય એમ સમજતા નહાતા. છેવટે રાજાએ ઇશારાથી સમજાવ્યું ત્યારે સમજ્યા, . આ આપણો આય દેશ છે. એ આ દેશના રબારીઓમાં પણ આર્ય સંસ્કૃતિ હતી. દીન દુઃખીના દુઃખ દૂર કરવા, ભૂખ્યાને અન્ન આપવું, તરસ્યાને જળપાન કરાવવું એ તે આ દેશના માનવામાં ગળથુથીમાં મળેલા સસ્કારે છે. જગતમાં ભલે અધકાર વ્યાપેલા હાય પણ પેાતાના ઓરડામાં જો નાના દીપક પણુ જ્વલંત હાય તે એ પણ પ્રકાશ પાથરે છે, માટે ચૈતન્યવાદી ભલે થાડા હાય પણ જો એ વાદને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) ચૈતન્યવાદ દિપકની જેમ જવલંત રાખશે તે જરૂર અજ્ઞાનરૂપી અંધકારને હડસેલી મૂકશે. ચૈતન્યવાદ ગયે તે સમજે કે મુડદા ને આપણુમાં કંઈ જ ફરક નથી. પ્રાણુના ભેગે પણ ચૈતન્યવાદ ટકાવ એ આપણું પહેલી ફરજ છે. સાચા પ્રાણ છે. ચૈતન્યની માન્યતા વગરની શાંતિ એ મુડદાની શાંતિ છે. મૂઠીભર માનવે પણ જે ચૈતન્યવાદને વળગી રહેશે તે જડવાદમાં ઝકેલી આજની દુનિયા જ્યારે ભયંકર અંધકારમાં અથડાશે, પરસ્પર પાયમાલ થશે, લેહીની નદીઓ વહેશે ત્યારે તેઓ ભારે ઉપકારી થઈ પડશે અને સમજાવી શકશે કે શાંતિ, આબાદી કે સુખ જડવાદમાં અંશમાત્ર નથી પણ સાચી શાંતિ, તાવિક સુખ ને આબાદી એ આત્મદશામાં રહેલી છે. પેલા રબારીઓએ રાજાને સત્કાર કર્યો. સુખાસન ઉપર બેસાડી, પાણીના બદલે તાજી છાશ અને ગરમા-ગરમ સોગરો એટલે બાજરીને રોટલે રાજાની સમક્ષ ધર્યો. ભૂખ તે કક્કડીને લાગી હતી. સુકે ટલે પણ ભૂખમાં મીઠે લાગે ત્યારે આ તે ગરમાગરમ રેટ ને છાશ ? પછી પૂછવું શું? રાજાએ આકંઠ ભેજન કર્યું. રાજાને આ ભેજનથી જે આનંદ આ તે આનંદ એના રાજમહેલમાં પણ આજ સુધી નહાતે આ કારણ કે આ ભૂખથી ખાવાનું હતું અને રાજ તે ભૂખ વગર જે આવે તે ઝાપટવાનું હોય. વગર ભૂખે ખાવાથી અજીર્ણ-અપ થાય. ભેજન પચે નહિ એટલે અરુચિ રહે. પછી પરાણે ઠાંસવાનું હોય. એમ તે ગળે ઉતરે નહિ એટલે જોઈયે ચટણ-પટણ, સત્તર મશાલા. જીભના સ્વાદથી વધારે ખવાય. પછી લોટા ભરે, હાં, શ્વાસ ચઢે. પાન-સીગારેટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ ( ૩૯) વગર ચાલે નહિ-ભલે પછી છાતી બળી જાય. ચા એક વાર નહિ પણ ઓછામાં ઓછા અડધો ડઝન કર્યું તે જોઈયે જ આપણું કચરાપટ્ટી ખોરાકે શરીરની શક્તિને ક્ષીણ કરી નાંખી. રેગે વધ્યા, ડોકટરોના ખરચા વધ્યા. કૉડલીવર ઑઇલ જેવી અભક્ષ્ય દવાઓ ગટગટાવાનું મન થયું. આજના સિનેમા નાટક, વિષયવિકારની ભાવનાને પ્રદીપ્ત કરી. આજની નવેલેએ જીવનને વિકૃત બનાવ્યું. આજના ભણતરે માણસને સ્વચ્છેદ બનાવ્યું. અનીતિ વધી એટલે ભાવનાઓ બગડી...ધર્મકર્મને ભૂલ્યા..એકેક વસ્તુ આપણને પાયમાલ કરનાર છે પણ આંખ કયાં ઉઘડે છે? આજ તે દીવ લઈને ફ પડવા જેવી સ્થિતિ થઈ છે. રાજાને રબારીના ભેજનથી ભારે તૃપ્તિ થઈ. એ લેકેને , ઘણે ઉપકાર માન્યો. રાજા ત્યાંથી રવાના થાય છે. રવાના થતાં સૌને જણાવ્યું–અલ્યા! ભાવનગર જાણે છે કે નહીં. ? હું ત્યાંને રાજા છું. મારું નામ વિજયસિંહ છે. તમે જરૂર ભાવનગર આવજે. આવે ત્યારે મારું નામ પૂછી મારા મહેલમાં ઉતરજે. સમજ્યાને? ઉપકારીને કેમ ભૂલાય? આ હતી આર્ય સંસ્કૃતિ, આજ તે ઉપકારીને જ નાશ થાય છે. ઉપકારીઓ સામે ચેડા કાઢવામાં આવે છે. કૂતરા જેવું જાનવર પ્રાણ પણ વફાદાર હોય છે. માલીકનું રક્ષણ કરે છે ત્યારે આજનો માનવી ખાય એનું જ ખેદે છે. કેટલી નપાવટતા ? મોટામાં મોટે ઉપકાર આપણુ ઉપર દેવ, ગુરુ અને ધર્મને છે. એને જ આપણે ભૂલી ગયા. એના સ્થાને આજે લક્ષ્મી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ( ૪૦ ) ચૈતન્યવાદ અને લલનાએ સ્થાન લીધું છે. પણ અંતે એ દગે આપનારી ચીજે છે એ વાત ન ભૂલતા. અલ્યા એ સિપાઈ, પેલે વિજયે કયાં છે? મહારાજા વિજયસિંહ ત્યાંથી પિતાના ગામ તરફ પાછા વળ્યા. થોડા દિવસ પછી પિલા ચાર રબારીએ ભાવનગરમાં આવ્યા. પૂછતાં પૂછતાં રાજમહેલ પાસે આવી પહોંચ્યા. ત્યાં સિપાઈ ઊભું હતું એને પૂછયું-અલ્યા સિપાઈ! પેલે વિજયે કયાં છે ? સિપાઈ તે સાંભળીને ચમક. આ વળી કયાંના ગમાર છે? સિપાઈએ પૂછયું-તમે કયાંના છો? તમારું નામ શું ? રબારીઓએ જવાબ આપે. અમે બાજુના ગામડાના રબારી છીએ. એકનું નામ હલી છે, બીજાનું નામ ભલી, ત્રીજો કલીયે, અને એથે છે મલીએ. તારા રાજાએ કહ્યું હતું કે–ભાવનગર આવે ત્યારે રાજમહેલમાં આવજે. કયાં છે એ વિજયે? અમે તે ખાળી-ખેળીને મરી ગયા. સિપાઈએ જાણયું કે-આમાં કંઈ ભેદ છે. રાજાની પાસે બધાયને હાજર કર્યા. રાજા જેઈને તરત ભેટી પડશે. આજુબાજુના માણસને ભારે આશ્ચર્ય થયું. આવા ગમારને વળી ભેટવાનું હોય! રાજાએ એમને માટે લાખોના ખર્ચે તાજેતરમાં બનાવેલા કાચમહેલમાં ઉતારો આપ્યો. ખભે મટી ડગ મૂકીને આ તે હાલ્યા, આવ્યા, કાચમહેલમાં. ઉતર્યા પણ ચારે બાજુ ડાંગવાળા જ રબારી દેખાણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ ( ૪ ) ઉપર રબારી, નીચે રબારી, જ્યાં જુઓ ત્યાં રબારી. અત્યા અલીયા, માન ન માન, દો. રાજાએ આપણને મારવા માટે આ બાજી બેઠવી લાગે છે. નહિ તે આટલા બધા રબારીને અહીં કેમ રાખ્યા છે? અલ્યા શું જુએ છે. ઉઠાવે ડાંગ. એક પછી એકે ઉઠાવી ડાંગ. જ્યાં રબારી દેખાણ ત્યાં ઠોકે રાખી. મૂર્ખાઓને એ ખબર નથી કે અમારું જ પ્રતિબિંબ આ કાચમાં પડે છે. ચારે બાજુની ભીંતના કાચ તેડી નાંખ્યા. ઉપરનીચે બધે જ ડાંગ મારી. ભાંગીને ભુક્કો થઈ ગયે. એક બાજુ ઘડીયાળટક-ટક-ટક કરતી હતી. પેલો અલી કહે-અલ્યા ભલીયા. આમાં કંઈક છે. સાળી ટક ટક કરે છે, ઠેક ડાંગ, શું જુએ છે? મારી ડાંગ. કર્યા ચૂરા. હાશ, મારા બેટા બધાયને ભગાડી મૂકયા. એ વિજયાના ગમે તે દાનત હોય પણ આપણે ક્યાં કાચા છીએ? કેમ અલ્યા કલીયા. અલ્યા કલીયા, આ લાકડા ભેગા કરીને ધૂણી ધખાવે ને ભરે ચલમ. હેકા લીધા હાથમાં. ગડડ-ગડડ ગટગટાવા લાગ્યા અને મૂછ પર હાથ ફેરવવા લાગ્યા. સિંહાસન પર બેઠેલા રાજાએ વિચાર્યું. આ મારા પરમ ઉપકારી છે. એમને માટે મારી-માનીતી ખાસ વેશ્યા છે, એને ત્યાં મોકલું જેથી નાચ-ગાન કરી આ રબારીઓને ખુશ કરે. રાજાને રાજમહેલમાં શી હકીકત બની છે એની હજી ખબર નહતી પડી. દશ લાખના ખર્ચે બનાવેલ કાચમહેલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ (કર ) ચૈતન્યવાદ હજી તે વાસ્તુ પણ નહોતું કર્યું પણ ઉપકારીઓના માટે એ રાજમહેલ તરત ખેલી દીધે. આજ તે રાજમહેલ અને મેટા બંગલાઓ બહાર સાઈન બોર્ડ જોવા મળશે અને બીજા શિકારી કૂતરા. લખ્યું હશે રજાવગર કેઈએ પ્રવેશ ન કર “No admision' ભૂલેચૂકે કઈ પ્રવેશ કરી દે તે પેલા કૂતરાઓ ફાડી જ ખાય. બિચારા ગરીબ તથા સામાન્ય માણસે તે ત્યાં જઈ શકે જ નહિ. ત્યાં જાય એમના જેવા લઠ્ઠાપટ્ટા. ખુરસીઓ ઉપર બેસે, છાપું હાથમાં લઈ આડીઅવળી માંડે. પેલા આવા ને પેલી આવી-રીલીઝયન ઈઝ હમ્બગજેમ આવે તેમ બાફે. આ દશા છે આજના સુધારક વર્ગની. સમજ્યાં ત્યાંથી સવાર, આ તે રબારી. અજ્ઞાન જાત એને કંઈ જ્ઞાન-ભાન નહીં. એટલે આ લાખની કિંમતને મહેલ પણ તેડી નાખે. પણ આપણે જરા વિચારો આજે આપણે શું કરી રહ્યા છીએ? માનવદેહરૂપ સુંદર કાચમહેલ તેડી રહ્યા છીએ, જડ પદાર્થોની પાછળ પાગલ બની જીવનને બરબાદ કદી રહ્યા છીએ. જ્યાં દેવું જોઈએ ત્યાં લેવાની ભાવના થાય છે. દાનને ભૂલ્યા, સંગ્રહખેરી વધી. કેઠી ભરવાનું જ કામ રાખ્યું–ભલે પછી દિવસ હોય કે રાત, ભક્ય હોય કે અભણ્ય. બે વાર નહિ પણ ચારછ વાર-વિષયવિકારની ધૂન લાગી જ્યાં ત્યાં ભટકવાનું–આ શું છે? આ છે જડવાદની છાયા. - હવે પિલા રબારીઓને સંભાળીએ. રાજાએ ઉપકારી સમજીને સ્લિા મહેમા માટે ખાસ પ્રસિદ્ધ વેશ્યાબે કાચ મહેલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યવાદ ( ૪૩ ) મોકલી. વેશ્યા સમજી કે મોટા મહેમાન લાગે છે, નહિતર રાજા શાના મેકલે? એણે તે કાચમહેલમાં જઈ આલાપ શરૂ કર્યા–આ–આ–આ–ઈ–ઈ–ઈ–નરગા-સારંગી અને વિવિધ-વાદ્યોના મધુર વનિ થવા લાગ્યા. વેશ્યા રસમાં ચઢી. એણે તે એ સુંદર આલાપ આપે ને નાચ શરૂ કર્યો. આ તરફ અલી કહે અલ્યા ભલીયા, આ શું? આ બીચારીને બહુ દુઃખ લાગે છે, બીચારી રાડ પાડે છે. આપણે એનું દુઃખ મટાડવું જોઈએ. આપણી પાડી જ્યારે રાડ પાડતી હતી ત્યારે લેઢાના તવેથાને ગરમ કરી જ્યારે દામ દીધો ત્યારે એને રેગ ગયે. આ બીચારી આપણી પાસે આવી છે તે જરૂર એનું દુઃખ દૂર કરવું જોઈએ. કરે તૈયારી. અલ્યા હલીયા, તું આ લેઢાના સળીયાનેગરમ કર-જલ્દી કરનહિ તે પાછી આ ભાગી જશે. વેશ્યા તે ઊંચા ઊંચા આલાપ આપે છે, ગાય છે ને નાચે છે. ભલીયે કલીયાને કહે આને ધનુર થયે છે, ધનુર. બસ જલ્દી કરે. કર્યો ગરમ તવે. એક જણે પકડી રાખી. એકે નરગાવાળાને અને બીજાએ સારંગીવાળાને પકડી રાખ્યો. એક જણે લાલચેળ તવેથે હાથમાં લીધું અને વેશ્યાને ગળે ચાંપી દી. વેશ્યા તે બીચારી રાડ પાડવા લાગી. બાપ રે મરી ગઈ અરે રાંડ, રડ મા, તારું ઉમરભરનું દુઃખ ગયું સમજ. લાવ બીજે ચાંપવા દે. બાપ રે મરી ગઈ એમ રાડ પાડે છે જે પિલાએ બીજે ચાંપી દીધે. વેશ્યાનું તે આવી બન્યું. પેલાઓને છોડી વેશ્યા તે ચુડી વાળી રાડ પાડતી લાગી. રાજા પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ (૪૪) ચૈતન્યવાદ આવીને કર્યો પિકારઃ મહારાજ ! જુલમ ! જુલમ ! જુલમ ! મને તે જીવતી બાળી નાંખી, એટલામાં મહેલના રક્ષકે કાચમહેલને ભૂકો થઈ ગયાના સમાચાર આપ્યા. રાજા તે આજે જ બની ગયે. પણ થાય શું? આ તે ઉપકારી હતા. રાજા મૌન રહ્યોરાજાને હવે ખબર પડી કે મહેમાનગીરી પણ માણસ જોઈને કરવી જોઈયે. બીચારી વેશ્યા નાહક હેરાન થઈ રાજા ન્યાયી હતે. વેશ્યાને સમજાવી ઈનામ આપી ખુશ કરી. રબારીઓને બેલાવ્યા. એ તે મૂછ મરડતા હસતા-હસતા રાજાની સામે બેઠા, કારણ કે બહાદુરીનું કામ કરીને આવ્યા છે ને! એક બેઃ મહારાજ, પેલી રાંડનું દખ મટાડી દીધું ત્યારે બીજે છેલ્યઅલ્યા વિજયા, કાચ મહેલમાં કઈક ડાંગવાળા ભેગા થયા હતા. બધાયને કર્યા ભોંય ભેગાબેલીને મૂછે હાથ ફેરવવા લાગ્યા. રાજાએ ડહાપણ વાપરી, બે પાંચ મણ અનાજના પોટલા બાંધી આપ્યા અને કહ્યું કે-લઈ જાઓ. ગાડા ભરીને બીજું જોઈએ તે લઈ જજે. રબારીઓ તે ખુશ ખુશ થઈને પરસ્પર બોલવા લાગ્યા અલ્યા, વિજયે સારે છે હે, જુઓને કેટલું અનાજ આપ્યું. જેટલા ને છાશના એક વખતના ઉપકારને આ રીતે રાજાએ સત્કાર કર્યો. આ દષ્ટાંતથી એ સમજવાનું છે કે-આપણા દેશમાં પ્રાચીન કાળમાં આર્ય સંસ્કૃતિ કેવી પ્રસરેલી હતી કે ગમાર માણસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com અનાજના પિટલ જ કહ્યું કે-લઈ જ જોઈએ તે Page #46 -------------------------------------------------------------------------- ________________ ચિતન્યવાદ (૪૫). પણ ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવાનું નહોતા સૂકતા. કૃતજ્ઞતા પણ કેવી અજબ હતી કે ઉપકારીને ઉપકાર કદી પણ ભૂલાત નહે. આપણું પ્રસ્તુત-ચૈતન્યવાદના વિષયમાં આ દષ્ટાંતથી એ સાર લેવાને છે કે-આત્મા ચૈિતન્યવાદને ભૂલીને જડવાદમાં એટલે બધે લીન થઈ ગયું છે કે પિતાનું સાચું સ્વરૂપ પીછાણી શકતું નથી, જડ ચીજોને પોતાની માને છે અને પિતાના દર્શન જ્ઞાન ચારિત્રરૂપી ગુણોના મહેલને પેલા રબારીએની જેમ પિતાના હાથે જ તેડી નાખે છે. અને દુનિયાના વિષયજન્ય સુખરૂપી થડા અનાજના ઢગલાથી રાજી રાજી થાય છે અને મલકાય છે. તેને લીધે આત્મા પિતાનું શ્રેય સાધી શકતું નથી, માટે ચૈતન્યવાદને સમજો. આત્માના ગુણોને પારખ, આત્મસ્વભાવમાં રમણતા ધારણ કરે, જડ ચીજોના મેહમાં જીવનને નાહક બરબાદ ન કરે. ક્ષણવિનાશી તુરછ વિષયવિકારમાં ભાવ હારી ન જતાં–જીવનને બરબાદ ન કરતાં પરમાત્મા જિનેશ્વરદેવના સિદ્ધાંત મુજબ જ્ઞાન અને ક્રિયામાં લીન બની અને મુક્તિના અનંત સુખના ભેતા બને એ જ અભિલાષા સાથે આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ શું આપશો? | ચરાચર વિશ્વમાં અનેક પ્રકારના માણસો વસે છે, ઉદાર આત્માઓ પિતાની લમોને સુપાત્રમાં ખર્ચે લક્ષ્મીને સાર્થક કરે છે, લમીને ? હા લે છે. એક કવિ કહે છે કે–ભીખારી ભીખ નથી માંગતા પણ આપણું હું ને શીખ આપે છે. હે લેકે! તમે આપે આપે. અમારી પાસે પણ ફે એક વખત લક્ષ્મી હતી પણ અભિમાનમાં અક્કડ બની પકકડ થઇને ઊંચું મુખ કરી ચાલતા હતા. દીન–અનાથ માને તરફ નજર પણ હું નહેતા નાંખતા જેથી આજે અમારી આ દશા છે કે ઘેર ઘેર ચપણયું. લઇને ભીખ માંગવા છતાં લેકે અમને ભીખ તે ઠીક પણ બે મીઠા શબ્દય નથી આપતા, નથી આપ્યાનું ફળ અમને પ્રત્યક્ષ જોઈ છે. તમે પણ છતી લક્ષમીએ દીન-અનાથને ઉહાર નહિ કરે તે તમારી પણ આ જ દશા થવાની છે, માટે હે લેકે ! આપ-આપે. પૂર્વ કર્મના યોગે બિચારા દીન-અનાથ આત્માઓ ઘેર ઘેર ભીખ માંગતા ફરે છે. કંઈક ઉદારામાઓ પાઈ-પાઈસે આપી એની કકળતી આંતરડી ઠારે છે, તે કઈ ગાળ આપે છે. વાત પણ ખરી જ છે ને! જેની પાસે જે હોય તે આપે છે જગતમાં અવિદ્યમાન-અછતી વસ્તુને કઈ પણ વ્યક્તિ આપતી નથી. જેની પાસે ગાળાને ભંડાર ભરેલું છે એમાંથી એ બિચારે બે ચાર ગાળ { આપે એમાં નવાઈ નથી. માનવે માનવતા મૂકી ખરેખર દાનવતાને આવકારી છે. એ બિચારા છે દુખી પ્રાણીઓને શું આપણે મીઠી વાણુરૂપ પાણી પણ પાઈ શકતા ? હું નથી! બુદ્ધિનિધાને! વિચારો વિચારો. ત્યારે શું આપશે? બે મીઠા ? છે શબ્દો પણ આપી છૂટજે; કૃપણ ન બનતા; છેવટે ગાળોથી તે ન જ નવાજતા. કાગા કીસકા ધન હરે? કોયલ કીકુ ત? મીઠી વાણી બોલકે, જગ અપના કર લેત. - - - - - - - - મુદ્રક : શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહેદય પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ શllહ, ભાવનગ૨ ICS ઉન્નતિ કયારે આપણા અધઃપતનનું મુખ્ય કારણ એક બીજાના ઉત્કર્ષને જોઈ શકતા નથી, છે આપણને અણગમે છૂટે છે અને મુખ : નામના કે તારીફ સાંભળતા જાણે આપણા રાજા રેડાતુ’ હોય તેવી દશા આપણે અનુભવીએ છીએ. - ચાહે તવંગર હોય કે ગરીબ હોય, આગેવાન હોય કે સામાન્ય હાય, સાધુ હોય કે ગૃહસ્થ હાય, અભણ હોય કે પછી ભણેલા હાય, પરન્તુ સૌ કોઈ જ્યારે પોતાના તરફ દષ્ટિ નાંખતા શીખશે ત્યારે જ તે આત્મવિકાસને સાધી શકશે. પહેલો હું' કે છું એ તપાસો. પછી પારકાની પંચાતમાં પડે. હું કેવો છું એના વિચાર પ્રત્યેક આભાએ પ્રત્યેક પળે કર ઘટે છે. તેને તે જોઈ શકતી નથી. એવી જ રીતે આપણે પણ ' તે આવે છે, અમુક તેવા છે' એમ ઝટ અભિપ્રાય આપી દઇએ છીએ, પણ હુ’ કેવા છું ? મારામાં કેટલી ઉણપન્ખામી છે'? મેં મારા આત્માને કેટલે વિકાસ સાધ્યા છે ? એના આપણે તલમાત્ર વિચાર કરતા નથી અને બીજાના નાના-સરખા દોષાને-દૂષણાને પહાડ જેવડા મોટા કરીને જગતના ચોગાનમાં મૂકવા તૈયાર થઇએ છીએ. આ આગળ કેમ વધ્યા ? આની ખ્યાતિ કેમ થાય છે ? કેમ એ હેઠા પડે? એ માટે આપણે છૂપા-પા પણ અનેક પ્રયત્નો કરીએ છીએ. તેજોદેષ ને ઈષ્યવૃત્તિ આપણામાં માટે ભાગે આજે ધર કરી ગઈ છે. એ અધમવૃત્તિ ત્યારે જ ટળે કે જ્યારે આપણે અંતર્દષ્ટિને કેળવીશુ. આત્મલક્ષી બનીશુ'. બીજાના તરફ દૃષ્ટિપાત ન કરતા હુ' કેવો છું એના વિચાર કરતા શીખીશુ' ત્યારે જ આપણું અધઃપતન અટકશે અને સાચી ઉન્નતિ થઈ શકશે. * કીતિ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com