________________
ચૈતન્યવાદ
( ૩૧ )
છે. કર્મના નાશથી મુક્તિ છે, માટે કર્મ તોડવા માટે હરેક આત્માએ સારી રીતે ધર્મની આરાધના કરવી જરૂરી છે. જીવનમાં ધર્મ છે તે બધું છે. ધર્મ નથી તે કંઈ નથી; જીવન નકામું છે. દુનિયાના સુખે પણ ધર્મના પ્રભાવે મળે છે. અહીંઆ જાહોજલાલી, આબાદી, અદ્ધિસિદ્ધિ અને પરલોકમાં સગતિ, અને કમે-કમે મુક્તિ, આ બધે પ્રતાપ ધર્મને છે.
દુનિયામાં ઈજજતના માટે પણ લેકે નીતિ અને સદાચાર રાખે છે, તે આપણે આત્માની શુદ્ધિના માટે કેમ ન રાખીએ? જડના વિકાસ માટે દુનિયા માટે ખર્ચ અને ઘણુ મહેનત કરે છે તે આત્મવિકાસ માટે આત્માને માનનારે શા માટે મહેનત ન કરવી? દુનિયામાં ઘણી મહેનત કર્યા છતાં નસીબ વગર કંઈ જ મળતું નથી, અને પુણ્ય બળ હેય દેવે પણ ખેંચાઈને આવે છે અને નિધાને પણ આવીને મળે છે. જ્યારે વસ્તુપાળ તેજપાળ જમીનમાં સેનામહોરેને ચરુ દાટવા જાય છે પણ
જ્યાં જમીન ખોદે છે ત્યાંથી બીજે ચરુ મળે છે. આ બધે પુણ્યને પ્રભાવ છે. ચિત્રાવેલી, રૂદંતી અને દક્ષિણાવર્ત શંખ જેવી વસ્તુઓ પણ દુનિયામાં મેજુદ છે છતાં ભાગ્ય વિના મળતી નથી અને ભાગ્યશાળીને વિના માંગે મળે છે માટે કઈ પણ જાતના દુરાગ્રહને વશ ન થતાં ખૂબ શ્રદ્ધાથી પુણ્યનાં કાર્યો કરવા એ આપણી ચેકખી ફરજ છે.
પરદેશી રાજાની વાત આપણે આગળ કહી ગયા. પરદેશી રાજાએ સમજ્યા છતાં પણ જરા કદાગ્રહ કર્યો, કેશીગણધર મહારાજને જણાવ્યું-ગુરુદેવ! આપની વાત સાચી છે, પણ
અમારે ત્યાં તે સાત પેઢીથી નાસ્તિકતા ચાલી આવે છે. હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com